આંતરરાષ્ટ્રીય વેપાર મેળો
ઝાંબીયા, સુદાન અને કોંગો રિપબ્લીક સાથે ખેતી સંબંધીત ભાગીદારી: દેશ-વિદેશના વેપારીઓનો રાજકોટના એસવીયુએમ દ્વારા ઉદ્યોગનો આશાવાદ
સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ આયોજીત આંતરરાષ્ટ્રીય વેપાર મેળામાં સૌરાષ્ટ્રના વેપારીઓ સાથે ઉદ્યોગલક્ષી હાથ મિલાવવા આફ્રિકન દેશો અને કંપનીઓ ગુજરાત સરકારના સાહસ એગ્રો ઈન્ડિસ્ટ્રીયલ કોર્પોરેશન લી. ખેતીના વિકાસ માટે ભાગીદારી અને સમજૂતીના કરારો માટે રાજકોટ આવ્યા છે.
જયારે ઝાંબીયા, સુદાન અને કોંગો રીપબ્લીક સાથે લગભગ ૪૦ હજાર હેકટર જમીન માટે સમજૂતીના કરારો થયા છે. જેનાથી આફ્રિકામાં ખેતી માટેની ઉજ્જવળ તકો બનશે.
આ ઉપરાંત રાજયભરની ખ્યાતનામ કંપનીઓના હોદ્દેદારો આ વેપાર મેળામાં ઉપસ્થિત રહ્યાં હતા. એસવીયુએમ ૨૦૧૯માં દેશ-વિદેશના ૨૦૦થી વધુ ડેલીગેટ્સ ઉપસ્થિત રહ્યાં છે જેમાં વિવિધ પ્રકારના સેમીનારનું આયોજન પણ કરવામાં આવ્યું છે. તા.૧૫મી સુધી ચાલનાર વેપાર મેળામાં મોટી સંખ્યામાં આર્કીટેકટ, વેપારીઓ, બિલ્ડરો, કોન્ટ્રાકટરો ઉપસ્થિત રહ્યાં છે. જેથી અન્ય દેશોના વેપાર અને ટેકનોલોજી રિસોર્સના માધ્યમથી વેપારની ઉજ્જવળ તકો બનાવી શકાય.
ફર્નીચર, હાર્ડવેર ફીટીંગથી લઈ મેન્યુફેકચરીંગ પણ અમારી ખાસીયત: કુતાર્થ રાધનપુરા
વી એન્ડ કે એન્ટરપ્રાઈઝના ઓનર કુતાર્થભાઈ રાધનપુરાએ જણાવ્યું હતું કે, તેઓ આ વેપાર મેળામાં દરેક પ્રકારના ફર્નીચર, હાર્ડવેર ફીટીંગ, મેન્યુફેકચરીંગ અને વેંચાણના હેતુથી આવ્યા છે. તેમની પાસે હાર્ડવેરની અનેક વેરાયટી ઉપલબ્ધ છે અને તેમના બિઝનેશનો એક જ નિયમ કે જે કસ્ટમરની ડિમાન્ડ મુજબ તેમની પ્રોડકટ બનાવી આપીએ. તેઓ રાજકોટ, ગુજરાત ઉપરાંત અનેક રાજયોમાં તેમની પ્રોડકટ સપ્લાય કરે છે. જો કોઈ વ્યક્તિ અમારી હાર્ડવેર પ્રોડકટ જોવા માંગતા હોય તો એસવીયુએમમાં અમે તેનું પ્રદર્શન કરેલ છે.