કેગે વર્ષ ૨૦૦૮/૦૯માં રાજય સરકારની ઝાટકણી કાઢી હતી છતા વર્ષ ૨૦૧૬-૧૭માં સ્થિતી વધુ ખરાબ.

ગુજરાત સરહદી રાજય છે અને આતંકવાદીઓ પકડાવાની અને ગુનાહિત પ્રવૃતિ કરવા આવતા હોવાની માહિતી અવારનવાર બહાર આવતી રહે છે. તેની સામે લડવા માટે રચાયેલા ગૃહ વિભાગના એન્ટી ટેરરિસ્ટ સ્કવોડમાં ખાલીખમ જગ્યાઓની ૨૦૦૮-૨૦૦૯માં જે સ્થિતિ હતી અને કેગ દ્વારા તેની જે રીતે ઝાટકણી કાઢવામાં આવી હતી, તેમાં સાત વર્ષ પછી પણ મોટો ફરક પડયો નથી. વિધાનસભાની જાહેર હિસાબ સમિતિના ચોંકાવનારા અહેવાલ મુજબ આતંકવાદ વિરોધી દળ હોવા છતા તેમાં ફરજ બજાવતા પોલીસકર્મીને કોઇ વિશિષ્ટ તાલીમ આપવામાં આવતી નથી. તેમને પૂરતા હથિયારો પણ આપવામાં આવતા નથી.

કેગ દ્વારા વર્ષ ૨૦૦૮-૦૯માં ગૃહ વિભાગને લગતા ઓડિટ અહેવાલમાં એટીએસમાં વિવિધ પોસ્ટ પર ૮ ટકાથી લઇને સો ટકા સુધીની જગ્યાઓ ખાલી હોવાનું બહાર આવતા આકરી ઝાટકણી કાઢવામાં આવી હતી. આ સ્થિતિમાં ૨૦૧૬માં સુધારો થવાને બદલે વધારે ખરાબ સ્થિતિ હોય તેવું બહાર આવ્યું છે. વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના સિનિયર સભ્ય શક્તિસિંહ ગોહિલના પ્રમુખપદ હેઠળની જાહેર હિસાબ સમિતિનો છઠ્ઠો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. સમિતિમાં ભાજપના સભ્યોનો પણ સમાવેશ થતો હોય છે. આ અહેવાલમાં સમિતિ દ્વારા અનેક ભલામણો કરતા જણાવાયું છે કે, માર્ચ-૨૦૦૯માં એટીએસમાં ખાલી જગ્યાઓ અંગે અવલોકન કર્યા બાદ જયારે વૈશ્વિક આતંકવાદનો ખતરો સતત રાજય પર તોળાયેલો રહે છે ત્યારે મે-૨૦૧૬માં પણ ૫૦ ટકા જગ્યા ખાલી હોય અને પૂરતા હથિયારો પણ આપવામાં આવતા ન હોય તે બાબત અત્યંત દુ:ખદ અને ગંભીર છે.

ત્રાસવાદી સંગઠન તરફથી વધતા જતા પડકારોનો અસરકારક સામનો કરવા માટે એટીએસની કામગીરીને સક્ષમ બનાવવા માટે ગૃહ વિભાગે ઉપેક્ષા દાખવી હોય તેમ જણાય છે. તેથી એટીએસમાં ખાલી જગ્યાઓ અને વિના વિલંબે શસ્ત્ર સરંજામ આપવા સમિતિ ભલામણ કરે છે. તે સાથે એટીએસના પોલીસકર્મીને કોઇ ખાસ તાલીમ આપવા માટે સાત વર્ષમાં કોઇ પ્રયત્નો કર્યા કે કેમ તે અંગેની માહિતી પણ હિસાબ સમિતિને આપવામાં આવી નથી તેથી તેવી તાલીમ આપવા પણ સમિતિ ભલામણ કરે છે.

એટીએસના પીઆઇ-પીએસઆઇને અગાઉ ૫.૫૬ ઇન્સાસ રાઇફલ આપવાનું ઠરાવાયું હતું પરંતુ તેનો તો અમલ ન થયો હતો, એટલું જ નહીં ઓડિટમાં ધ્યાન દોર્યા બાદ પણ રાઇફલો માટે જરૂરી દારૂગોળો એટલે કે કાટ્રીજ પણ ભંડોળની અછતના કારણે પોલીસ પાસે ન હોવાથી તે શસ્ત્રો વાપરી શકાય તેમ જ ન હતા

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.