ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને ધો.12માં ચાલુ શૈક્ષણિક ર્વેથી પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરાયો છે. જેને લઈને બોર્ડ દ્વારા પ્રશ્ર્નપત્રના ગુણભાર અને બ્લુ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે. બોર્ડ દ્વારા તૈયાર કરાયેલી બ્લુ પ્રિન્ટ મુજબ ધો.10માં હવે માત્ર 16 માર્કસના પ્રશ્ર્નો હેતુલક્ષી રહેશે. જ્યારે ધો.12માં 20 માર્કસના પ્રશ્ર્નો હેતુલક્ષી પુછવામાં આવશે. બોર્ડ દ્વારા ધો.10ના 8 વિષય અને ધો.12ના 7 વિષયના પરિરૂપ તૈયાર કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ ધો.10 અને ધો.12માં 50 માર્કસના હેતુલક્ષી પ્રશ્ર્નોની પદ્ધતિ રદ્દ કરી ચાલુ વર્ષથી નવી પરીક્ષા પદ્ધતિ અમલમાં મુકવામાં આવી છે. નવી પરીક્ષા પદ્ધતિને લઈને બોર્ડ દ્વારા ધો.10ના 8 વિષય જેમાં ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, સંસ્કૃત અને સામાજિક વિજ્ઞાન વિષયનો સમાવેશ થાય છે.
તેના પરિરૂપ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે ધો.12માં ગુજરાતી, અંગ્રેજી, હિન્દી અને સંસ્કૃત મળીને કુલ 7 વિષયના પરિરૂપ જાહેર કરાયા છે.
નવા પરિરૂપ પ્રમાણે આ વિષયમાં સૌથી મોટો હેતુલક્ષી પ્રશ્ર્ન મુકાયો છે. અત્યાર સુધી બોર્ડ દ્વારા 50 ટકા પ્રશ્ર્નો હેતુલક્ષી પુછવામાં આવતા હતા પરંતુ હવે તેના બદલે ધો.10માં 16 ગુણના પ્રશ્ર્નો હેતુલક્ષી પુછાશે. જ્યારે ધો.12માં 20 ગુણના પ્રશ્ર્નો હેતુલક્ષી પુછવામાં આવશે.
આ ઉપરાંત ધો.10માં અંગ્રેજી દ્વિતીય ભાષામાં 3 માર્કસના અતિ ટૂંકા જવાબો, 36 માર્કસના ટૂંકા પ્રશ્ર્નો, 19 માર્કસના લાંબા પ્રશ્ર્નો અને 6 માર્કસના નિબંધ પ્રકારના પ્રશ્ર્નો પુછવામાં આવશે. જ્યારે ગુજરાતી પ્રથમ ભાષામાં 16 માર્કસના અતિ ટૂંકા જવાબી પ્રશ્ર્નો, 12 માર્કસના અતિ ટૂંકા જવાબી પ્રશ્ર્નો, 28 માર્કસના લાંબા પ્રશ્ર્નો અને 8 માર્કસના નિબંધ પ્રકારના પ્રશ્ર્નો પુછવામાં આવશે. ગુજરાતીમાં જ્ઞાન આધારીત 29 માર્કસના પ્રશ્ર્નો અને સમજણ આધારીત 16 ગુણના પ્રશ્ર્નો પુછવામાં આવશે. જ્યારે ધો.12માં અંગ્રેજી દ્વિતીય ભાષામાં 20 માર્કસના હેતુલક્ષી પ્રશ્ર્ન ઉપરાંત 5 માર્કસના અતિ ટૂંકા જવાબી પ્રશ્ર્ન, 32 માર્કસના અતિ ટૂંકા જવાબી પ્રશ્ર્ન, 35 માકર્સના લાંબા જવાબી પ્રશ્ર્ન અને 8 માકર્સના નિબંધ પ્રકારના પ્રશ્ર્નો પુછાશે. જ્યારે ગુજરાતી પ્રથમ ભાષામાં 26 માર્કસના અતિ ટૂંકા જવાબી પ્રશ્ર્ન, 8 માર્કસના ટૂંકા જવાબી પ્રશ્ર્ન, 36 માર્કસના લાંબા જવાબી પ્રશ્ર્ન અને 10 માર્કસના નિબંધ પ્રકારના પ્રશ્ર્ન પુછાશે.