મેડિકલના વિઝા પર સાત વર્ષથી ભારતમાં સ્થાયી થઈ ડ્રગસનો કાળો કારોબાર શરૂ કર્યાની ઘટસ્ફોટ
ગુજરાત એટીએસ અને દિલ્હી ક્રાઈમ બ્રાન્ચે જોઇન્ટ ઓપરેશન કરી બાતમી આધારે એક અફઘાનના નાગરિકની રૂ.20 કરોડના ડ્રગ્સ સાથે ધરપકડ કરી છે જેની પ્રાથમિક પૂછતાછમાં જાણવા મળ્યું હતું કે,તેને અફઘાનિસ્તાનથી મોટા પ્રમારમાં ડ્રગ્સ મંગાવી દિલ્હી અને અન્ય શહેરોમાં સપ્લાય કર્યા હોવાની કબુલાત આપી હતી આ અફઘાની કોઈને શંકા ન જાય તે માટે મેડિકલ વિઝા પર પરિવાર સાથે દક્ષિણ દિલ્હીમાં રહેતો હતો અને તેણે રેફ્યુજી તરીકે ભારતમાં રહેવા માટે અરજી પણ આપી હતી હાલ પોલીસે તેની અટકાયત કરી વધુ પૂછતાછ હાથ ધરી છે.
વિગતો મુજબ ગુજરાત એટીએસના પૂર્વ ડીવાયએસપી અને હાલ સુરત ક્રાઇમબ્રાંચના એસીપી ભાવેશ રોજીયાને બાતમી મળી હતી કે દિલ્હીમાં એક અફઘાની નાગરિક મોટાપ્રમાણમાં હેરોઇન સહિતના ડ્રગ્સને સપ્લાય કરે છે. જે શુક્રવારે ટેરી ઇન્સ્ટીટ્યુટ વસંતકુજ વિસ્તારમાં ડ્રગ્સનો મોટો જથ્થો સપ્લાય કરવામાં આવવાનો છે. જેના આધારે એટીએસ અને દિલ્હી ક્રાઇમ બ્રાંચની ટીમ દ્વારા વોચ ગોઠવીને વાહીદુલ્લાહ રહીમુલ્લાહને હેરોઇન ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધો હતો. બાદમાં તેની પુછપરછ કરીને અલગ અલગ સ્થળોએથી પોલીસે રૂપિયા 20 કરોડની કિંમતનું ચાર કિલો હેરોઇન જપ્ત કર્યું હતું.
આ અંગે એટીએસના ડીવાયએસપી બી એચ ચાવડાએ કહ્યું કે વાહીદુલ્લાહ મુળ કંઘાર અફઘાનીસ્તાનનો રહેવાસી છે. વર્ષ 2016માં તેના માતા, પિતા, ભાઇઓ અને બહેન સાથે મેડીકલ વીઝા પર દિલ્હી આવ્યો હતો. બાદમાં તે વીઝા એક્સટેન્ડ કરાવતો હતો અને મૈં સાઉથ દિલ્હીના જોગા બાઇ એક્સટેન્શન ખાતે રહેતો હતો અને મેડીકલ વીઝા પર રહેતો હતો. વર્ષ 2016થી અત્યાર સુધી તેણે મોટી માત્રામાં ડ્રગ્સનું વેચાણ કર્યાની વિગતો પણ પોલીસને જાણવા મળી છે. આ દરમિયાન પોલીસને તેની પાસેથી ડ્રગ્સની ખરીદી કરનાર એક ડ્રગ્સ માફિયાને પણ રવિવારે ઝડપી લીધો છે. આ સાથે એટીએસ વાહીદુલ્લાહનું ગુજરાત કનેકશન પણ તપાસી રહી છે .