ગુજરાતને ફાળવાયેલી પ.બંગાળની લોકસભા બેઠકોની સતત ચિંતા કરી માર્ગદર્શન આપતા સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થયાં બાદ ગુજરાત પ્રદેશ ભાજપની યોજના મૂજબ ભાજપના ટોચના અગ્રણીઓને અતિ સંવેદનશીલ ગણાતા એવા પશ્ચિમ બંગાળ ખાતે ચૂંટણી પ્રચારમાં મોકલવામાં આવ્યા છે, જે અંતર્ગત ગુજરાત ભાજપને ફાળવાયેલ કુલ બે લોકસભા બેઠકો હેઠળની ડમ ડમ લોકસભા સીટમાં આવતી ખરદા વિધાનસભાના એક મંડળની યોજાયેલ બેઠકમાં ભાજપ અગ્રણીઓ નીતિન ભારદ્વાજ,કશ્યપ શુક્લ, સુરેશ ધરજીયા, શૈલેષ ઉપાધ્યાય, પરશુરામ મહારાજ, બચુભાઈ ડાભી, હમીરભાઈ સાલ સહિતના ગુજરાત ભાજપના આગેવાનોએ ઉપસ્થિત મંડળના ઇન્ચાર્જઓ તેમજ શક્તિકેન્દ્રના ઇન્ચાર્જઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
નોંધનીય છે કે ગુજરાતના સાવજસમા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગાંધીનગરથી મોનીટરીંગ કરીને ગુજરાતને ફાળવાયેલ પશ્ચિમ બંગાળની લોકસભા બેઠકોની સતત ચિંતા કરી માર્ગદર્શન આપી રહ્યા છે.
જે અંતર્ગત વિજયભાઈ રૂપાણીએ આજની આ મંડળની બેઠકમાં ઉપસ્થિત તમામ આગેવાનો સાથે વિડીયો કોલ મારફત વાત કરી માર્ગદર્શન પૂરું પાડી ઉત્સાહ વધાર્યો. આ બેઠકમાં પશ્ચિમ બંગાળના સ્થાનિક ભાજપના અગ્રણીઓમાં મંડળના પ્રમુખ મલયભાઈ ચક્રવર્તી તેમજ બલરામભાઈ સાહુ, તારા ઘોષ સહિતના સ્થાનિક મંડળના ઇન્ચાર્જઓ તેમજ શક્તિકેન્દ્રના ઇન્ચાર્જઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.