સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ બદલ વડાપ્રધાન અને મુખ્યમંત્રીનો આભાર વ્યકત કરતા પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી
પ્રદેશ ભાજપા અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે, વિશ્વની સૌથી ઉંચી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાના લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી, ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ, ગુજરાતના રાજ્યપાલ ઓ.પી.કોહલી, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ તેમજ મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળાએ દેશના પ્રમ નાયબ વડાપ્રધાન અને ગુજરાતના પનોતાપુત્ર સરદાર વલ્લભભાઇ પટેલ પ્રત્યે સન્માન અને શ્રધ્ધા વ્યક્ત કરવા માટે ઉપસ્તિ રહીને લોકોને ઉત્સાહિત કરીને માર્ગદર્શન આપ્યુ તે બદલ સમગ્ર ગુજરાતની જનતા વતી આભારની લાગણી વ્યક્ત કરું છું.
સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે સરદાર પટેલના વિરાટ વ્યક્તિત્વને ઉજાગર કરતી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાના લોકાર્પણના ભવ્ય કાર્યક્રમનો વિરોધ કરનારા વિરોધપક્ષોએ ભૂતકાળમાં સરદાર વલ્લભભાઇ પટેલને તેમના જીવન દરમ્યાન કેવા હાંસિયામાં ધકેલી દીધા હતા અને તેમના પછી મૃત્યુ પછી પણ તેમને માન-સન્માન આપવામાં ઉદાસીન રહેનાર વિરોધપક્ષોને આ કાર્યક્રમનો વિરોધ કરી ફરી એકવાર તેમની સરદાર પટેલ વિરોધી અને ગુજરાતીઓ વિરોધી માનસિકતા છતી કરી છે.
જીતુભાઇ વાઘાણીએ માહિતી આપતા જણાવ્યુ હતુ કે, ગુજરાતના બે પાડોશી રાજ્યો રાજસન અને મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે, ગુજરાતમાંથી ભાજપાના આગેવાનો અને કાર્યકરો એ રાજ્યોમાં ચૂંટણી પ્રચાર અને વ્યવસમાં મદદરૂપ વા માટે જનાર છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ભાજપાના ૧૦૦૦ થી વધુ કાર્યકરો અને આગેવાનો મહામંત્રી કે.સી.પટેલ તથા શંકરભાઇ ચૌધરીની આગેવાની હેઠળ તેમજ દક્ષિણ અને મધ્યગુજરાતના ભાજપાના ૧૦૦૦થી વધુ આગેવાનો અને કાર્યકરો મધ્યપ્રદેશ ખાતે વિધાનસભાની ચૂંટણીના પ્રચાર અને વ્યવસમાં મદદરૂપ વા માટે કાર્યકરો જનાર છે. પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ, પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, અને ભૂપેન્દ્ર લાખાવાલાની આગેવાનીમાં મધ્યપ્રદેશ ખાતે પ્રચારમાં જશે.
ગુજરાતમાં આગામી લોકસભાની ચૂંટણી માટે ૨૬ બેઠકો ઉપર બેઠકદીઠ પ્રભારી, ઇન્ચાર્જ તા સહ ઇન્ચાજને જવાબદારીઓ સોંપવામાં આવી છે અને તેઓ તે લોકસભા બેઠક માટે કાર્યરત રહેશે. લોકસભા ચૂંટણી સંબંધિત વિવિધ વિભાગોમાં તબક્કાવાર આગેવાનોની નિયુક્તિ કરવામાં આવનાર છે.