રૂફટોપ સોલાર પ્રોજેક્ટ સ્થાપનની બાબતે દેશભરમાં ગુજરાત પ્રથમ ક્રમાંકે છે. જુલાઈ 23, 2019ની સ્થિતિએ ગુજરાતની કુલ રૂફટોપ સોલાર ઇન્સ્ટોલેશન કેપેસિટી 261.97 મેગા વોટ (MW)ની હતી. ભારતમાં કુલ રૂફટોપ સોલર ઇન્સ્ટોલેશન 1,700.54 મેગાવોટ જેટલું છે. ગુજરાત પછી અનુક્રમે મહારાષ્ટ્ર 198.52 MW સાથે બીજા ક્રમે અને તમિલનાડુ 151.62 MW સાથે ત્રીજા ક્રમે આવે છે.
કેન્દ્રીય નવીન અને પુનઃપ્રાપ્ય ઊર્જા રાજ્યમંત્રી આર. કે. સિંહે રાજ્યસભામાં 23 જુલાઈ, 2019ના રોજ ઉપરોકત માહિતી રાજયસભા સાંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુતરમાં આપી હતી.