વીઓઆઈપી એક્સચેન્જનો ઉપયોગ કરી કરતા કોલ: ૧ની ધરપકડ, ૩ ફરાર આરોપીઓની તપાસ શરૂ

ગુજરાત એટીએસએ વોઈપ એક્સચેન્જ સોફ્ટવેરનો ઉપયોગ કરીને દેશનાં અર્થતંત્રને નુકસાન પહોંચાડી તેમજ રાષ્ટ્રીય સલામતીને જોખમમાં મુકીને ગેરકાયદેસર રીતે ચાલતા ઈન્ટરનેશનલ કોલ સેન્ટરના રેકેટનો પર્દાફાસ કર્યો છે

વિદેશથી આવતા કોલને લોકલ કોલ બનાવીને દેશના અર્થતંત્રને નુકસાન કરનાર કોલ સેન્ટરના ગેંગના સભ્યોની ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. એટીએસએ જુહાપુરામાં રેડ પાડીને મો. શાહિદ લિયાક્ત અલી સૈયદની ધરપકડ કરી તેની પાસેથી ૧૩૯ સિમકાર્ડ સહિત લેપટોપ, સિમ્બોક્સ સહિતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આરોપીની તપાસમાં મુંબઈમાં પણ દરોડા પાડીને સજ્જાદ સૈયદની ધરપકડ કરી ૧૧૫ સિમકાર્ડ કબ્જે કરવામાં આવ્યા છે.

મળતી માહિતી પ્રમાણે ગલ્ફ દેશોમાંથી ભારતમાં જે કોલ આવતા હોય છે તેમાં ઈન્ટરનેશનલ ચાર્જ લાગતા હોય છે પરંતુ બેહરિનમાં રેહતો આરોપી નજીબ તેના સાગીરતો અમિત અને સોહેલની મદદથી આ રેકેટ ચલાવતો હતો. નજીબ ત્યાં કોલિંગ કાર્ડ વેંચી દેતો હતો અને ભારતમાં આરોપીઓ એક્સચેન્જ ઉભું કરીને ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ(ડોટ)ની ગાઈડ લાઈન વિરુદ્ધમાં ભારતમાં રીસીવરને મોકલી આપી કોલ કરનારની ખરી ઓળખ છુપાવીને આ રેકેટ ચલાવતા હતા. જેમાં ભારતના આરોપીઓને કમિશન મળતું હોવાનું સામે આવ્યું છે.પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સિમ કાર્ડની વ્યવસ્થા અમિતે કરી હતી.

અત્રે ઉલેલ્ખનીય છે કે હાલ આ લોકો છેલ્લા ૧ વર્ષથી આ રેકેટ ચલાવતા હોવાનું સામે આવ્યું છે. પરંતુ આ લોકોને અત્યાર સુધીમાં કેટલા રૂપિયા મળ્યા છે અને આ ગેંગનો માસ્ટર માઈન્ડ નજીબ છે કે અન્ય કોઈ તે તમામ દિશામાં ગુજરાત એટીએસએ તપાસ કરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.