ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા આજે પ્રદેશ કારોબારીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 79 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે પ્રદેશ આમંત્રીત સભ્યોમાં 150 નેતાઓ અને પ્રદેશ વિશેષ આમંત્રીત સભ્ય તરીકે 52 ધુરંધરોને સ્થાન આપવામાં આવ્યું છે. રાજકોટના અનેક અગ્રણી નેતાઓને પ્રદેશ ભાજપની કારોબારીમાં સમાવી લેવામાં આવ્યા છે.
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા આજે 79 સભ્યોની કારોબારી જાહેર કરવામાં આવી છે. જેમાં આઈ.કે.જાડેજા, રણછોડ દેસાઈ, પુનમબેન માડમ, મુળુભાઈ બેરા, રમેશ મિસ્ત્રી, નયનાબેન પટેલ, અશોક ભાવસાર, ભાનુબેન બાબરીયા, હર્ષ સંઘવી, ઝંખનાબેન પટેલ, દર્શિનીબેન કોઠીયા, તખતસિંહ હડીયોલ, હંસાકુંવરબા રાજ, કુશળસિંંહ પઢેરીયા, વંદનાબેન મકવાણા, સુરેશભાઈ ભટ્ટ, તુષારસિંહ, ગૌતમભાઈ શાહ, બિજલબેન પટેલ, વિનુભાઈ પટેલ, અમીબેન પરીખ, ભરતભાઈ દેવજીભાઈ રાજગોર, કુમુદબેન જોષી, સુમિત્રાબેન ચૌધરી, અજીતભાઈ હળપતી, રેખાબેન ડુંગરાણી, રીટાબેન પટેલ, હસમુખભાઈ જેઠવા, વિનોદભાઈ ભંડેરી, દિનેશભાઈ અમૃતિયા, શંભુપ્રસાદ ટુંડીયા, અમિતભાઈ ઠાકર, મહેન્દ્રભાઈ મશરૂ, છત્રસિંહ મોરી, અમોહચંદ્ર શાહ, દર્શનાબેન વાઘેલા, નીતિનભાઈ ભારદ્વાજ, રાણાભાઈ દેસાઈ, સંગીતાબેન પાટીલ, મનિષાબેન વકીલ, ડો.દર્શનાબેન દેશમુખ, કાળુભાઈ માલીવાડ, અરજણભાઈ રબારી, જ્યોતિબેન વાછાણી, સંજયભાઈ પટેલ, બાબુરાવ ચૌર્યા, નીમિષાબેન સુથાર, મીનાક્ષીબેન પટેલ, ચંદ્રશેખરભાઈ દવે, મહેન્દ્રસિંહ રાણા, ભીખીબેન પરમાર, રશ્મિકાંતભાઈ પટેલ, મનસુખભાઈ ભુવા, મેહુલભાઈ ઝવેરી, ચેતનભાઈ રામાણી, પ્રવિણભાઈ પટેલ, ગીરીશભાઈ કોટેચા, દેવજીભાઈ વરચંદ, હસમુખભાઈ કણજારીયા, અશોકભાઈ જોષી, પ્રિતીબેન પટેલ, ડો.જ્યોતિબેન શુકલ, ગણપતભાઈ કણઝરીયા, રમેશભાઈ રાઠવા, ગોપાલસિંહ પરમાર, રૈયાબેન જલોધ્રા, નિયતીબેન પટેલ, મગનભાઈ વડાવીયા, માધુભાઈ કથીરીયા, શશીકાંતભાઈ પટેલ, ભાવીબેન પટેલ, આસવભાઈ પટેલ, નંદીનીબેન ભટ્ટ, બીલજીભાઈ ભીલ, ઈન્દીરાબેન ડામોર, પ્રવિણસિંહ વાઢેર, કાળુભાઈ કાંકરેચા, અનિલભાઈ મહેતા અને પવનભાઈ સોનીનો પ્રદેશ કારોબારીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
જ્યારે રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયા, પૂર્વ મંત્રી જશુમતિબેન કોરાટ, રમેશભાઈ રૂપાપરા, ભરતભાઈ પટેલ, માંધાતાસિંહ જાડેજા, રક્ષાબેન બોળીયા, લાલજીભાઈ સાવલીયા, વી.ડી.પટેલ, જીતુભાઈ મહેતા સહિત 150 આગેવાનોનો પ્રદેશ કારોબારીમાં આમંત્રીત સભ્યો તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે તો રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી પુરૂષોતભાઈ રૂપાલા, રાજ્ય સરકારના કેબીનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, આર.સી.ફળદુ, મંગુભાઈ પટેલ, ભારતીબેન શિયાળ, રાજેન્દ્રસિંહ રાણા, જીતુભાઈ વાઘાણી, નરહરી અમીન, સૌરભભાઈ પટેલ, બાબુભાઈ બોખીરીયા, શંકરસિંહ ચૌધરી સહિત 52 ધુરંધરોને કારોબારીમાં વિશેષ આમંત્રીત સભ્ય તરીકે સ્થાન આપવામાં આવ્યું છે.