ધો.૯ અને ૧૧માં પાસ થવા માટે ૩૩ માર્ક મેળવવાના રહેશે, ગ્રેસીંગ પધ્ધતીમાં ફેરફારો કરાયા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડે ધો.૯ અને ૧૧માં ફેલ થનારા વિદ્યાર્થીઓને ધકકા પાસ કરવા અંગેના નવા નિયમોની સૂચી જાહેર કરી છે. ગુજરાત બોર્ડની તમામ સ્કુલો માટેના ચડાઉ પાસના નિયમો સરખા રહેશે ધો.૯ અને ૧૧ બાદ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા પહેલા અભ્યાસક્રમમાં વધુ ભાર દેવાશે ગુજરાત બોર્ડની કોઈપણ પરીક્ષામાં પાસ થવા માટે દરેક વિષયોમાં ઓછામાં ઓછા ૩૩ માર્ક મેળવવાના હોય છે.
નવા નિયમો મુજબ જો વિદ્યાર્થીને કોઈપણ વિષયમાં ૨૫ માર્ક મેળવ્યા હશે તો સ્કુલ અથવા ફેકલ્ટી મેમ્બર નિયમો મુજબ ગ્રેસીંગ માર્ક આપી શકે છે. આ ગાઈડલાઈન ગર્તમાન શૈક્ષણીક વર્ષમાં જ લાગુ કરવામાં આવશે રાજયની તમામ ગુજરાત બોર્ડની સ્કુલોમાં આ નિયમોનું અમલીકરણ કરાશે વિદ્યાર્થી જે વિષયમાં નાપાસ થયો છે. તેણે તે વિષયમાં કેટલા માર્ક મેળવ્યા છે. તેને આધારે ગ્રેસ માર્ક આપવામાં આવશે. જે જીએસઈબી સ્કુલો બોર્ડ દ્વારા બનાવેલા નિયમોને બદલે સખ્ત વર્તન કરવા માંગે છે. તેણે બોર્ડની પરવાનગી લેવી પડશે.
જો વિદ્યાર્થીઓને ધકકાગાડી કરીને પાસ કરી દેવામાં આવશે તો અન્ય વિદ્યાર્થીઓ પણ પરીક્ષા માટે મહેનત કરવાનું બંધ કરીને ચડાઉ પાસ પધ્ધતીનો લાભ લેવા લાગે તો શિક્ષણસ્તર નીચુ પછડાઈ શકે, તો એવી પણ સંભાવનાઓ છે કે ચડાઉ પાસ થયેલા વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાકોઈ બાંધછોડ મળવાની નથી માટે તેઓ બમણી મહેનત શરૂ કરી દે તેવું પણ બની શકે છે.