Gujarat Budget 2025 : 5 લાખ રોજગારીના સર્જનનો વાયદો
મેન્યુફેકચરિંગ પાર્ક અને ટેક્સટાઈલ નીતિથી પાંચ લાખ રોજગારીનું સર્જન કરવામાં આવશે. તે સિવાય SC-ST-OBCને અભ્યાસ માટે 6 ટકા વ્યાજે લોન આપવાની પણ જોગવાઇ કરાઇ હતી. મહાનગરોમાં વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવામાં આવશે. વાજપાઈ બેંકેબલ યોજના હેઠળ મળતી લોન અને સબસિડીની રકમમાં વધારો કરાયો હતો.
- મેન્યુફેકચરિંગ પાર્ક અને ટેક્સટાઈલ નીતિથી 5 લાખ રોજગારીનું સર્જન કરાશે
- માહિતી અને પ્રસારણ માટે 362 કરોડની જોગવાઈ
- 250 નવા પશુ દવાખાના બનાવાશે
- 150 નવા ફરતા પશુ દવાખાના શરૂ કરાશે
કન્યા છાત્રાલય અંગે મોટી જાહેરાત
10 જિલ્લામાં 20 સ્થળે નવી સમરસ કુમાર અને કન્યા છાત્રાલય બનાવવામાં આવશે. તે સિવાય 10 જિલ્લામાં 20 સ્થળે નવી સમરસ કુમાર અને કન્યા છાત્રાલય બનાવવામાં આવશે. 81 લાખ લાભાર્થીઓને શિષ્યવૃતિ આપવા 4827 કરોડ રૂપિયાની ફાળવણી કરાઇ હતી.
5 લાખ રોજગારીના સર્જનનો વાયદો
મેન્યુફેકચરિંગ પાર્ક અને ટેક્સટાઈલ નીતિથી પાંચ લાખ રોજગારીનું સર્જન કરવામાં આવશે. તે સિવાય SC-ST-OBCને અભ્યાસ માટે 6 ટકા વ્યાજે લોન આપવાની પણ જોગવાઇ કરાઇ હતી. મહાનગરોમાં વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવામાં આવશે. વાજપાઈ બેંકેબલ યોજના હેઠળ મળતી લોન અને સબસિડીની રકમમાં વધારો કરાયો હતો.
ITIને અપગ્રેડ કરવા માટે 450 કરોડની ફાળવણી
ઘરનું ઘર સ્વપન સાકાર કરવા 3 લાખ આવાસ પૂરા પાડવાનું આયોજન છે. બજેટમાં પોષણલક્ષી યોજના માટે 8,200 કરોડ રૂપિયા, મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના માટે 200 કરોડ, ITIને અપગ્રેડ કરવા માટે 450 કરોડની જોગવાઈ કરાઈ છે.
બજેટમા ‘સેન્ટ્રલાઇઝડ કીચન’ યોજનાનું એલાન
ગુજરાત સરકારે પ્રાથમિક શાળાઓનાં વિદ્યાર્થીઓને ભોજન સારી ગુણવત્તાનું અને સમયસર મળી રહે તે માટે “સેન્ટ્રલાઇઝડ કીચન” યોજનાની જાહેરાત કરી છે, આ માટે નાણામંત્રીએ 551 કરોડ રૂપિયાની જોગવાઇ કરી છે.
મુખ્યમંત્રી ગ્રીન રિંગ રોડ યોજનાની જાહેરાત
મુખ્યમંત્રી ગ્રીન રિંગ રોડ યોજના હેઠળ મુખ્ય શહેરોમાં ગ્રીન રિંગ રોડ વિકસાવવા માટે 200 કરોડની જોગવાઈ
બે નવા એક્સપ્રેસની જાહેરાત
- વધુમાં રાજ્યમાં બે નવા એક્સપ્રેસ-વે વિકસાવવામાં આવશે. જેમાં બનાસકાંઠાને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા સાથે જોડતા ડીસાથી પીપાવાવ રસ્તાને “નમોશક્તિ એક્સપ્રેસ-વે” તરીકે વિકસાવવામાં આવશે.
- અમદાવાદથી રાજકોટ અને તેનું એક્ષટેન્શન દ્વારકા, સોમનાથ તથા પોરબંદર જેવા ધાર્મિક, પ્રવાસન સ્થળો અને બંદરોને જોડતાં “સોમનાથ દ્વારકા એક્સપ્રેસ-વે” તરીકે વિકસાવવામાં આવશે.
- રાજ્યમાં બે નવા એક્સપ્રેસ વે વિકસાવવામાં આવશે. જેમાં બનાસકાંઠાને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા સાથે જોડતા ડીસાથી પીપાવાવ રસ્તાને નમોશક્તિ એક્સપ્રેસ વે તરીકે વિકસાવવામાં આવશે.
બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે 4283 કરોડની જોગવાઇ
- બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે 4283 કરોડની જોગવાઇ
- 1450 ડિલક્ષ અને 400 મીડી બસ સાથે કુલ 1850 નવી બસ માટે 766 કરોડની જોગવાઈ
- 200 નવી પ્રિમિયમ એસી બસ સાથે ૨૫ પ્રવાસી યાત્રાધામો ને સાંકળવા 360 કરોડની જોગવાઈ
- નવા ડેપો વર્કશોપ અને બસ સ્ટેશન ના આધુનિકીકરણ માટે 291 કરોડની ફાળવણી
સૌથી વધુ બજેટ જોગવાઈ શિક્ષણ વિભાગ માટે રુ. 59,999 કરોડ
- શિક્ષણ વિભાગ માટે 59,999 કરોડની જોગવાઈ
- સ્કૂલ ઓફ એક્સેલન્સ હેઠળ 25 હજારથી વધુ વર્ગખંડોની માળખાકીય સુવિધા માટે 2114 કરોડની જોગવાઈ
- નમો લક્ષ્મી યોજના માટે 1250 કરોડની જોગવાઈ
- RTE હેઠળ ખાનગી શાળાઓમાં ગરીબ બાળકોને પ્રવેશ આપવા માટે 782 કરોડની જોગવાઈ
- નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના માટે 250 કરોડની જોગવાઈ
- વિદ્યાર્થી બસ પાસ ફી કંસેશન માટે 223 કરોડની જોગવાઈ
- જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ માટે 200 કરોડની જોગવાઈ
- ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓમાં અંદાજિત 22 હજાર શિક્ષકોની ભરતી પ્રક્રિયા પ્રગતિમાં
- મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના માં 78 હજાર વિદ્યાર્થીઓને સહાય આપવા 410 કરોડ
- અમદાવાદની એલ.ડી ઇજનેરી સહિત છ સરકારી ટેકનીકલ સંસ્થાઓમાં AI લેબની સ્થાપના માટે 175 કરોડ
નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ માટે 25641 કરોડની જોગવાઈ
- જળ સંપત્તિ વિભાગ માટે 13,366 કરોડની જોગવાઈ
- સુજલામ સુફલામ પાઇપલાઇન યોજના માટે 1,334 કરોડની જોગવાઈ
- સૌની યોજના માટે 813 કરોડની જોગવાઈ
- કચ્છ માટેની યોજના હેતુ 1,400 કરોડની જોગવાઈ
- સિંચાઇના માળખાના વિસ્તરણ સુધારણા અને આધુનિકીકરણ માટે 1,522 કરોડની જોગવાઈ
- 326 મોટા ચેકડેમ અને વિયર ડેમ બાંધવા માટે 832 કરોડની જોગવાઈ
- સાબરમતી નદી પર બાકીના 6 વિયર બેરેજ માટે 750 કરોડની જોગવાઈ
- ઉદ્વહન સિંચાઇ યોજના માટે 813 કરોડની જોગવાઈ, જે પૈકી આદિજાતિ વિસ્તાર
માટે 548 કરોડની જોગવાઈ - ડેમ સેફ્ટી માટે 501 કરોડની જોગવાઈ
શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને નાણાકીય સહાય માટે 3,353 કરોડની જોગવાઈ
- મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે 27,330 કરોડની જોગવાઈ
- અમૃત 2.0 મીશન અંતર્ગત પાણી ડ્રેનેજ તળાવ અને પરિવહનના વિકાસ માટે
1,950 કરોડની જોગવાઈ - શહેરના વિવિઘ વિકાસ માટે 15 માં નાણા પંચ હેઠળ 1,376 કરોડની જોગવાઈ
- પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના માટે 1,360 કરોડની જોગવાઈ
- સ્વચ્છ ભારત મીશન અને નિર્મળ ગુજરાત માટે 808 કરોડ જોગવાઈ
મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 7,668 કરોડની જોગવાઈ
- ગંગાસરુપા આર્થિક સહાય યોજના હેઠળ વિધવા બહેનોને માસિક 1250 ની સહાય માટે 3015 કરોડ
- આંગણવાડીની બહેનોને માનદવેતન માટે 1241 કરોડ
- પૂરક પોષણ યોજના હેઠળ ત્રણથી છ વર્ષના બાળકોને ભોજન આપવા 673 કરોડની જોગવાઈ
- મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ સગર્ભા માતાને પોષક આહાર માટે 372 કરોડ
- પૂર્ણા યોજના હેઠળ કિશોરીઓ માં કુપોષણનો દર ઘટાડવા 375 કરોડ
- વ્હાલી દિકરી યોજના અંતર્ગત સહાય આપવા માટે 217 કરોડ
- દૂધ સંજીવની યોજનામાં બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓને દૂધ આપવા 133 કરોડ
- મહાનગરોમાં વર્કિંગ વુમન હોસ્ટેલ
- રાજ્યમાં બે નવા એક્સપ્રેસ વેની જાહેરાત
- અંબાજીના વિકાસ માટે 180 કરોડ રૂપિયા
- જામનગરમાં નવી કૃષિ કોલેજ અને થરાદમાં કૃષિ ઇજનેરી કોલેજની સ્થાપના થશે
- કચ્છ, અમદાવાદ, જુનાગઢ, વડોદરા અને હાલોલમાં મેગા ફૂટપાર્ક નિર્માણ કરાશે
- મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના માટે 475 કરોડની જોગવાઈ
- મુખ્યમંત્રી પશુ સારવાર યોજના હેઠળ 45 કરોડની જોગવાઈ
- ખેડૂત સુવિધા રથ માટે 19 કરોડની જોગવાઈ
- કૃષિ યુનિવર્સિટી માટે 1 હજાર કરોડની જોગવાઈ
- ખેડૂતોને વીજ સહાય માટે 10,613 કરોડની જોગવાઈ
- ટ્રેક્ટર ખરીદી સહાય માટે 800 કરોડની જોગવાઈ
- ઓજારોની ખરીદીમાં સહાય આપવા 590 કરોડની જોગવાઈ
યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન માટે 2,748 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા
- નાગરિક ઉડ્ડયન અને યાત્રાધામ માટે મોટી જાહેરાત
- નવલખી અને મગદલ્લા બંદર માટે 250 કરોડ રૂપિયા
- યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન માટે 2,748 કરોડ રૂપિયા
- દાહોદમાં નવું ગ્રીન ફિલ્ડ એરપોર્ટ વિકસાવાશે.
- પોરબંદર, ભાવનગર, સુરત એરપોર્ટના વિસ્તરણ માટે 210 કરોડ રૂપિયા
- પારસી સર્કિટ, ક્રૂઝ ટુરિઝમ, બીચ હોટલ્સ માટે 50 કરોડની જોગવાઈ
- નાના શહેરોને મોટા શહેરોનો હવાઈ માર્ગે જોડવા 45 કરોડની ફાળવણી
કયા મંત્રાલયને કેટલા ફંડની ફાળવણી
-કૃષિ , ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 22498 કરોડ રૂપિયા
– સામાન્ય વહિવટ વિભાગ માટે 1999 કરોડ રૂપિયા
-મહેસુલ વિભાગ માટે 5427 કરોડ રૂપિયા
– ગૃહ વિભાગ માટે 12659 કરોડ રૂપિયા
-કાયદા વિભાગ માટે 2654 કરોડ રૂપિયા
-માહિતી અને પ્રસારણ વિભાગ માટે 362 કરોડ રૂપિયા
-ઉર્જા અન પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે 6751 કરોડ રૂપિયા
-વન અને પર્યાવણ વિભાગ માટે 3140 કરોડ રૂપિયા
– કલાઈમેન્ટ ચેન્જ માટે 429 કરોડ રૂપિયા
એસટી બસ સુવિધા અંગે મોટી જાહેરાત
1450 ડિલક્સ અને 450 મીડી બસ એમ કુલ 1850 નવી બસ, 200 પ્રીમિયમ એસી બસો અને 10 કાર વાન મુકાશે. એસટી બસના અકસ્માત નિવારવા માટે ઓડિયો-વીડિયો એલર્ટ સિસ્ટમ ગોઠવાશે
- પઢાઈ ભી પોષણ યોજના માટે 617 કરોડની જોગવાઈ
- પોરબંદર, ભાવનગર, સુરત એરપોર્ટના વિસ્તરણ માટે 210 કરોડ રૂપિયા
- ઉદ્યોગ અને ખાણ માટે 8,958 કરોડ, મહેસુલ વિભાગ માટે 5,427 કરોડ રૂપિયા
- ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે 6,751 કરોડ
- વન અને પરિણામ વિભાગ માટે 3,140 કરોડની ફાળવણી
ઉઘોગ અને ખાણ વિભાગ માટે 11706 કરોડ રૂપિયાની જોગવાઈ
બંદરો અને વાહન વિભાગ માટે 4283 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઇ હતી. વિદ્યા અને પ્રોધ્યોગીકી વિભાગ માટે 2535 કરોડ રૂપિયા, ઉઘોગ અને ખાણ વિભાગ માટે 11706 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઇ હતી. પ્રવાસન યાત્રાધામ માટે 2748 કરોડ રૂપિયાની જોગવાઇ કરાઇ હતી.
દાહોદમાં નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ વિકસાવાશે
દાહોદમાં નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનાવવામાં આવશે. આ સાથે નાના શહેરોને હવાઇ માર્ગે જોડવા માટે 45 કરોડની ફાળવણી કરવામાં આવી રહી છે.
શહેરી-ગૃહ નિર્માણ વિભાગ માટે 30,325 કરોડ રૂપિયા
બજેટમાં આદિજાતિ વિકાસ માટે 5,120 કરોડ રૂપિયાની, શહેરી-ગૃહ નિર્માણ વિભાગ માટે 30,325 કરોડ રૂપિયા, પંચાયત-ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે 13,772 કરોડ રૂપિયા, નર્મદા, જળસંપતિ, પાણી પૂરવઠા અને કલ્પસર વિભાગ માટે 25,642 કરોડ રૂપિયા, ભાડભૂત બેરેજ યોજના માટે 876 કરોડ રૂપિયાની જોગવાઇ કરાઇ હતી. 1450 ડિલક્સ અને 450 મીડી બસ એમ કુલ 1850 નવી બસ, 200 પ્રીમિયમ એસી બસો અને 10 કાર વાન મુકાશે. એસટી બસના અકસ્માત નિવારવા માટે ઓડિયો-વીડિયો એલર્ટ સિસ્ટમ ગોઠવાશે
શ્રમ-કૌશલ્ય અને રોજગાર વિભાગ માટે 2,782 કરોડની જોગવાઈ
શ્રમ-કૌશલ્ય અને રોજગાર વિભાગ માટે 2,782 કરોડની જોગવાઈ, આરોગ્ય અને પરિવહન-કલ્યાણ વિભાગ માટે 23,385 કરોડની જોગવાઈ, સામાજિક ન્યાય, અધિકારીતા વિભાગ માટે 6,807 કરોડની જોગવાઈ, મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 7,668 કરોડની જોગવાઈ, અન્ન-નાગરિક અને ગ્રાહકોની બાબતોના વિભાગ માટે 2,712 કરોડની જોગવાઈ, રમત-ગમત, યુવા-સાંસ્કૃતિક પ્રવૃતિના વિભાગ માટે 1,093 કરોડની જોગવાઈ, માર્ગ-મકાન વિભાગ માટે 24,705 કરોડ રૂપિયાની જોગવાઈ, આદિજાતિ વિકાસ માટે 5,120 કરોડ રૂપિયાની જોગવાઈ, શહેરી-ગૃહ નિર્માણ વિભાગ માટે 30,325 કરોડ રૂપિયાની જોગવાઈ, પંચાયત-ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે 13,772 કરોડ રૂપિયાની જોગવાઇ કરાઇ હતી.
41 લાખ વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી પોષ્ટિક અલ્પાહાર યોજનાનો લાભ મળશે
41 લાખ વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી પોષ્ટિક અલ્પાહાર યોજનાનો લાભ મળશે. મુખ્યમંત્રી પોષ્ટિક અલ્પાહાર યોજના માટે 617 કરોડ, શિક્ષણ વિભાગ માટે 59 હજાર 999 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી.
કિસાન સૂર્યોદય યોજના માટે 2175 કરોડ
ખેડૂતોને દિવસે વીજળી આપવા માટે કિસાન સૂર્યોદય યોજનાનો અમલ, 97 ટકા ગામોમાં દિવસે વીજળી મળી રહી છે, યોજનાને વધુ સુદ્રઢ કરવા માટે 2175 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે.
મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના માટે કુલ 617 કરોડ રૂપિયાની જોગવાઇ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સંવેદના સભર “પઢાઇ ભી, પોષણ ભી”ના ધ્યેયને સાકાર કરવા “મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના”ની ડિસેમ્બર-2024થી શરૂઆત કરવામાં આવેલ છે. જેમાં 32,277 શાળાઓના 41 લાખ વિદ્યાર્થીઓને લાભ મળે છે. જેના માટે આ બજેટમાં કુલ 617 કરોડ રૂપિયાની જોગવાઇ કરીએ છીએ.
આંગણવાડી યોજના માટે 274 કરોડ રૂપિયાની જોગવાઇ
બાળકોના પોષણ અને વિકાસને સુદ્રઢ કરવા આંગણવાડીઓની ભૌતિક સુવિધામાં વધારો કરવા સરકારે નિર્ણય કર્યો છે. તેને વધુ કાર્યક્ષમ બનાવવા આંગણવાડી યોજના માટે 274 કરોડ રૂપિયાની જોગવાઇ કરાઈ છે.
મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના” માટે 200 કરોડ રૂપિયા
શ્રમિકોને નજીવા દરે ભોજન મળી રહે તે હેતુથી “શ્રમિક અન્નપૂર્ણા યોજના” હેઠળ 290 કેન્દ્રો કાર્યરત છે. જરૂરિયાત પ્રમાણે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો વ્યાપ ઔધોગિક વિસ્તારમાં અને બાંધકામ વિસ્તારમાં વધારવામાં આવશે. શ્રમિકોને કામના સ્થળની નજીક પાયાની સુવિધાઓ સાથે રહેઠાણની વ્યવસ્થા મળી રહે તે હેતુથી “મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના” માટે 200 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે.
- માર્ગ મકાન વિભાગ માટે 24,705 કરોડની જોગવાઈ
- આદિજાતી વિકાસ માટે 5,120 કરોડ રૂપિયાની જોગવાઈ
- શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે 30,325 કરોડ ફાળવાયા
- આરોગ્ય અને પરિવહન કલ્યાણ વિભાગ માટે 23,385 કરોડની જોગવાઈ
- સામાજિક ન્યાય અધિકારી ભાગ માટે 6807 કરોડની જોગવાઈ
- મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 7,668 કરોડની જોગવાઈ
- અન્ન નાગરિક અને ગ્રાહકોની બાબતોના વિભાગ માટે 2,712 કરોડની જોગવાઈ
MSMEને પ્રોત્સાહન
નાણામંત્રી કનુભાઈ દેસાઈએ એમએસએમઈને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો છે. જેમાં MSME અને સ્ટાર્ટઅપની વિવિધ યોજનાઑ માટે 3600 કરોડ રૂપિયાની જોગવાઈ છે. ટેક્સટાઇલ નીતિના કારણે 5 લાખ લોકોને રોજગાર મળશે. વધુમાં ગુજરાત ટેક્સટાઇલ પોલિસી થકી વિવિધ સહાયો માટે બે હજાર કરોડ રૂપિયાની ફાળવણી
દિવ્યાંગોને વાર્ષિક રૂ. 12 હજારની સહાય
નાણામંત્રીએ દિવ્યાંગજનો માટે સંત સુખદાસ યોજનાની જાહેરાત કરી છે. જેમાં 60 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા લોકોને આવરી લેવામાં આવશે. આ યોજના હેઠળ 85 હજારથી વધુ દિવ્યાંગજનોને વાર્ષિક 12 હજાર રૂપિયાની સહાય આપવાની જોગવાઈ છે.
સરકારી આવાસને પ્રોત્સાહન આપશે
નાણામંત્રીએ સરકારી આવસને વેગ આપવા પર ફોકસ કર્યું છે. ગુજરાતના ગરીબો માટે ત્રણ લાખ આવાસ બનાવવાની જાહેરાત કરી છે. શ્રમિક બસેરા યોજના હેઠળ રૂ. 200 કરોડ ફાળવવાની જાહેરાત કરી છે. આવાસ ખરીદવા પર સરકાર 1.70 લાખ રૂપિયા સબસિડી આપશે.
- શિક્ષણ વિભાગ માટે 59 હજાર 999 કરોડની જોગવાઈ
- શ્રમ કૌશલ્ય અને રોજગાર વિભાગ માટે 2,782 કરોડની જોગવાઈ
- નાણા પ્રધાન કનુ દેસાઇએ 3લાખ 70હજાર 250 કરોડનું બજેટ રજૂ કર્યુ
- મહિલાઓના આત્મનિર્ભરતા માટે 100 કરોડની જોગવાઈ
- 3 લાખ 77 હજાર 250 કરોડનું બજેટ રજુ
- ગત વર્ષની સરખામણીએ 17% વધુ બજેટ જાહેર
- રોજગારી આપવામાં ગુજરાત અગ્રેસર
- સેમિ કન્ડક્ટર ક્ષેત્રે વિશ્વ સ્તરે કામ કરાશે: નાણામંત્રી
નાણા મંત્રીએ રજૂ કર્યું બજેટ
નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું બજેટ 2025-26 રજૂ કર્યું છે. તેમણે ભાષણમાં રાજકોષિય ખાધ ઓછી રાખવા તેમજ સેમિ કંડક્ટર ક્ષેત્રે વિકસિત ભારત વિઝનને સાકાર કરવા પર ફોકસ કરવા ભાર મૂક્યો છે.
લાલ રંગના કપડામાં બજેટની કોપી પર ગુજરાતની વિવિધ સંસ્કૃતિ ઉભરી આવી
ગુજરાત નાણામંત્રી કનુભાઈ દેસાઇ આજે બજેટ રજૂ કરશે. લાલ રંગના કપડાની પોથીમાં બજેટની કોપીનો ફોટો રજૂ કરવામાં આવ્યો છે. લાલ રંગના કપડામાં બજેટની કોપી પર ગુજરાતની વિવિધ સંસ્કૃતિ દર્શાવાઈ છે. આદિવાસી વરલી પેઇન્ટિંગ, લાલ પોથી પર ગોલ્ડન રંગના ખાટલી ભરતથી આ સમગ્ર ચિહ્નો બનાવવામાં આવ્યા છે. ગુજરાતની ઓળખ સમાન કચ્છી ભરત કામ, હસ્તકલા, ખેડૂત અને પશુપાલન, જંગલ મહિલાઓ ઉભરી આવે છે.
ગુજરાતના અંદાજપત્ર સાથે નાણામંત્રી કનુ દેસાઈની તસવીર આવી સામે
ગુજરાત બજેટ 2025-26
વિઝન વિકસિત ગુજરાતનું,
મિશન જનકલ્યાણનું#GujaratBudget2025 pic.twitter.com/ntdv5W9sXZ
— BJP Gujarat (@BJP4Gujarat) February 20, 2025
નાણામંત્રી કનુ દેસાઈ ગુજરાત વિધાનસભામાં 2025-26નું અંદાજપત્ર રજૂ કરવા આવી પહોચ્યા છે. તેમણે રેગ્યુલર બેગની જગ્યાએ ખાસ પ્રકારના લાલ રંગની પોથીમાં બજેટ ભાષણ રાખ્યું હતું. આ પોથી ઉપર આદિજાતિ સંસ્કૃતિની ઓળખ સમી વાર્લી પેઈન્ટિંગ અને કચ્છની ભાતીગળ કલા અંકિત કરેલી છે. સાથે ભારતના રાષ્ટ્રીય ચિહ્ન અશોક સ્તંભને દર્શાવેલ છે. આમ આઝાદીના અમૃત મહોત્સવ સાથે આદિવાસી અને કચ્છી સમાજની આગવી ઓળખને પણ સાંકળવામાં આવી છે.
10:47 AM
દરેક સમાજનું ધ્યાન રાખી બજેટ રજૂ થશે: ઋષિકેશ પટેલ
વિશ્વમાં વધી રહી છે ભારતના આયુર્વેદની માંગ.. pic.twitter.com/X2pAl7FZo0
— Rushikesh Patel (@irushikeshpatel) February 20, 2025
આરોગ્ય પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશ પટેલે ટ્વીટ કરીને બજેટ વિશે માહિતી આપી છે. તેમણે જણાવ્યું છે કે દરેક સમાજનું ધ્યાન રાખી બજેટ રજૂ થશે. રાજ્યના નાગરિકોની આશા અપેક્ષાઓ પૂરું કરતું બજેટ હશે. રાજ્યના સર્વાગી વિકાસમાં આ બજેટ મહત્વપૂર્ણ હશે. ઉઘોગ બાળ મહિલા આરોગ્ય શિક્ષણ સહિતના ક્ષેત્રે મહત્વનું હશે.
09:53 AM
અંદાજપત્રની બુક નાણા વિભાગમાંથી સીધી જ વિધાનસભામાં સુરક્ષા સાથે પહોંચી!
વિઝન વિકસિત ગુજરાતનું, મિશન જનકલ્યાણનું…ગુજરાતનું બજેટ પોણા ચાર લાખ કરોડની આસપાસનું બની રહેશે. તેવું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. અંદાજપત્રની બુક નાણા વિભાગમાંથી સીધી જ વિધાનસભા પોલીસ સુરક્ષા વચ્ચે લઈ જવામાં આવી. આ બજેટમાં અનેક યોજનાઓને સામેલ કરાયો છે.
ગુજરાત બજેટને કારણે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો દિલ્હી પ્રવાસ રદ
ગુજરાત બજેટને કારણે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો દિલ્હી પ્રવાસ રદ થયો છે. કારણ કે ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ વિધાનસભામાં રજૂ થવાનું હોવાથી આ પ્રવાસ રદ કર્યો છે. સત્તાવાર માહિતી મુજબ, આજે દિલ્હી ખાતે બીજેપી શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમાં હાજરી આપશે નહીં.
નવા બજેટમાં ટુરિઝમ સેક્ટર પર રાજ્ય સરકાર ફોકસ કરશે
નવા બજેટમાં ટુરિઝમ સેક્ટર પર રાજ્ય સરકાર ફોકસ કરશે. તથા ઈવેન્ટ બેઝ ટુરિઝમ સેક્ટર સમાવવા જાહેરાત થઈ શકે છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવા માટે નવી જાહેરાત કરાશે. તેમજ રસ્તાઓ, વાહનવ્યવહાર સહિત નવા પ્રોજેક્ટની જાહેરાત કરશે સાથે જ શહેરી વિકાસ વિભાગમાં પણ નવા વિકાસના કામોનો સમાવાશે અને નવી મહાનગરપાલિકાઓ બાબતે પણ જાહેરાત કરશે. તેમજ નવી મહાનગરપાલિકાના વિકાસ કામોનો બજેટમાં સમાવેશ થશે. વિધાનસભા બજેટ સત્ર દરમિયાન વિવધ વિભાગના પ્રશ્નોની ચર્ચા થશે. વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી કાળથી બેઠકની શરૂઆત થશે. CM હસ્તકના સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા પ્રશ્નોની ચર્ચા થશે. તેમજ ગૃહ, મહેસૂલ, શહેરી વિકાસ વિભાગોના પ્રશ્નોની સમીક્ષા કરાશે.
વિધાનસભા સત્ર દરમિયાન સરકાર 4 વિધેયકો રજૂ કરશે
1. ગુજરાત રાજ્ય ફિઝિયોથેરાપી કાઉન્સિલ (રદ કરવા) વિધેયક – 2025 2. ગુજરાત ચિકિત્સા સંસ્થાઓ (રજિસ્ટ્રેશન અને નિયમન) વિધેયક – 2025 3. ગુજરાત ગુડ્ઝ અને સર્વિસ ટેક્સ (સુધારા) વિધેયક – 2025 4. ગુજરાત પ્રોફેશનલ સિવિલ એન્જિનિયર (રદ કરવા) વિધેયક – 2025
ગુજરાત વિધાનસભામાં આજે નાણાંકીય વર્ષ 2025-26નું પેપરલેસ બજેટ રજૂ કરાશે
નાણામંત્રી કનુ દેસાઈ આજે ચોથી વખત ગુજરાત રાજયનું બજેટ રજૂ કરવાના છે. આજે બપોરે 12 વાગે વિધાનસભા સત્ર મળશે તેમાં આ બજેટ રજૂ કરવામાં આવશે. ગુજરાત વિધાનસભામાં આજે નાણાંકીય વર્ષ 2025-26નું પેપરલેસ બજેટ રજૂ કરાશે. આ બજેટમાં કુલ 10 જેટલી નવી જાહેરાતો પણ કરાઈ શકે છે. વર્ષ 2024-25ના ખર્ચના પૂરક પત્રક પણ રજૂ થશે.
ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રનો પ્રારંભ થઇ ચૂક્યો છે. આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈ વિધાનસભામાં ગુજરાત સરકારનું સામાન્ય બજેટ રજૂ કરશે. અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ હશે. નાણામંત્રી ચોથું બજેટ રજૂ કરશે. બજેટની પળેપળની અપડેટ માટે અબતક મીડિયા લાઈવ સાથે કનેક્ટ રહો.
- કનુ દેસાઈ સતત ચોથી વખત બજેટ રજૂ કરશે
- નવા બજેટમાં ટુરિઝમ સેક્ટર પર રાજ્ય સરકાર ફોકસ કરશે
- સાંસ્કૃતિ વિભાગ, વાહનવ્યવહાર વિભાગના પશ્નો અંગે ચર્ચા થશે