2008માં ગુજરાતમાં સીરિયલ બ્લાસ્ટ કરનાર ઈન્ડિયન મુઝ્ઝાહિદ્દીનના આતંકી અબ્દુલ સુભાન કુરૈશીની આજે દિલ્હીમાંથી ધરપકડ કરવામાં આવી છે. તેણે 26 જાન્યુઆરી પહેલાં દિલ્હીમાં પણ મોટાપાયે બ્લાસ્ટ કરવાનું કાવતરું ઘડ્યું હતું જે પોલીસે નિષ્ફળ કરી દીધું છે. પોલીસના જણાવ્યા પ્રમાણે કુરૈશી પાસેથી બોમ્બ બનાવવાનો સામાન પણ મળી આવ્યો છે અને તેણે દિલ્હીમાં મોટા પાયે બ્લાસ્ટ કરવાનું કાવતરું ઘડ્યું હતું.
નોંધનીય છે કે, પી. ચિદમ્બરમ જ્યારે ગૃહમંત્રી હતા ત્યારે તેમણે 50 વોન્ટેડ લોકોનું લિસ્ટ જાહેર કર્યું હતું તેમાં આઈએમ આતંકી કુરૈશીનું નામ પણ સામેલ હતું. માનવામાં આવે છે કે કુરૈશી મુઝ્ઝાહિદ્દીનના છોકરાઓને બ્લાસ્ટ માટે ઉકસાવવાનું કામ કરતો હતો.