નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ રાજ્યના તમામ વર્ગોની સુખાકારીમાં વધારો કરતું વર્ષ 2022-23નું રૂ. 2,43,965 કરોડનું અંદાજપત્ર ગૃહ સમક્ષ રજૂ કર્યું. તેમણે બજેટના શરૂઆતી ભાષણમાં કહ્યુ કે, 20 વર્ષમાં માથાદીઠ આવક 19 હજારથી વધી 2.14 લાખ થઈ. 1 વર્ષમાં 1,63,000 કરોડની એફડીઆઈ ગુજરાતમાં આવી છે. 2 લાખ 43 હજાર અને 965 કરોડ રૂપિયાનુ બજેટ વર્ષ 2022-23ના વર્ષ માટે રજૂ કરવામાં આવ્યુ છે. બજેટ 2022 ની સૌથી મોટી વાત તો એ છે કે, રાજ્યમાં કોઈ નવા વેરા ઝીંકાયા નથી. મધ્યમ વર્ગના કરદાતાઓને રાહત આપતુ આ બજેટ છે. રાજ્યમાં ઈતિહાસનું સૌથી મોટુ બજેટ નાણામંત્રી કનુ દેસાઈએ રજૂ કર્યુ છે. લોકોની સુખાકારીને ધ્યાનમાં રાખીને સૌથી વધુ કૃષિ, આરોગ્ય અને જળ વિભાગ માટે ફાળવણી કરાઈ છે. ખેડૂતોને વ્યાજ સહાય માટે નવી યોજના જાહેર કરવામા આવી છે. સાથે જ રાજ્યમાં કરવેરામાં કોઈ ફેરફાર કરાયો નથી. રાજ્યમાં 12000 સુધીના માસિક પગારમાં કોઈ પ્રોફેશનલ ટેક્સ નહિ લાગે.
વર્ષ 2022-23ના અંદાજપત્રમાં 560.09 કરોડની પુરાંત રહેવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. ગુજરાતમાં હયાત વેરામા કોઈ જ પ્રકારનો ફેરફાર કરવામાં નથી આવ્યો. સરકારની આવકમા 108 કરોડનો ઘટાડો થવાનો અંદાજ રાખવામાં આવ્યો છે.
– ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા પી.પી.પી. ધોરણે હજીરા પોર્ટથી ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોર સુધી રેલ્વે કનેક્ટિવિટીનો પ્રોજેકટ આશરે ‘1600 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવેલ છે.
– ભાવનગર જુના બંદર અને નવા બંદરની કનેક્ટિવિટી માટે ભાવનગર શહેરનો 21.60 કિલોમીટર લાંબો રીંગ રોડ ‘297 કરોડના ખર્ચે વિકસાવવાનું આયોજન છે.
– જામનગર ખાતે પોર્ટના ટ્રાફિકને સહેલાઈથી હાઈવે સુધી પહોંચાડી શકાય તે માટેના રીંગ રોડ ‘70 કરોડના ખર્ચે વિકસાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવેલ છે.
– વડાપ્રધાનની પી.એમ. ગતિશક્તિ યોજનાને સાકાર કરવા ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા ગુજરાત પોર્ટ એન્ડ લોજીસ્ટીક કંપની લિમિટેડની રચના કરવામાં આવેલ છે.
– અલંગ ખાતે હયાત કેપેસીટીને બમણી કરવાના ભાગરૂપે માથાવડા ખાતે નવા 45 પ્લોટ બનાવવાનું આયોજન છે.
– ભારત સરકારની સાગરમાલા યોજના અંતર્ગત નવલખી બંદર ખાતે જેટી ક્ધસ્ટ્રકશન અને માળખાકીય સુવિધાઓના વિસ્તૃતિકરણ તેમજ નવલખી બંદરના એપ્રોચ રોડને ચાર-માર્ગીય નેશનલ હાઈવે તરીકે વિકસાવવાનું કામ શરૂ કરવામાં આવેલ છે.
– ભાવનગર ખાતે પી.પી.પી. ધોરણે ‘2000 કરોડના સી.એન.જી. ટર્મિનલની કામગીરી શરૂ ક2વામાં આવશે. જેના થકી મોટા પ્રમાણમાં પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રોજગારીની તકો ઉપલબ્ધ થશે.
વાહન વ્યવહાર
– ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા ઝીરો પ્રદૂષણ ધરાવતી 50 ઇલેક્ટ્રીક બસો સાથે બી.એસ.-6 ધોરણની 1200 નવી બસો પ્રજાની સેવામાં મુકવા માટે જોગવાઇ ‘379 કરોડ.
– ગુજરાત ઇલેક્ટ્રીક વ્હીકલ પોલિસી અંતર્ગત આવતા ચાર વર્ષમાં
– 1 લાખ 10 હજાર ટુ વ્હીલર વાહનો માટે વાહન દીઠ મહત્તમ ‘20 હજાર
– 70 હજાર થ્રી વ્હીલર માટે વાહન દીઠ મહત્તમ ‘50 હજાર અને
– 20 હજાર ફોર વ્હીલર માટે વાહન દીઠ મહત્તમ ‘1 લાખ 50 હજારની સબસીડી આપવાનો સરકારે નિર્ણય કરેલ છે. જેના માટે આ વર્ષે જોગવાઇ ‘106 કરોડ.
– ડ્રાઇવીંગ લાઇસન્સ માટે સુરત અને વડોદરા ખાતે વધારાના નવા ટેસ્ટ ટ્રેક બનાવવા તેમજ આર.ટી.ઓ. કચેરીઓના આધુનિકીકરણ માટે જોગવાઇ ‘43 કરોડ.
– મોબાઇલ એપ્લીકેશન દ્વારા બસનો સમય, વર્તમાન લોકેશન તથા ઉપલબ્ધ સીટોની વિગતો તેમજ તમામ બસ સ્ટેશનો પર પબ્લિક ઇન્ફર્મેશન સિસ્ટમ ઉપલબ્ધ કરાવવા જોગવાઇ ‘2 કરોડ.