નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ રાજ્યના તમામ વર્ગોની સુખાકારીમાં વધારો કરતું વર્ષ 2022-23નું રૂ. 2,43,965 કરોડનું અંદાજપત્ર ગૃહ સમક્ષ રજૂ કર્યું. તેમણે બજેટના શરૂઆતી ભાષણમાં કહ્યુ કે, 20 વર્ષમાં માથાદીઠ આવક 19 હજારથી વધી 2.14 લાખ થઈ. 1 વર્ષમાં 1,63,000 કરોડની એફડીઆઈ ગુજરાતમાં આવી છે. 2 લાખ 43 હજાર અને 965 કરોડ રૂપિયાનુ બજેટ વર્ષ 2022-23ના વર્ષ માટે રજૂ કરવામાં આવ્યુ છે. બજેટ 2022 ની સૌથી મોટી વાત તો એ છે કે, રાજ્યમાં કોઈ નવા વેરા ઝીંકાયા નથી. મધ્યમ વર્ગના કરદાતાઓને રાહત આપતુ આ બજેટ છે.
રાજ્યમાં ઈતિહાસનું સૌથી મોટુ બજેટ નાણામંત્રી કનુ દેસાઈએ રજૂ કર્યુ છે. લોકોની સુખાકારીને ધ્યાનમાં રાખીને સૌથી વધુ કૃષિ, આરોગ્ય અને જળ વિભાગ માટે ફાળવણી કરાઈ છે. ખેડૂતોને વ્યાજ સહાય માટે નવી યોજના જાહેર કરવામા આવી છે. સાથે જ રાજ્યમાં કરવેરામાં કોઈ ફેરફાર કરાયો નથી. રાજ્યમાં 12000 સુધીના માસિક પગારમાં કોઈ પ્રોફેશનલ ટેક્સ નહિ લાગે.
વર્ષ 2022-23ના અંદાજપત્રમાં 560.09 કરોડની પુરાંત રહેવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. ગુજરાતમાં હયાત વેરામા કોઈ જ પ્રકારનો ફેરફાર કરવામાં નથી આવ્યો. સરકારની આવકમા 108 કરોડનો ઘટાડો થવાનો અંદાજ રાખવામાં આવ્યો છે.
– ર01 કિલોમીટરના અમદાવાદ-બગોદરા-રાજકોટ હાઇવેને ‘33પ0 કરોડના ખર્ચે છ-માર્ગીય કરવાની કામગીરી.
– મહાનગરો, બંદરો, ઔદ્યોગિક વિસ્તારો, પ્રવાસન તથા યાત્રાધામોને જોડતા 830 કિલોમીટરના 49 રસ્તાઓના અનુભાગોને ફોર-લેન બનાવવાની ‘2801 કરોડની કામગીરી.
– પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત 1750 કિલોમીટર અને મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત 4500 કિલોમીટર લંબાઇના ગ્રામ્ય રસ્તાઓ અને 200 જેટલા પુલો માટે જોગવાઇ ‘2208 કરોડ.
– 79 રસ્તાના અનુભાગોની 1253 કિલોમીટર લંબાઈને 7 કે 10 મીટર પહોળા કરવાની ‘1537 કરોડની કામગીરી.
– સરખેજ-ગાંધીનગર હાઇવેને ‘913 કરોડના ખર્ચે છ-માર્ગીય કરવાની કામગીરી પૂર્ણતાના આરે.
– વિશ્વબેન્ક સહાયિત યોજના અંતર્ગત મહેસાણા-પાલનપુર રાજ્ય ધોરીમાર્ગની ફ્લાયઓવર સહિત છ-માર્ગીયકરણની ‘570 કરોડની કામગીરી.
– ગાંધીનગર-કોબા-હાંસોલ રોડ (એરપોર્ટ રોડ) પર રાજસ્થાન સર્કલ પર ‘136 કરોડના ખર્ચે એકસ્ટ્રા ડોઝ કેબલ સ્ટેડ બ્રિજ તેમજ રક્ષાશક્તિ સર્કલ પર ‘પ0 કરોડના ખર્ચે ફલાય ઓવરબ્રીજના કામો.
રેલ્વે ક્રોસીંગ પર ઓવરબ્રીજ બનાવવા માતબર જોગવાઈ
– ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોર ઉપર આવતા તેમજ અન્ય રેલ્વે ક્રોસીંગો ઉપર ‘4100 કરોડના ખર્ચે 78 રેલ્વે ઓવરબ્રીજની કામગીરી.
રાજ્યમાં 1 લાખ કરતા વધારે ટી.વી.યુ. ધરાવતા રેલ્વે ક્રોસીંગો ઉપર ‘5 હજાર કરોડના ખર્ચે 100 ઓવરબ્રીજની કામગીરી.
– પી.એમ. ગતિશકિત અંતર્ગત મહત્વના પ્રોજેક્ટ અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેનના ઇક્વીટી ફાળા માટે જોગવાઇ ‘1870 કરોડ.
– બગોદરા-તારાપુર-વાસદ રસ્તાની 101 કિલોમીટરની લંબાઇને ‘1654 કરોડના ખર્ચે છ-માર્ગીકરણની કામગીરી પૂર્ણતાના આરે. નવા કામો
– દરિયાકાંઠે આવેલ હયાત રસ્તાઓનું અપગ્રેડેશન તેમજ પુલના બાંધકામ સહિત કોસ્ટલ હાઇ-વે વિકસાવવા ‘2440 કરોડનું આયોજન જે પૈકી પ્રથમ તબક્કાની કામગીરી માટે જોગવાઇ ‘244 કરોડ.
– આદિજાતિ વિસ્તારમાં ગામમાંથી શાળા તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુધીના પાકા રસ્તા અને પુલો બનાવવા જોગવાઇ ‘105 કરોડ.
– સુરત ખાતે બહુમાળી વહીવટી ભવનમાં રાજ્ય સરકારની કચેરીઓને કાર્યાન્વિત કરવા ઓફિસ સ્પેસ પેટે જોગવાઇ ‘100 કરોડ.
– આદિજાતિ વિસ્તારના ગિરિમથક સાપુતારાથી શબરીધામ, ઝરવાણી ધોધ થઇને સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતા નગરને જોડતા 10 મીટર પહોળા અને 218 કિલોમીટર લંબાઇના રસ્તાને વિકસાવવા માટે ‘1670 કરોડનું આયોજન જે પૈકી આ વર્ષે પ્રથમ તબક્કાની કામગીરી માટે જોગવાઇ ‘90 કરોડ.
– ભરૂચ બાયપાસ પર શ્રવણ ચોકડી પર ‘400 કરોડના ખર્ચે 2 કિલોમીટર લંબાઇનો છ-માર્ગીય એલીવેટેડ કોરીડોર.
– વઘઇ-સાપુતારા રસ્તાની 40 કિલોમીટર લંબાઇને અંદાજિત ‘1200 કરોડના ખર્ચે ચાર-માર્ગીય કરવાનું આયોજન.
– ઉભરાટ ખાતે સુરત અને નવસારી જિલ્લાને જોડતા ‘300 કરોડની કિંમતના નવીન પુલની કામગીરીનું આયોજન.