- ર9મી માર્ચ બજેટ સત્રનું થશે સમાપન: અલગ-અલગ અર્ધો ડઝન વિધેયક પસાર કરવામાં આવે તેવી શકયતા
ગુજરાત વિધાનસભાનું આગામી 19મી ફેબ્રુઆરીથી બજેટ સત્ર શરુ થાય તેવી સંભાવના જણાય રહી છે. નાણામંત્રી કનુ દેસાઇ દ્વારા 20મી ફેબ્રુઆરીના રોજ રાજય સરકારનું વર્ષ 2025-26 નુંઅંદાજ પત્ર રજુ કરવામાં આવશે. 40 દિવસ સુધી ચાલનારા બજેટ સત્રમાં અર્ધોડઝન વિધેયક અથવા સુધારા વિધેયક પ્રસાર કરવામાં આવશે. બજેટ સત્ર પૂર્ણ થયા બાદ રાજયમાં સ્થાનીક સ્વરાજયની ચુંટણીની તારીખોનું એલાન કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે.
રાજય સરકારનું ચાલુ નાણાકીય વર્ષનું બજેટ કદાવર હતું. જેમાં અનેક મહત્વપૂર્ણ યોજનાઓની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. આગામી દિવસોમાં રાજયમાં મહાપાલિકા, જિલ્લા પંચાયત, નગરપાલિકા, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતોની સામાન્ય ચુંટણી યોજાવાની છે ત્યારે રાજય સરકાર દ્વારા બજેટમાં કેટલીક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી શકે છે. વર્તમાન જંગી દરમાં તોતીંગ વધારા કરવામાં આવ્યો છે. જેની સામે રાજયભરમાં વિરોધ વંટોળ ફાટી નીકળ્યો છે. હવે સરકાર બજેટ સત્રમાં સ્ટેમ્પ ડયુટીમાં રાહત આપે તેવી સંભાવના જણાય રહી છે. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આગામી 19મી ફેબ્રુઆરીથી આરંભ થશે. દરમિયાન ર0મી ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી કનુભાઇ દેસાઇ દ્વારા વર્ષ 2025-26 નું બજેટ રજુ કરવામાં આવે છે.
બજેટ સત્ર માત્ર આંકડાઓ પર આધારિત નથી; તે સરકારની દ્રષ્ટિ અને પ્રાથમિકતાઓને પ્રતિબિંબિત કરે છે.ધારાશાસ્ત્રીઓ વિવિધ ક્ષેત્રો જેમ કે શિક્ષણ, આરોગ્યસંભાળ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વધુ માટે સૂચિત ફાળવણીની તપાસ કરશે. આ ચકાસણી સુનિશ્ચિત કરે છે કે રાજ્યભરના નાગરિકોને લાભ આપવા માટે ભંડોળનો અસરકારક રીતે ઉપયોગ થાય છે.આ પ્રક્રિયાના ભાગરૂપે, ધારાસભ્યોની રચનાત્મક ચર્ચામાં ભાગ લેવાની જવાબદારી છે. તેમની ચર્ચાઓનો ઉદ્દેશ્ય દરખાસ્તોને રિફાઇન કરવાનો અને તેઓ જાહેર હિતોને અનુરૂપ છે, તેની ખાતરી કરવાનો છે.
આ લોકશાહી કવાયત નિર્ણય લેનારાઓને તેમની નાણાકીય પસંદગીઓ માટે જવાબદાર બનાવીને શાસનને મજબૂત બનાવે છે. આ સત્રની વિસ્તૃત અવધિ ભવિષ્યની નીતિઓ ઘડવામાં તેના મહત્વને રેખાંકિત કરે છે.
વિશ્લેષણ અને ચર્ચા માટે પૂરતો સમય આપીને, ધારાશાસ્ત્રીઓ વિવિધ હિસ્સેદારો દ્વારા ઉઠાવવામાં આવેલી ચિંતાઓને દૂર કરી શકે છે. આ સમાવેશી અભિગમ સરકારી પ્રક્રિયાઓમાં પારદર્શિતા અને વિશ્વાસને પ્રોત્સાહન આપે છે.
આગામી 1 ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય બજેટ રજુ થવાનું છે ત્યાર પછી 20 દિવસ બાદ ગુજરાત સરકાર દ્વારા બજેટ રજુ કરવામાં આવશે. 20 મી ફેબ્રુઆરીએ બજેટની રજુઆત એક માત્ર હાઇલાઇટસ હોય છે. જે ચર્ચાઓ માટેનું રોજ તૈયાર કરે છે. બજેટ સત્ર 40 દિવસ સુધી ચાલશે. અને ર9મી માર્ચ પૂર્ણ થશે જેમાં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. બજેટ સત્રમાં અર્ધા ડઝન જેટલા વિધેયક અને સુધારા વિધેયક પસાર કરવામાંઆવે તેવી પણ સંભાવના છે. બજેટ સત્રનો વિધિવત એજન્ડા આગામી માસના અંત સુધીમાં જાહેર કરી દેવામાં આવશે.