કેટલાક રાજકારણીઓએ આવો ચણભણાટ શરૂ કર્યો હોવાનો ઘટસ્ફોટ ! રાજકીય સ્પર્ધા અને રાજગાદીની ઘેલછાએ દેશના રાજકીય ક્ષેત્રમાં અને પ્રજાના જુદા જુદા વર્ગોમાં જબરી કડવાશ અને વિછિન્નતા સજર્યા કરી છે એ ભૂલવા જેવું નથી !
પ્રજાસત્તાક-દિને મુખ્ય મહેમાન તરીકે વિદેશના વડાને નિમંત્રીને એમને બહુમાનિત કરવાની પ્રથા અપનાવાઈ છે… હવે એમને ચૂંટણી પ્રચાર માટે બોલાવવાનું શરૂ કરાય એવી કલ્પના દેશને કેટલાક વરિષ્ઠ નેતાઓ કરતા હોવા જોઈએ ! ક્રિકેટરોની હરરાજીની જેમ રાજકીય યોધ્ધાઓની પણ હરરાજી કેમ ન થઈ શકે ?
આપણા દેશના જાણીતા કવિ શ્રી પ્રદીપજીએ એક ફિલ્મી ગીતમાં લખ્યું છે; દેખ તેરે સંસાર કી હાલત કયા હોઈ ગઈ ભગવાન ! ચાંદ ન બદલા, સૂરજ ન બદલા, ન બદલા આસમાન, કિતના બદલ ગયા ઈન્સાન !…
છેલ્લા કેટલાંક વર્ષોમાં જમાનો બદલી ગયો છે, મનુષ્યો બદલી ગયા છે. માનવ સમાજનો ઢાંચો બદલ્યો છે. કેટલાય રીતરીવાજ બદલી ગયા છે, વિચારો બદલ્યા છે. અને વિચારધારાઓ પરિવર્તન પામી છે. ધરમદરમમાં પરિવર્તન આવ્યા છે…
આમ તો, માનવોમાં સમાજમાં, દેશમાં અને જમાનામાં પરિવર્તનો સ્વાભાવિક છે. કુદરતી છે. માનવ સહજ છે.
અંગ્રેજીમાં કહેવાયું છેકે, ‘અ ચેન્જ ઈઝ એન અનચેઈન્જીંગ લો ઓફ લાઈફ’
એમાં વળી કોઈકે તો એમ પણ કહ્યું છે કે, ‘સીતમ જો હદ વટાવે નહિ તો આંદોલન નથી થાતાં, (ને)વિના કારણ જમાનામાં પરિવર્તન નથી થાતાં…
આ ચિંતન વચ્ચે એવા સમાચાર પ્રકાશમાં આવ્યા હતા કે હમણા હમણા જ પૂરી થયેલી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલને પરાજિત કરવા તેમજ દિલ્હીમાં ભાજપનું શાસન લાવવા પ્રચાર કરવા ગયા હતા. તેમણે અને વડાપ્રધાન શ્રી મોદીએ કેટલીક પ્રચારસભાઓને સંબોધી હતી.
આ જોતા, આપણા દેશના રાજકીય ક્ષેત્રે લગભગ સામાન્ય બની ગયું છે. તેમ આગામી ચૂંટણીઓ વખતે ગુજરાતનાં મુખ્યમંત્રીની સામે પ્રચાર માટે શ્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત આવશે અને ગુજરાતનાં મુખ્યમંત્રીને તથા તેમના પક્ષને પરાજિત કરવા પ્રચાર સભાઓ યોજશે !
દિલ્હીમાં રહેતા ગુજરાતીઓ ગુજરાતનાં મુખ્યમંત્રીના પ્રચારથી કેજરીવાલને અને તેમના પક્ષને મત નહિ આપે તેમજ ભાજપને મત આપશે !
આ તર્કનું પૃથકકરણ કરતાં દિલ્હીનાં ગુજરાતીઓ તેમના મુખ્ય મંત્રી રહી ચૂકેલા મુખ્યમંત્રીની અને તેમના પક્ષની વિરૂધ્ધ મત આપવા લલચાશે અને ગુજરાતનાં મુખ્યમંત્રીનું કહ્યું માનશે !
આમ બનવું બહુ શકય નહિ બને,કારણ કે, ગુજરાતનાં મુખ્યમંત્રી અને દિલ્હીના મુખ્યમંત્રીની સંબંધિત લાયકાતનું માપ તેઓ નહિ જ. આફ્રિકન દેશો, ઈસ્લામિક રાષ્ટ્રો વગેરે વિદેશોમાં વડાઓ તેમને ત્યાં ચૂંટણીઓ વખતે પ્રચાર માટે અન્ય દેશોનાં વડાઓને કેમ ન બોલાવે?…
ભારતમાં જુદા જુદા રાજકીય પક્ષોનાં નેતાઓ ચૂંટણીઓ વખતે એક બીજાના રાજયોમાં ચૂંટણી પ્રચાર માટે મોકલે જ છે. વડાપ્રધાન પણ ઠેર ઠેર ધૂમે છે…
આ પ્રકારની વ્યૂહબાજી આપણે ત્યાં અપનાવાય જ છે. કોઈકોઈ વારતો પ્રચારને લગતી સાધન સામગ્રીઓની પણ આપ-લે કરાય છે.
દિલ્હીની ચૂંટણીમાં ગુજરાતનાં મુખ્યમંત્રી પ્રચાર માટે દિલ્હી એકના સુકાન હેઠળ પાંચ વર્ષ વિતાવ્યા હાય અને બીજા ગુજરાતનાં મુખ્યમંત્રીના સુકાન હેઠળ સીધી રીતે રહેવાનું બન્યું જ ન હોય ત્યારે મતદાર ભાઈબહેનો પસંદગીની બાબતમાં ગોટે ચઢે જ એ સમજવું મુશ્કેલ નથી!
અહીં એવી ટકોર થઈ શકે છે કે, બે રાજયોનાં મુખ્યમંત્રીઓ જો એકબીજાની સામે પ્રચાર કરીને તેનો લાભ લઈ શકે તો અલગઅલગ રાષ્ટ્રોના વડાઓ ચૂંટણી વખતે એક બીજાને પ્રચાર માટે બોલાવીને તેમનો લાભ કેમ ન લે?..
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને બ્રિટન, ઓસ્ટ્રેલિયા, કેનેડા ગયા અને પ્રચાર સભાઓ યોજી, એની કોઈ ઠોસ રાજકીય ઉપયોગીતા વિષે ભિન્ન ભિન્ન મત હોઈ શકે છે.
એમાં ‘ખર્ચ’ની બાબત પણ વિવાદાસ્પદ બની શકે છે. અહી વધુમાં વધુ કષ્ટજનક તો અંદરઅંદર કડવાશ જાગે, પ્રાદેશિક ખેંચતાણ વધે અને જાતિવાદ, ભાષાવાદ અને પ્રદેશવાદ વકરે, એ બાબત છે.
રાષ્ટ્રની એકતા અને સંવાદિતાને જોખમાવે એવી સંભાવનાની ગંભીર નોંધ લીધા વિના ન જ ચાલે…
આમ પણ ચૂંટણીના અને રાજગાદીનાં રાજકારણે આપણા દેશને વેરવિખેર અને બેહાલ કરવામાં બાકી રાખ્યું નથી.
આમાં વધારો ન થાય અને હાલની પરિસ્થિતિ વધુ ન વકરે એ વિચારવું જ પડે છે. આપણે એવું કાંઈ ન કરીએ કે જે આ દેશને વધુ ટુકડા તરફ ખેંચી જાય !