અબતક, રાજકોટ :
ગુજરાત પક્ષીઓ માટેનું સ્વર્ગ બન્યું છે. એક જ દિવસમાં રાજ્યમાં પક્ષીઓની 356 દુલર્ભ પ્રજાતિઓ જોવા મળી છે. જેમાં થોળ તળાવમાં લાલ છાતીવાળો હંસ દેખાયો હતો. આ હંસ અગાઉ માત્ર એક જ વખત દેખાયો છે. આ હંસ આર્કટિક સાઇબિરીયાનો રહેવાસી છે. જે અગાઉ જાન્યુઆરી 2021માં નળસરોવર ખાતે જોવા મળ્યો હતો.મહુવા અને રાજુલાના દરિયાકાંઠાના પટ્ટામાં પણ 174 પ્રકારના દુર્લભ પક્ષીઓ નોંધાયા
ભૂતપૂર્વ મુખ્ય વન સંરક્ષક અને ગુજરાત બર્ડ કન્ઝર્વેશન સોસાયટીના સભ્ય ઉદય વોરાએ જણાવ્યું હતું કે, મહુવા અને રાજુલાના દરિયાકાંઠાના પટ્ટામાં સૌથી વધુ 174 જેટલી દુર્લભ પ્રજાતિઓ નોંધાઈ છે.વોરાએ જણાવ્યું હતું કે નળસરોવર, થોળ અને વડલા ખાતે 160 દુલર્ભ પ્રજાતિઓ નોંધાઈ છે.
તેમણે કહ્યું કે આ 356 પ્રજાતિઓ રાજ્યમાં 235 સ્થળોએ નોંધવામાં આવી છે, જેમાં ગામડાના તળાવો અથવા કામચલાઉ તળાવો જ્યાં વરસાદી પાણી એકઠું થાય છે. તેનો સમાવેશ થાય છે. તેઓએ કહ્યું કે તેઓએ સ્ટાફ સાથે સમગ્ર રાજ્યને આવરી લઇ બર્ડ રેસ 2022 યોજી હતી. આવી ઇવેન્ટ કદાચ દેશમાં પ્રથમ હતી.