ગુજરાત વિધાનસભાની ચૂંટણી આખરે આજે મુખ્ય ચૂંટણી કમિશનરે જાહેર કરી છે. આજે કેન્દ્રીય ચૂંટણી પંચ સવારે સત્તાવાર રીતે વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી હતી જેમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાવામાં આવશે. પહેલા તબક્કામાં 9 ડિસેમ્બરે અને બીજા તબક્કામાં 14 ડિસેમ્બરે મતદાન થશે.
ગુજરાત વિધાનસભાની રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ મહિનાઓ પહેલા આરંભી દેવાઈ હતી. પરંતુ ગુજરાત વિધાનસભાની તારીખ ચૂંટણી પંચ જાહેર કરતું ન હતું. ચૂંટણી જાહેર ન કરવા પાછળના કારણોમાં પાટણ-બનાસકાંઠાની પૂરરાહત કામગીરી અને ગુજરાતીઓની દિવાળી ઉજવણી જેવા આપ્યા હતા.
વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કામાં તા. ૯ડીસેમ્બરના મતદાનના જિલ્લા કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, અમરેલી, જામનગર, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, નર્મદા, ભરૂચ, સુરત, તાપી નવસારી, વલસાડ અને બીજો તબક્કો ૧૪ ડીસેમ્બરના જિલ્લા- અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા અને છોટા ઉદેપુરમાં મતદાન કરવામાં આવશે.