ગુજરાત ATSએ પ્રેમમાં પાગલ થઈ નાસીપાસ થયેલા યુવક દ્વારા બોગસ ઇમેલ આઇડી બનાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવા તેમજ દિલ્હીમાં બ્લાસ્ટ કરવાની આપી હતી ધમકી
પ્રેમમાં પાગલ યુવકે યુવતીને બદનામ કરવાનું કાવતરું રચી દેશની સુરક્ષા એજન્સીને ધમકી આપનાર યુવકની ગુજરાત ATSએ યુપીના બદાયુથી કરી ધરપકડ
આરોપી અમન સકસેના દ્વારા પીએમ મોદીને જાન થી મારી નાખવાનો ઈમેલ કરવામાં આવેલ હતો જેનાથી બધી જ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી અને સાથે જ તેણે દિલ્હીમાં કેન્દ્રીય સચિવાલયની ઇમારતમાં બ્લાસ્ટ કરવા તાન્યા નામની યુવતી બની મેલ કર્યો હતો. તાન્યા હાલ નવી દિલ્હીમાં વકીલાત કરે છે અને તે મૂળ પટના ની છે જેની facebook પ્રોફાઈલ સાથેનો એક ઇમેલ કર્યો હતો આ સમગ્ર પ્રકરણમાં ગુજરાત ATSએ ઇ-મેલ ID IP એડ્રેસ તથા લોકેશન ટ્રેસ કરીને યુપીના બદાયું માંથી અમન સકસેનાને ઝડપી પાડ્યો હતો.
ગુજરાત ATSએ અમન સક્સેનાની આખરી પૂછપરછ કરતા તેણે કબૂલ્યું હતું કે તેણે ૧૩ જેટલી ખોટી અરજીઓ કરેલી છે સાથે જ તેણે તાન્યા ને બદનામ કરવાનું કાવતરું ઘડી તેના પર કોઈ શંકા ન કરે તે માટે આવો પ્લાન બનાવ્યો હતો
આરોપી અમન સકસેના હાલ કોમ્પ્યુટર એન્જિનિયર તરીકે નોકરી કરે છે અને અમને તાન્યાની નજરમાં સારો વ્યક્તિ બનવા માટે આ આખું કાવતરું રચ્યું હતું પરંતુ તેની આ મૂર્ખાઈના કારણે તે હાલ જેલના સળિયાની પાછળ ધકેલાઈ ગયો છે ગુજરાત ATS દ્વારા હાલ વધારે તપાસ શરૂ છે.