રિલાયન્સની જન્મભુમી એટલે કે ગુજરાતમાં હવે 5G સેવાનો પ્રારંભ થયો છે. દેશની પહેલી 5G સર્વિસ ગુજરાતમાં શરુ થઈ છે જેનો લાભ ૩૩ જીલ્લામાં થશે. ગુજરાત તેના તમામ જિલ્લા મથકોમાં 5G સેવાઓ મેળવનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. Jio ‘એજ્યુકેશન-ફોર-ઑલ’ ફાઉન્ડેશન નામની TRUE 5જી-સંચાલિત પહેલ પણ શરૂ કરી રહ્યું છે. આ પહેલ હેઠળ Jio ગુજરાતમાં 100 શાળાઓને ડિજીટલ કરવામાં આવશે. તે શાળાઓને Jio True 5G કનેક્ટિવિટી, શિક્ષક અને વિદ્યાર્થી સહયોગ પ્લેટફોર્મ અને શાળા સંચાલન પ્લેટફોર્મ સાથે જોડશે.

રિલાયન્સ માટે ગુજરાતની ધરા કંઈક વિશિષ્ઠ સ્થાન ધરાવે છે ત્યારે Jio ગુજરાતમાં શિક્ષણ, આરોગ્યસંભાળ, કૃષિ, ઉદ્યોગ 4.0 અને ઈન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT) ક્ષેત્રોમાં ટ્રુ 5G-સંચાલિત પહેલોની શ્રેણી શરૂ કરશે અને તેને સમગ્ર દેશમાં વિસ્તાર કરશે. રિલાયન્સ જિયો ઇન્ફોકોમના ચેરમેન આકાશ અંબાણીએ જણાવ્યું હતું કે, “અમને શેર કરતાં ગર્વ થાય છે કે ગુજરાત એવું પ્રથમ રાજ્ય છે જેનું 100 ટકા જિલ્લા મથક અમારા મજબૂત ટ્રુ 5જી નેટવર્ક સાથે જોડાયેલું છે.”

5G x Interconnection = Hot Tech! - Interconnections - The Equinix Blog

5G સેવા માત્ર મોબાઈલ ફોન સુધી જ માર્યાદિત રહેશે નહિ પરંતુ તેનો ઉપયોગ ઈન્ટરનેટ ઓફ થિંગસ માં પણ કરી શકાશે. આ સર્વિસ દ્વારા ફોનમાં નેટની સ્પીડમાં તો વધારો થશે જ સાથે જ 5G સેવા ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IOT) સાથે પણ કનેક્ટ થશે.

શું છે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ ??

ઇન્ટરનેટ ઓફ થિંગ્સ એટલે એવા સ્માર્ટ ગેજેટ્સ જેનો ઉપયોગ નેટ દ્વારા કરી શકાશે જેમકે ફ્રિજ, ટીવી, માઇક્રોવેવ ઓવન, વોશિંગ મશીન, એસી વગેરે. હાલ વિશ્વમાં સેલ્ફ ડ્રાઇવિંગ ગાડીઓમાં જે ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે એ પણ 5G જ છે. ભારતમાં પણ સ્માર્ટસિટી પ્રોજેક્ટના ઉપયોગ માટે 5G સેવા અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સનો ઉપયોગ કરવામાં આવશે.

હાલ સાઉદી અરેબિયામાં 5G ડાઉનલોડ સ્પીડ છે જેમાં 4G પર ડાઉનલોડ સ્પીડ 30.1MBPS છે જયારે સરેરાશ ડાઉનલોડ સ્પીડ 377.2MBPS છે. 4Gની સ્પીડ 1GBPS સુધીની હોવાનું કહેવાય છે, પરંતુ આપણા દેશમાં એની સ્પીડ ખૂબ ઓછી છે ત્યારે હવે ભારતમાં 5Gની સ્પીડ 10GBPS સુધીની હશે. જો નેટની સ્પીડ જ વધુ આપવામાં આવશે તો કોઈ પણ કાર્ય વધુ સ્પીડમાં થશે અને સમયનો બચાવ થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.