હાલના ૪૮ સીટીંગ નગરસેવકોમાંથી દોઢ ડઝનની ટીકીટ રિપીટ થવાની શકયતા: ઘણા નવા ચહેરાઓને લોટરી લાગવાની ચર્ચાઓ: બીજી બાજુ એક ડઝન જેટલા સિનિયર સીટીંગ કોર્પોરેટરોના પત્તાં કપાવાની દહેશતથી ગ્રુપ મિટિંગનો દોર શરૂ: શહેરમાં એક જ ચર્ચા કોણ કપાસે ને ક્યાં નવા ચહેરા આવશે?

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ઉમેદવારોની ટીકીટ ફાળવણી અંગે છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલ ગુજરાત ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો આજે છેલો દિવસ છે.આ બેઠકમાં રોજ બે મહાનગરપાલિકાઓ માટે જે તે શહેરના સંગઠનના હોદ્દેદારોની સાંભળવાંમાં આવતા હોય ત્યારે ગઈકાલે બપોર બાદ જામનગરનો વારો હતો ત્યારે ભાજપ શહેર અધ્યક્ષ અને બે મહામંત્રીઓ આ બેઠકમાં હાજરી આપી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ટીકીટ ફાળવણી માટેની ચર્ચા વિચારણા કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ગઈકાલે મંગળવારે જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી કરવાની હોય ત્યારે આ બેઠકમાં જામનગર શહેર ભાજપ અધ્યક્ષ ડો.વિમલ કગથરા તથા મહામંત્રીઓ પ્રકાશ  બાભણીયા અને વિજયસિંહ જેઠવા આ બેઠકમાં હાજર રહ્યા હતા ત્યારે ઉપસ્થિત મહાનુભાવો સાથે જામનગરની ૧૬ વોર્ડના ૬૪ ઉમેદવારો માટેની ટીકીટ ફાળવણી અંગે ચર્ચાઓ હાથ ધરવામાં આવી હતી.ખાસ કરીને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા ટીકીટ આપવા અંગે જે નિયમો નક્કી કરાયા છે ત્યારે બાદ જામનગર સહિત તમામ શહેરમાં વિખવાદો ઉભા થયાનું ચર્ચાઈ રહ્યું છે એટલે આ વખતે ટીકીટ ફળવાણીનો પ્રશ્ન પેચીદો બની ગયો છે.અને જામનગરમાં પણ આ મુદ્દે સખાળ-દાખળ શરૂ થઈ ગઈ છે.જો નવા નિયમ મુજબ જ જો ટિકિટની ફાળવણી કરવામાં આવશે તો એક ડઝન જેટલા સિનિયર કોર્પોરેટરોએ ઘરે બેસવાનો વારો આવશે અને જેના કારણે સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.જેમાં ખાસ કરીને ૩ કે ૪ ઉમેદવારો બળવો કરે તેવી ચર્ચા પણ ચાલી રહી છે.

હાલ જામનગરમાં ૪૮ સીટીંગ ઉમેદવારો છે તેમાંથી કોને રિપીટ કરવા ને કોને ઘરે બેસાડવામાં આવશે તે જ ચર્ચા રાજકીય લોબીમાં થઈ રહી છે. આધારભૂત સુત્રોમાંથી એવું જાણવા મળે છે કે હાલ જે ૪૮ સીટીંગ ઉમેદવારો છે તેમાંથી દોઢ ડઝન સીટીંગ કોર્પોરેટરની ટીકીટ રિપીટ કરવાનું ફાઇનલ છે. જો કે ૧૬ વોર્ડ માટે ૬૪ ઉમેદવારો નક્કી કરવાના છે અને તે પણ કદાચ નવા નિયમ મુજબ એટલે આમેય કેટલાકના નામો પર આમેય પુર્ણવિરામ લાગી જશે.હોવી જોવાનું તે રહ્યું કે કેટલા નવા ચહેરા આવશે કે પછી આગામી દિવસોમાં આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખી ચહેરાની પસંદગી કરવામાં આવશે..? તે તમામ બાબતો અંગે આગામી બે દિવસમાં ખબર પડી જશે.કરણ કે જામનગર માટેની મોટા ભાગના નામોની યાદી લગભગ ગુરુવાર સુધીમાં બહાર પડી જશે તેવી ચર્ચા થઈ રહી છે. ટીકીટ મળનાર સંભવિત ઉમેદવારો, વોર્ડ ન.૨, જયેન્દ્રસિંહ ઝાલા, વોર્ડ ન.૩…સુભાષ જોશી અને અલકાબેન જાડેજા વોર્ડ ન.૬, જાજીબેન ડેર બોર્ડ..૭,  અરવિંદભાઈ સભાયા વોર્ડ..ન.૮, મેઘનાબેન હરિયા અને દિવ્યેશભાઈ અકબરી વોર્ડ ન.૧૩, કેતન નાખવાના નામની ચર્ચા થઇ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.