૨૭ સુધી યુથ ફિએસ્ટામાં ભારતીય સેના દ્વારા શસ્ત્ર-સરંજામનું પ્રદર્શન,મોક ડ્રીલ, સૈન્ય તાલીમ, નેવી બેન્ડ, મસાલ માર્ચ સહિતના કાર્યક્રમો યોજાશે
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટના રેસકોર્સ ખાતે નો યોર ડીફેન્સ ફોર્સ થીમ પર આધારિત ડીફેન્સ યુથ ફિએસ્ટા પ્રદર્શનને ખુલ્લું મુકતા જણાવ્યું હતું કે, ભારતીય સેના દુશ્મનદેશને પરાસ્ત કરવા સક્ષમ છે. અત્યારે દેશ આતંકવાદીઓને ખતમ કરવા કટિબધ્ધ બન્યો છે ત્યારે ગુજરાતના યુવાનો માટે સેનામાં મા ભોમની સેવા કરવાનો ખરો સમય છે. મુખ્યમંત્રીએ ગુજરાતમાં નવી સૈનિક શાળાઓ ખોલવા અંગે અને આ માટે શૈક્ષણિક સંસ્થાઓની દરખાસ્તો અંગે હકારત્મક નિર્ણય લેવાશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.
ભારતીય સેનાની ત્રણેય પાંખોના સશસ્ત્ર જવાનો સાથે મુલાકાત કરવાનો આ સુવર્ણ અવસર સૌરાષ્ટ્રવાસીઓને પ્રાપ્ત થયો છે તેમ પણ મુખ્યમંત્રીએ કહયું હતું. સેનાના જવાનો અને સિવિલિયન વચ્ચે સંવાદ દ્વારા ભારતીય સેના અંગે, શસ્ત્રો, તેમની કાર્યપદ્ધતી અંગે સૌ કોઈ માહિતગાર થશે.મુખ્યમંત્રીએ એન્જીનીયરીંગના યુવાનોને ડીફેન્સ મીકેનીઝમમાં ભારત સ્વનિર્ભર બને અને રાજકોટ-સૌરાષ્ટ્રના યુવાનોને આ ક્ષેત્રે પણ તક મળે તે માટે પણ સામુહિક પ્રયાસોની હીમાયત કરી હતી. આ કાર્યક્રમથી યુવાનોને સેનાને નજીકથી જોવા અને જાણવાની પણ તક મળી છે.
જીનીયસ ગૃપ ઇન્સ્ટીટયુન્સના પાંચ હજારથી વધુ વિધાર્થીઓને દેશ ભકિત સાથે આ કાર્યક્રમમાં સહભાગી થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. બી.એચ. ગાર્ડી એન્જીનીયરીંગ કોલેજ અને અન્ય કોલેજોએ ૫૦૦થી વધું પ્રોજેકટ પ્રદર્શિત કર્યા છે. આ ઉપરાંત સેનાના શસ્ત્રોનું પણ પ્રદર્શન તા. ૨૭ સુધી નિહાળી શકાશે.ડીફેન્સ યુથ ફીયેસ્ટામાં નોન ડીસ્ટ્રીકટ ટેસ્ટ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. ઇસરો દ્વારા પણ વર્કશોપમાં વિદ્યાર્થીઓને સ્પેશ એન્જીનીયરીંગ અને સેટેલાઇટ સીસ્ટમ અંગે સ્ટડી કોર્ષમાં આવતી ટેકનોલોજી અંગે માર્ગદર્શન આપવામાં આવશે
જીનીયસ ઓફ ઇન્સ્ટીટયુટના પ્રમુખ ડી.વી.મહેતાએ યુવાનોને ડીફેન્સ વેપન મીકેનીઝમ અંગે નવી તકોની માહિતી મળે અને સાહસીક યુવાનો પણ આ દિશામાં આગળ વધે તે માટે ઉપરાંત ઉપરાંત સૈનાની ત્રણેય પાંખો વિશે જાણવા માળે તેમાટે આ ડીફેન્સ ફીયેસ્ટાનું આયોજન કરવામાં આવ્યું છે તેમ કહયું હતું.વધું યુવાનો સેનામાં જોડાઇ તે માટે સંસ્થાએ સૈનિક સ્કુલ શરૂ કરવાનું આયોજન કર્યુ છે. તેઓએ મુખ્યમંત્રી તેમજ સેનાની વિવિધ વીંગના વરીષ્ઠ અધિકારીઓ અને પોલીસ તેમજ એન.સી.સીના ઓફીસરોનું શાબ્દીક સ્વાગત કર્યુ હતું.
મુખ્યમંત્રી અને મહાનુભાવોનું મનન ભટ્ટના પુસ્તક કારગીલ: ગુજરાતના શહીદો પુસ્તક આપીને સ્વાગત કરવામાં અવ્યું હતું. મુખ્યમંત્રી હસ્તે આ કાર્યક્રમમાં ઉપસ્થિત મેજર જનરલ રોય જોસેફ, વાલસુરાના કમાન્ડીંગ ઓફિસર સી. રઘુંરામન, એર કમાન્ડર વી.એમ.રેડ્ડી, બ્રીગેડીયર અજીતસિંહ શેખાવત, સહીતના ઓફીસરોનું સન્માન કરવામાં આવ્યું હતું. કેપ્ટન જયદેવ જોષીએ પણ ડીફેન્સ ફીયેસ્ટા અંગેની માહિતી આપી હતી. આભાર વિધિ ટ્રસ્ટી જય મહેતાએ કરી હતી
આ કાર્યક્રમમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા,સાંસદ મોહનભાઇ કુંડારીયા,રાજકોટ મહાનગરપાલિકાના મેયર બીનાબેન આચાર્ય, ધારાસભ્યો ગોવીંદભાઇ પટેલ, અરવીંદભાઇ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી શ્રીમતી અંજલીબેન રૂપાણી, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ નીતિનભાઇ ભારદ્વાજ, મ્યુનિસીપલ કમિશ્નર બંછાનિધિ પાની, પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, સેનાના જવાનો, એન.સી.સી. ના કેડેટ્સ, સ્કુલ કોલેજના છાત્રો તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપ રહ્યા હતાં.