- અમદાવાદના બે શખ્સો નાણાં હવાલાથી દુબઇ મોકલતા હોવાનો ઇડીની તપાસમાં ખુલાસો
- કાઝી અબ્દુલ વદૂદ, રાઝી હૈદર ઝૈદી અને તેના સાગરિતો સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કેસ દાખલ
ગુજરાત એટીએસએ પકડેલા 1039 કરોડના હેરોઇનની હેરાફેરીની તપાસમાં મોટો ઘટસ્ફોટ થવા પામ્યો છે. ઇડીની તપાસમાં બે શખ્સોંના નામ ખુલવા પામ્યાં છે જે હવાલા મારફત નાણાં દુબઇ મોકલતા હતા. ઇડીએ આ બંને શખ્સોં વિરુદ્ધ અમદાવાદની સ્પેશિયલ કોર્ટમાં મનીલોન્ડરિંગ હેઠળ ચાર્જશીટ ફાઇલ કરી છે.ઈડીની અમદાવાદ ઝોનલ ઓફિસે કાઝી અબ્દુલ વદૂદ અને રાઝી હૈદર ઝૈદી અને તેના સાગરિતો સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો છે. ઇડીએ તેમના નિવેદનમાં જણાવ્યું કે, આ ફરિયાદનું સંજ્ઞાન લીધું છે.
ઈડીએ આ કેસની તપાસ ગુજરાત એટીએસએ અહમદ અલી સામે દાખલ કરેલી ફરિયાદને આધારે શરૂ કરી છે. અહમદ અલી તથા અન્યો પર ડ્રગ ટ્રાફિકિંગનો આરોપ છે. તેની સાથે સાથે રાઝી હૈદર ઝૈદી અને તેના સાગરિતો સામે પણ બે ચાર્જશીટ ફાઇલ કરી છે.ઈડીની તપાસમાં સામે આવ્યું કે, બે મુખ્ય સૂત્રધાર વદુદ અને ઝૈદી વર્ષ 2020થી ડ્રગ્સની હેરાફેરીમાં સંકળાયેલા છે. ડ્રગ્સ ટ્રાફિકિંગમાંથી મેળવેલા પૈસા બેંકિંગ અને હવાલા દ્વારા દુબઈમાં રહેતા વદુદને મોકલવામાં આવતા હતા. હાલ આ કેસની વધુ તપાસ કરવામાં આવી રહી છે.
અમદાવાદ ઝોનલ ઓફિસના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ એક પ્રેસ રિલીઝમાં જણાવાયું છે કે, ગુરુવારે અમદાવાદની સ્પેશિયલ કોર્ટ (પીએમએલએ) સમક્ષ કાઝી અબ્દુલ વદુદ, રાઝી હૈદર અને તેમના સહયોગીઓ વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ), 2002 ની જોગવાઈઓ હેઠળ એટીએસ ગુજરાત દ્વારા રૂ. 1039.72 કરોડ (આશરે) મૂલ્યના 200 કિલો હેરોઈન જપ્ત કરવા સંબંધિત ચાલી રહેલી તપાસમાં ફરિયાદ નોંધાવી છે.
કોર્ટે 16.01.2025 ના રોજ પીસીની નોંધ લીધી છે. ડ્રગ હેરફેરમાં કથિત સંડોવણી બદલ એટીએસ, ગુજરાત દ્વારા નોંધાયેલી એફઆઈઆરના આધારે ઇડીએ રાઝી હૈદર ઝૈદી અને અન્ય લોકો વિરુદ્ધ તપાસ શરૂ કરી હતી. વધુમાં એટીએસ ગુજરાતે રાઝી હૈદર ઝૈદી અને અન્ય લોકો સામે ડ્રગ હેરફેરમાં સંડોવણી બદલ આરોપી તરીકે બે ચાર્જશીટ દાખલ કરી હતી, એમ રિલીઝમાં ઉમેર્યું હતું.
ઇડીની તપાસમાં જાણવા મળ્યું છે કે, રાઝી હૈદર ઝૈદી અને કાઝી અબ્દુલ વદૂદ વર્ષ 2020 થી ડ્રગ્સની હેરાફેરીમાં કથિત રીતે સંડોવાયેલો છે. ઇડીની તપાસમાં આગળ જાણવા મળ્યું છે કે, ઉક્ત ડ્રગ્સની હેરાફેરીમાંથી મળેલી ગુનાની રકમ રઝી હૈદર ઝૈદી દ્વારા બેંકિંગ ચેનલો તેમજ હવાલા ચેનલો દ્વારા દુબઈમાં રહેતા કાઝી અબ્દુલ વદૂદને મોકલવામાં આવી હતી.વધુ તપાસ ચાલુ છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.