મિશન હાઉસિંગ ફોર ઓલ-૨૦૧૯.

અફોર્ડેબલ હાઉસિંગ મિશન માટે રાજ્ય સરકારનો સર્વે: વડાપ્રધાન મોદીના ટાર્ગેટને પૂરો કરવા હજુ લાગશે ૭ થી ૮ વર્ષનો સમય

મોદી સરકારે તમામ લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે નિર્ધાર કર્યો છે. ત્યારે ગુજરાત સરકારના એર્ફોડેબલ હાઉસીંગની માંગ માટેના સર્વે અનુસાર હાલ રાજયમાં ૯.૭૮ લાખ એર્ફોડેબલ હાઉસની જરૂરીયાત છે.આ સર્વે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કરવામાં આવ્યો છે. રાજય સરકારે ૨૦૧૭-૧૮ના બજેટમાં લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ૪૫ હજાર એર્ફોડેબલ હાઉસ આપવાનો ટાર્ગેટ રાખ્યો છે. જયારે અન્ય ૧ લાખ એર્ફોડેબલ હાઉસ વિવિધ યોજનાઓ હેઠળ અપાશે. સર્વેના આંકડા મુજબ હાલ ૯.૭૮ લાખ મકાનોની જરૂરીયાત છે. આ માંગને પહોંચી વળવા હજુ ૭ થી ૮ વર્ષનો સમયગાળો લાગશે.

સરકારે તાજેતરના બજેટમાં રૂ.૧૩૪૦ કરોડ વિવિધ હાઉસીંગ સ્કીમ માટે ફાળવ્યા છે. સરકાર ચૂંટણી વર્ષમાં ૧ લાખ મકાનો આપવા માટે ઉંધામો ઈ છે. સર્વેના આંકડા મુજબ સરકાર સંપૂર્ણ તાકાતી કામ કરે તો પણ વર્ષ ૨૦૨૨ હાઉસીંગ ફોર ઓલ વડાપ્રધાનના ટાર્ગેટને પૂર્ણ કરી શકે તેમ ની તેવું નિષ્ણાંતોનું માનવું છે. હજુ આ સર્વેમાં સ્લમ, રિ-ડેવલોપમેન્ટ સ્કીમના હાઉસીંગ પ્રોજેકટનો સમાવેશ કરવામાં આવ્યો ની. જેી આંકડાથી ૨૦૨૨ સુધીનું તારણ કાઢવું યોગ્ય ગણી શકાય નહીં.

સર્વેના આંકડા અનુસાર અમદાવાદ જિલ્લામાં ૩.૩૪ લાખ મકાનો, સુરતમાં ૧.૨૮ લાખ મકાનો, રાજકોટમાં ૯૮૮૪૧ મકાનો અને બરોડામાં ૬૩૯૬૪ મકાનોની જરૂરીયાત છે. સર્વેનુસાર એર્ફોડેબલ હાઉસીંગ પ્રોજેકટમાં ૩,૪૭,૩૯૭ મકાનોની જ‚રીયાત રહેશે. આ મકાનો પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ હેઠળ બનશે. હાલ ગુજરાત પ્રધાનમંત્રી આવાસ યોજનાની અમલવારી મામલે દેશમાં ટોચના ક્રમે છે. આ યોજના હેઠળ રાજયની મ્યુનિ. કોર્પોરેશનના ૧૭૧ અર્બન એરીયાને કવર કરી લેવાયા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.