ગુજરાતના IAS ઓફિસરને નવા વર્ષની ભેટ! 26 અધિકારીઓને અપાયા સિનિયર સ્કેલ પ્રમોશનચ
- ગુજરાતના IAS અધિકારીઓને નવા વર્ષની ભેટ
- 26 IAS અધિકારીઓનું કરાયું પ્રમોશન
- 9 અધિકારીઓ સિનિયર તરીકે થયા પ્રમોટ
આજ રોજ IAS અધિકારીઓના ગ્રેડ પે માં વધારો કરવામાં આવ્યો હતો. જેમાં વર્ષ 2012 અને વર્ષ 2021 ની બેચના અધિકારીઓને જૂનિયર એડમિનિસ્ટ્રેટિવ ગ્રેડ આપવામાં આવ્યો હતો.
રાજ્ય સરકાર દ્વારા નવા વર્ષે અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યા છે. જેમાં રાજ્યના 12 IPS અધિકારીઓની બઢતી કરવામાં આવી છે. જે બાદ આઇએએસ અધિકારીઓના ગ્રેડ પેમાં વધારો કરવામાં આવ્યો હતો.
સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ પરિપત્રમાં વર્ષ 2012 અને વર્ષ 2021 બેચના અધિકારીઓના ગ્રેડમાં વધારો કરવામાં આવ્યો હતો. જેમાં વર્ષ 2012 ની બેચના 17 IAS અધિકારીઓના ગ્રેડ પેમાં વધારો કરવામાં આવ્યો હતો. જેમાં આ અધિકારીઓને લેવલ 13 માં પે માં રૂપિયા 1,23,100 થી 2,15, 900 સુધીનો વધારો કરવામાં આવ્યો હતો.
જ્યારે વર્ષ 2021ની બેચના 9 IAS અધિકારીઓના ગ્રેડ પે માં વધારો ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો. જેમાં લેવલ 11 પ્રમાણે આ અધિકારીઓના પે માં 67, 200 થી 2,08, 700 સુધીનો વધારો કરવામાં આવ્યો છે.
આ બઢતીઓમાં સૌથી મહત્વની બાબત એ છે કે મહિલા IPS નીરજા ગોટરૂ હવે DGP બન્યા છે, જે ગુજરાત પોલીસના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ ઘટના છે. આ ઉપરાંત, ગૃહ સચિવ નિપુણા તોરવણેને એડિશનલ ડીજી તરીકે બઢતી આપવામાં આવી છે.
અન્ય અધિકારીઓમાં હિતેશ જોયસર, તરુણ દુગલ, ચેતન્ય માંડલીક, સરોજ કુમારી, આરવી ચુડાસમા, આરપી બારોટ, જીએ પંડ્યા, સુધા પાંડે અને સુજાતા મજુમદારને DIG તરીકે બઢતી આપવામાં આવી છે.
આ બઢતીઓથી પોલીસ તંત્રમાં નવો ઉત્સાહ અને જોમ આવશે અને કાર્યક્ષમતામાં પણ વધારો થશે એવી આશા છે. રાજ્ય સરકારે આ નિર્ણય દ્વારા પોલીસ દળના વહીવટને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો છે.