શિવરાજપુર બીચ સહિત અમદાવાદ અને ગાંધીનગરમાં સાઈકલિંગ, રોવિંગ, ટેનિસ જેવી રમત રમાશે
2036ની ઓલિમ્પિક ગેમ્સ યજમાની દાવેદારી માટે અમદાવાદમાં તૈયારી માટેનું ચોક્કસ આયોજન રાજ્ય સરકારે હાથ ધર્યું છે. ઓલિમ્પિક્સમાં રમાતી પરંપરાગત 25થી 30 ગેમ્સ અને ગુજરાતની 5 ટ્રેડિશનલ ગેમ્સ માટે પૂરતું ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે કે, કેમ અને તે માટે શું કરવું પડે તે અંગે ગેપ એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે. શિવરાજપુર બીચ સાથે અમદાવાદ અને ગાંધીનગર સહીત 33 જગ્યાઓની પસંદગી કરવામાં આવી છે જ્યાં સાઈકલિંગ, રોવિંગ, ટેનિસ જેવી રમત રમાશે.
ઓલિમ્પિક્સની તમામ રમતો અમદાવાદ અને ગાંધીનગરમાં યોજાશે, જ્યારે દરિયાઈ રમતો માટે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાને પસંદગી કરવામાં આવી છે. ઓલિમ્પ્કિસ માટે અમદાવાદ તૈયાર છે, તેવો ડદાવો કરવા માટે રેડીનેસ, વિલિંગનેસ અને કેપેબિલિટી માટે ખાનગી કંપની કામ કરી રહી છે. જોકે, નવા વર્ષે 2023માં ક્લેમ કરી દેવાશે. ઓલિમ્પિક્સ વિલેજ બનાવવા માટે ભાટ પાસેની જમીન નક્કી કરવામાં આવી છે. ઓપનિંગ અને કલોઝિંગ સેરેમની નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે, જ્યારે વોટર ગેમ્સ રિવરફ્રંટ ફેઝ–ટુમાં તૈયાર થઈ રહેલા વોટર બેરેઝમાં યોજવાનું નક્કી કર્યું છે.
જગ્યા નક્કી કર્યા પછી હવે અહીં ઓલિમ્પિક્સ માટેના ધારાધોરણો ફુલફિલ કરવા શું કરવું પડે અને કેવી વ્યવસ્થા કરવી પડે તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આવનારા સમયમાં યોજાનારી હરાજી માટે ગુજરાત સજ બન્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ટ્રાયથલોન, સાયકલિંગ તથા ફ્લેટ વોટર જેવી રમતો યોજાશે. ત્ર ઓલમ્પિક જ નહીં પરંતુ સમર યુથ ઓલમ્પિક અને એશિયન યુથ ગેમ્સ માટે પણ અમદાવાદ હાલ ફેવરેટ માનવામાં આવી રહ્યું છે અમદાવાદ ખાતે 17 જગ્યાઓ ની શોધ કરાઈ છે જ્યારે ગાંધીનગરમાં છ જેટલી જગ્યાઓની પસંદગી કરવામાં આવેલી છે. 33 પોટેન્શિયલ જગ્યાઓમાં 22 જગ્યાઓ પર એક જ રમત રમાશે જ્યારે 11 જેટલી જગ્યાઓ પર વિવિધ રમતો રમાશે.
મોટેરા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નજીક ભાટ પાસે ઓલિમ્પિક વિલેજ બનાવવા માટે જમીન નક્કી કરવામાં આવી છે. અહીં કોમન સ્પોર્ટ્સ ફેસિલિટી, મલ્ટિપર્પઝ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ખેલાડીઓને પ્રેક્ટિસ કરવા માટેની ટ્રેક, લીગ મેચો યોજી શકાય તેવા જુદાં જુદાં ગ્રાઉન્ડ્સ પણ ઓલિમ્પિક કક્ષાના તૈયાર કરાશે. અહીં ખેલાડી, ટીમ્સનો ટેકનિકલ સ્ટાફ, કમિટી, ઓફિસ સ્ટાફ રહી શકે તે માટે પણ વ્યવસ્થા કરાશે. આ માટે કેટલો ખર્ચ થશે તેનો અંદાજ પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે.