ગાતિશીલ ગુજરાત વિદેશીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. કેન્દ્ર સરકારનાં પ્રવાસન મંત્રાલયએ ઇન્ડિયા ટુરિઝમ સ્ટેટિસ્ટિક 2023ના રિપોર્ટ મુજબ વિદેશી પ્રવાસીઓની બહારની મુલાકાતનો આંકડો 2022માં 8.59 મિલિયન હતી જેમાંથી 1.78 મિલિયન પ્રવાસીઓ ગુજરાતની મુલાકાત લીધી હતી. જે પ્રમાણે ગુજરાતની મુલાકાત લેતા વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં 20.70% ફાળો ગુજરાતને નામે થાય છે.
આ ઉપરાંત 2022માં 1731.01 મિલિયન સ્થાનિક પ્રવાસીઓએ ભારતના વિવિધ રાજ્યોની મુલાકાત લીધી છે. જેમાં પણ ગુજરાત તેઓનું ફેવરિટ રહ્યું છે અને 135.81મિલિયન પ્રવાસીઓ ગુજરાતમાં આવ્યા હતા. જે પ્રમાણે સ્થાનિક પ્રવાસીઓની સંખ્યામાં 7.85% ફળ સાથે ગુજરાત દેશમાં પાંચમા સ્થાને આવે છે.
ગુજરાત સરકાર દ્વારા ગુજરાત ટુરિઝમ અને રોજગારીને પ્રોત્સાહન મળે એટલા માટે વિવિધ કામગીરીઓ થતી જ રહે છે. આ ઉપરાંત વિકાસને વેગ મળે એ હેતુથી ગુજરાત ટુરિઝમને ખાસ પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે અને ગુજરાત સરકારના એ અથાગ પ્રયાસો રંગ લાવ્યા છે , અને વિદેશી પ્રવાસીઓને ગુજરાત આવવા આકર્ષિત કાર્ય છે.
કચ્છનું સફેદ રણ હોય કે સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય, ગીરનું જંગલ હોય કે પછી સોમનાથનો દરિયો હોય, દ્વારિકાનું મંદિર હોય કે પછી કાંકરિયા તળાવ વિદેએશી પ્રવાસીઓ અહ્યાંની મુલાકાત લેવાનું ચુકતા નથી.
રાજ્યના સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવા, અને તેને જોવા અને સમજવા માટે વધુને વધુ લોકો મુલાકાત લ્યે એના માટે આધુનિક ઉપકારનો સાથેની માળખાકીય સુવિધાઓ પુરી પાડવામાં આવે છે જેમાં રહેઠાણ, હોટેલ, હોમ સ્ટે, રોડ રસ્તા, સહિતના વિકલ્પોને પુરા પાડવાં આવે છે આ સુવિધા દેશના તમામ રાજ્યોમાં ઉપલબ્ધ કરાવમાં આવી છે.