ગુજરાતમાંથી અત્યાર સુધીમાં ૮૭.૩૯ લાખના મુલ્યની રદ થયેલી ૧૨,૩૭૧ નોટો ઝડપાઇ છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કાળા નાણાની સમસ્યાનો દામવા રદ કરવામાં આવેલી પ૦૦ અને ૧૦૦૦ ની નોટો વધીને બે વર્ષથી વધુનો સમયગાળો પસાર થયો છતાં હજુ ગુજરાતમાં સતત પ૦૦ અને ૧૦૦૦ ના દરની ઝડપી નોટો પકડાવવાનો સીલસીલો જારી છે. જુની નોટોની જપ્તીના કિસ્સામાં ગુજરાત અવ્વલ નંબરે રહેવા પામ્યું છે.
રાષ્ટ્રીય ગુન્હા નોંધણી પંચના આંકડા મુજબ પ૦૦ અને ૧૦૦૦ ના દરની નોટબંધી બાદ ગુજરાતમાંથી ઝડપાયેલી જુની નોટોનો આંકડો સૌથી વધુ છે પ૦૦ ની દરની જુની રદ થયેલી નોટોની જપ્તીના આંડકામાં ૧૨૬૭ નોટ અને જુના ૧૮ સુધીમાં ૧૧૧પ હજારના દરની જુની નોટો પકડાઇ છે.
આ આંકડો કેન્દ્ર શાસિત રાજયો અને ૩૬ રાજયોમાં સૌથી અવ્વલમાં સૌથી વધુ નોટો જપ્ત કરનાર રાજય બન્યું છે ગુજરાત પછી યુ.પી. ૨૪૦, પશ્ર્ચિમ બંગાળમાં ૧૧૩ અને પંજાબમાં ૯૧ રદ થયેલી નોટો પકડાઇ છે. ગુજરાત માત્ર મહારાષ્ટ્રને જ પાછળ ચાલી રહ્યું છે. મહારાષ્ટ્રમાં ૨૦૧૮-૧૯ દરમિયાન ૧૭૭૮૦૦ રદ નોટ રૂ| ૧.૬૬ કરોડના નાણાંના રુપમાં જપ્ત કરવામાં આવી છે. તેની સામે ગુજરાતમાં રૂ| ૮૭.૩૯ લાખના મુલ્યની ૧૨,૩૭૧ નોટો પકડાઇ છે. ગુજરાત પોલીસે ૪ર વ્યકિતઓ સામે બનાવટી ચલણી નોટોના ૪ર મુકદમાઓ દાખલ કર્યા છે.
રેલવે અને સીઆઇડી ક્રાઇમના ડીજીપી આશિષ ભાટીયાએ જણાવ્યું હતું કે નકલી નોટોની ઓળખ નબળા કાગળ અને છાપકામથી તુરંત જ થઇ જાય છે આ કારણે નકલી નોટો પકડાવવાના કિસ્સા વધુ નોંધાય છે. આવી નકલી નોટો સીમાપારથી આવતી અટકાવી દેવાઇ હોવાથી ચલણમાં તેનું પ્રમાણ ધટતા બજારમાં આવી નોટો નજરે ચડતા જ પકડાય જાય છે.
રદ થયેલી નોટો ચાલતી ન હોવાથી ચલણમાં દેખાતી નથી તેની જગ્યાએ નવી નોટોની નકલ કરવામાં આવે છે ૧૦૦૦ અને પ૦૦ ની દરની રદ કરવામાં આવેલી નોટો ગુજરાતમાં સતત પકડાતી રહે છે. હજુ કેટલાક તત્વો પાસેથી પ૦૦ અને ૧૦૦૦ ની (બંધ થયેલી નોટ) મળી આવવાની ધટના સતત સામે આવતી રહે છે.
દેશમાં પ્રવર્તતી કાળાનાણાની સમસ્યાને કાબુમાં લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની પ્રથમ ટર્મમાં પ૦૦ અને ૧૦૦૦ ના દરની નોટો ચલણમાંથી પાછી ખેંચી લેવાનો નિર્ણય જાહેર કર્યો હતો અને આવકના સ્ત્રોતના આધાર પુરાવાઓ સાથે આવી નોટો બેન્કના માઘ્યમથી બદલાવી આપી હતી પરંતુ બે નંબરી આવક ધરતાં લોકોની કરોડો પિયાની નોટો બદલાયા વગર પડી રહી હતી સરકારી આંકડા મુજબ ગુજરાતમાં જુની રદ થયેલી નોટો પકડવવાના રદ થયેલ પ૦૦-૧૦૦૦ ની નોટની જપ્તીમાં પણ ગુજરાત અવ્વલ નંબરે!