- છેલ્લા નવેક માસથી ડ્રગ્સ બનાવી દેશ-વિદેશમાં વેચાણ કરતા હતા મોહમદ યુનુસ અને મોહમદ આદીલ: ધરપકડ
- જુલાઈ મહિનામાં સુરતથી ઝડપાઈ’તી ડ્રગ્સ ફેક્ટરી: મુંબઈના ડ્રગ્સ માફિયાઓનું ખુલ્યું’તું નામ
Gujarat : આ ડ્રગ્સની અંદાજિત આંતરરાષ્ટ્રીય કિંમત 800 કરોડ થાય છે. સાથે જ ત્યાંથી ડ્રગ્સ બનાવવાની સામગ્રી અને સાધનો પણ મળી આવ્યા છે. તપાસ દરમિયાન આ ફેક્ટરીનું કનેક્શન પણ અગાઉ 18 જુલાઈએ સુરતના પનૌલીમાં ઝડપાયેલી ડ્રગ્સ ફેક્ટરી સાથે સામે આવ્યું છે. જેમાં ઝડપાયેલા આરોપી સનિલ યાદવની તપાસમાં આ ફેક્ટરી મળી આવી છે.
ડ્રગ્સ ફેક્ટરીનું દુબઇ કનેક્શન આવ્યું સામે
સુરતના પનોલીની ડ્રગ્સ ફેક્ટરીનો મુખ્ય આરોપી સુનિલે મુંબઇના ભિંવડીમાં પણ મટીરીયલ મોકલ્યુ હોવાથી એટીએસે ફ્લેટમાં રેડ કરી, ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપી હતી. જોકે એટીએસની તપાસમાં સામે આવ્યું છે કે આરોપી મોહમ્મદ યુનુસ અગાઉ દુબઇમાં રહીને ગોલ્ડ અને ઈલેક્ટ્રોનિક વસ્તુઓની સ્મગ્લિંગ કરતો હતો અને તેને દુબઈમાં રહેતા મનોજ નામના વ્યક્તિએ બંને ભાઇઓએ રૂપિયાની લાલચમાં ખઉ ડ્રગ્સ બનાવવાની ફોમ્ર્યુલા આપી અને લોકલ મદદ કરી હતી. પકડાયેલ બંને ભાઈઓની પુછપરછમાં સામે આવ્યું કે છેલ્લા 8-9 મહિનાથી આ કામ કરી રહ્યા છે, પરંતુ બે વાર નિષ્ફળ પણ ગયા હોવાનું સામે આવી રહ્યું છે.
ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. જેમાં મુંબઇના ભિવંડીમાંથી 2 ભાઈઓની 800 કરોડના લિકવિડ એમડી ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું છે કે ગત મહિનામાં સુરતથી 51 કરોડના ડ્રગ્સ સાથે પકડાયેલ આરોપીઓની તપાસમાં મુંબઈના ભિવંડીનું કનેક્શન એટીએસને મળ્યું હતું.
મહારાષ્ટ્રના થાણે જીલ્લાના ભીવંડી ખાતે એક ફ્લેટમાં ડ્રગ્સ ફેક્ટરી પકડાઈ છે. 800 કરોડના મેફેડ્રોન ડ્રગ્સ સાથે મુળ મુંબઈના ડુંગરી વિસ્તારમાં રહેતા બે સગા ભાઈ પકડાયાં છે. નવ મહીનાથી ભીવંડીમાં ફ્લેટ ભાડે રાખીને ડ્રગ્સનું ઉત્પાદન કરતાં બન્ને ભાઈઓનું દુબઈ કનેક્શન હોવાની મજબૂત આશંકા છે. ગુજરાત એટીએસ દ્વારા સુરતના પલાસાણા ખાતે ડ્રગ્સ ફેક્ટરી પકડી હતી તેની તપાસમાં મળેલી વિગતોના આધારે મુંબઈ નજીક દરોડો પાડીને મેફેડ્રોન ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી પકડાઈ છે. ડ્રગ્સની ઈન્ટરનેશનલ કાર્ટેલ અંગે તપાસ હાથ ધરાઈ છે.
સુરતના પલસાણા તાલુકાના કારેલી ગામેથી ગત તા. 18 જુલાઈના રોજ એટીએસની ટીમે મેફેડ્રોન બનાવતી ફેક્ટરી પકડી હતી. 4 કિલો મેફેડ્રોન, 31 કિલો લિક્વીડ મેફેડ્રોન સહિત કુલ 51 કરોડના મુદ્દામાલ સાથે ત્રણ આરોપી ઝડપાયાં હતાં. આરોપીઓની સેવાઈ રહી છે. ઉલ્લેખનીય બાબત છે કે, અગાઉ પણ રાજ્ય સરકારે હેલ્મેટ બાબતે ફટકાર લગાવતા રાજ્ય સરકારે શહેરી વિસ્તારમાં અમલવારી શરૂ કરાવતા ઉહાપો મચ્યો હતો. જે બાદ શહેરી વિસ્તારના હેલ્મેટને મરજીયાત બનાવી દેવાયું હતું.
સમગ્ર મામલાની જો વાત કરવામાં આવે તો ગુજરાત હાઇકોર્ટે ટ્રાફિકના નિયમનું પાલન થતું ન હોવાના મુદ્દે કડક વલણ દાખવ્યું હતું. રાજ્યમાં હેલ્મેટના નિયમોનું પાલન નહીં થવાના મુદ્દે હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્ય સરકાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, નેશનલ હાઇવે ઑથોરિટી અને પોલીસને આદેશ આપ્યો છે કે ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન ફરજિયાતપણે કરાવવામાં આવે અને ટુ વ્હીલરમાં પાછળ બેસનારને પણ ફરજિયાત હેલ્મેટ પહેરવાનું રહેશે.
ટ્રાફિક નિયમોના પાલનના મુદ્દાને ગંભીરતાથી લેતાં હાઇકોર્ટે ટકોર કરી હતી કે હજુ લોકો હેલ્મેટ પહેરતાં નથી. દ્વિચક્રી વાહનો માટે હેલ્મેટ ફરજિયાત છે. હેલ્મેટને લઈને બેદરકારી રાખશો નહીં, ફરજિયાત આ નિયમનું પાલન કરાવો. એટલું જ નહીં પાછળ બેસનાર માટે પણ ફરજિયાત હેલ્મેટ પહેરવાનો આદેશ કર્યો હતો. વધુમાં ટકોર કરતાં કહ્યું હતું કે, 15 દિવસમાં એસ. જી. હાઇવે પર જરૂરી સર્વિસ રોડ બનાવવામાં આવે અને રોંગ સાઇડમાં ડ્રાઇવિંગ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવે. રોડનું પ્લાનિંગ અને ટ્રાફિક નિયમન બાબતે વૈજ્ઞાનિક અભિગમ વિના કામગીરી ના થવી જોઈએ. અધિકારીઓના મનસ્વી વર્તનને ચલાવી લેવામાં નહીં આવે. ગુજરાત હાઇકોર્ટે કહ્યું હતું કે, ટ્રાફિક સમસ્યાના સમાધાન માટે પોલીસમાં ભરતી પ્રક્રિયા શરુ કરવામાં આવે. માત્ર ચલણ કાપવાથી કાયદાનો યોગ્ય અમલ થઈ શકે નહીં. નાગરિકોને એમની જવાબદારીનું ભાન કરાવવું એ સરકારનું કામ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે ટુ-વ્હીલર ચાલક અને પાછળ બેસનાર માટે હેલ્મેટ ફરજિયાત પહેરવાનો કાયદો અમલમાં મૂક્યો હતો. પરંતુ વાહનચાલકો વિવિધ બહાના બનાવીને હેલ્મેટ પહેરવાનું ટાળતા હોય છે. ટ્રાફિક પોલીસ દ્વારા દંડ ફટકારવામાં આવે ત્યારે ઘર્ષણની સ્થિતિ સર્જાતી હોય છે.
હવે જયારે વધુ એકવાર હેલ્મેટ ફરજીયાત બનાવવા અંગે આદેશ આપવામાં આવ્યો છે ત્યારે એ દિશામાં નજર કરવી ખુબ જ આવશ્યક છે કે, અગાઉ પણ રાજ્ય સરકારના આદેશ બાદ પોલીસ ખાતાએ હેલ્મેટની અમલવારી શરૂ કરી હતી. જેના પગલે ભારે વિરોધ શરૂ થયો હતો. નાના – શહેરોમાં હેલ્મેટ પહેરવું વાહનચાલકો માટે માથાના દુખાવા સમાન બની જતું હોય તેવી રજૂઆતો અગાઉ પણ કરવામાં આવી હતી. શહેરી વિસ્તારમાં દ્વિચક્રી વાહનમાં હેલ્મેટ સાથે રાખવું, વારંવાર પહેરવું-ઉતારવું અને સાચવવું ખરેખર માથાના દુખાવા સમાન બની જતું હોય છે.
જેના લીધે વિરોધ શરૂ થયાં હતા અને રાજ્ય સરકાર સુધી રજુઆતો કરવામાં આવી હતી. ત્યારે સરકારે પાછોતરા પગલાં ભરવાની ફરજ પડી હતી. કાયદાકીય રીતે દ્વિચક્રી વાહન ચલાવતી વેળાએ હેલ્મેટ પહેરવું જરૂરી છે અને હાઇકોર્ટએ પણ કાયદાકીય બાબતોનું ધ્યાન રાખી સલામતીના દ્રષ્ટિકોણથી અમદાવાદ શહેરી વિસ્તારમાં હેલ્મેટને ફરજીયાત બનાવવા આદેશ આપ્યો છે પણ હેલ્મેટની અમલવારી રાજ્ય સરકાર માટે પણ માથાના દુખાવા સમાન બની જતું હોય સરકારે પાછોતરા પગલાં ભર્યા હતા.