જામનગર લોકસભા બેઠકના ભાજપના પુનમબેન માડમ અને જામનગર ગ્રામ્ય વિધાસનભા બેઠકના ભાજપના ઉમેદવાર રાઘવજીભાઇ પટેલના સમર્થનમાં કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલાની જાહેરસભા: કોંગ્રેસ પર આકરા પ્રહારો
ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને ફરી એક વખત વડાપ્રધાન બનાવવા માટે દેશની જનતાએ મન બનાવી લીધું છે. અન્ય પાર્ટી ચુંટણી તો લડી રહી છે પરંતુ ભવિષ્યમાં તે રાષ્ટ્રીય માંથી પ્રાદેશિક પાર્ટી બની જશે. કારણ કે બહુમતિ માટે જોઇતી બેઠક જેટલા ઉમેદવારો પણ તેમણે ચુંટણીમાં ઉભા રાખ્યા નથી તેમ કેન્દ્રીય કૃષિ મંત્રી પુરૂષોતમભાઇ રૂપાલાએ આજે જામનગરની જાહેર સભામાં જણાવ્યું હતું.
જામનગર લોકસભાની બેઠકમાં ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ તથા ૭૭-જામનગર (ગ્રામ્ય) બેઠકની પેટા ચુંટણીમાં ભાજપના ઉમેદવાર રાઘવજીભાઇ પટેલના સમર્થનમાં આજે ભારતીય જતતા પાર્ટીના જીલ્લા યુવા મોરચા દ્વારા વિજય હુંકાર યુવા સંમેલન યોજાયું હતું.
તેમાં પોતાની આગવી શૈલીમાં પ્રવચન માટે જાણીતા કેન્દ્રીય કૃષિ મંત્રી પુરૂષોતમભાઇ રૂપાલાએ જાહેર સભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે તેમણે વિપક્ષ ઉપર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે ઘણી દુકાનો ખુલ્લી હોય છે પરંતુ વકરો થતો નથી. પરંતુ દુકાનના પાટીયા ખુલ્લા રાખીને બેઠા હોય છે.આ ચુંટણીમાં ફકત ભાજપ પક્ષ જ પૂરતી બેઠક ઉપર ચુંટણી લડે છે. અન્ય કોઇ પક્ષના ઠેકાણા પણ નથી શરદ યાદવ કહે છે કે રાહુલ ગાંધી પી.એમ. પદની સ્પર્ધામાં નથી.અગાઉ તેમણે સોનીયા ગાંધી વિશે પણ આવું જ નિવેદન આપ્યું હતું અને તેમને વિદેશી કુળના ગણાવ્યા હતા. સાંઇઠ વર્ષ સુધી રાજ કરનાર પક્ષ દ્વારા પ૦ વર્ષનો ઘરના જ વડાપ્રધાન પદ ભોગવતા હતા.
યુઘ્ધ લડતા હોય અને જાતે તેના વર્ણન થાય બાકી યુઘ્ધ હારી જાય તો વર્ણન કોઇપણ કરતું નથી. પરંતુ મહારાણા પ્રતાપ હલદી ઘાટીનું યુઘ્ધ હારી ગયા હતા છતાં આજે તેને લોકો યાદ કરે છે.તેમણેઆ તકે ભાજપનાં યુવા મોરચાને ચુંટણી કાર્યમાં ખંતથી લાગી જવા આહવાન કર્યુ હતું. ભાજપ પાસે જેટલા યુવાનો છે તેટલા દુનિયાની કોઇ પાર્ટી પાસે નથી તેમ તેમણે ઉમેર્યુ હતું.આખરમાં તેમણે સાંસદના ઉમેદવાર પુનમબેન માડમ અને વિધાનસભાના બેઠકના ઉમેદવાર રાઘવજીભાઇ પટેલને જંગી બહુમતિથી ચુંટી કાઢવા આહવાન કર્યુ હતું.
આ પહેલા ગુજરાત પ્રદેશ ભાજપ આગેવાન ધવલ દવેએ પોતાના તેજબી વકતવ્યમાં જણાવ્યું હતું કે, યુવાનો ભારતનું ભાગ્ય લખવાનું છે આથી યુવાનો કયાં આવીને મતદાન કરે. ભાજપના ધર્મરથ ઉપર નરેન્દ્ર મોદી બેઠા છે. જેમને આ દેશ સંસ્કૃતિસાથે કોઇ લેવા દેવા નથી. તેવા સોનીયા ગાંધી અધર્મના રથ ઉપર બેઠા છે. જો સરદાર પટેલ વડાપ્રધાન બન્યા હોત તો કાશ્મીરમાંથી હિન્દુઓને હિજરત કરવી પડત નહીં સળયતુ કાશ્મીર જવાહરલાલ નહેરુની દેન છે. આવનારા દિવસોમાં ભાજપ જીતશે અને સોનીયા ગાંધી ઇટાલી જશે દેશ ઉપર જયારે પણ આફત આવી છે ત્યારે ગુજરાતીએ જ પહેલ કરી છે. શહિદોની શહાદત એણે ન જાય તે માટે ભાજપ માટે જંગી મતદાન કરવા તેમણે અપીલ કરી હતી.
આ પ્રસંગે પ્રવચન કરતાં ભાજપના ધારાસભાની બેઠકમાં ઉમેદવાર રાઘવજીભાઇ પટેલએ જણાવ્યુઁ હતું કે પાકિસ્તાનની ધરતી ઉપર જઇને મોદીએ પાકને પડકાર્યુ હતું. ૪૪ શહીદોના બદલા સ્વરુપે આ સરકારે ૩૪૪ આતંકીઓનો ખત્મો બોલાવીને લીધો હતો.આપણે દેશ સરહદો સુરક્ષિત રહે તે માટે છપ્પનની છાતીવાળો વડાપ્રધાન જોઇએ જે નરેન્દ્ર મોદી છે દેશની લોકસભામાં અંગ્રેજીમાં ભાષણ આપી શકે તેવા ગુજરાતી સાંસદો ખુબ જ ઓછા છે તેમાના જામનગરના પુનમબેન માડમ એક છે.
તેમણે ભાજપના બન્ને ઉમેદવારને જંગી બહુમતિથી ચૂંટી કાઢવા હાંકલ કરી કરી હતી. આ સભામાં જીલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશભાઇ પટેલ,પૂર્વ જીલ્લા પંચાયત પ્રમુખ ડો. પી.બી.વસોયા, આગેવાન દિલીપસિંહ ચુડાસમા જીલ્લા યુવા ભાજપ અઘ્યક્ષ સુરેશ બસરા, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઇ સોલંકી, બ્રિજરાજસિંહ જાડેજા અને વિશાળ સંખ્યામાં લોકો ઉ૫સ્થિત રહ્યા હતા.