ઠાકોર સાહેબ માંધાતાસિંહજીની રાજતિલક વિધિએ ક્ષત્રિય સમાજના દીકરા-દીકરીઓની નોંધ લેતો રાજપરિવાર
રાજકોટના ઠાકોર સાહેબ માંધાતાસિંહજી જાડેજાના રાજતિલક વિધી પ્રસંગ સમગ્ર ક્ષત્રીય સમાજના દીકરા-દીકરીઓ દ્વારા તલવાર રાસ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. જે તલવાર રાસને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામ્યો હતો.
શહેરનાં વોર્ડ અને ઝોન પ્રમાણે લીડરો દ્વારા ટીમ બનાવી તલવાર રાસની પ્રેકટીસ કરવામાં આવી હતી.
તમામ લીડરોને ગિનીશબુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવતાર રાણી સાહેબા કાદમ્બરી દેવી દ્વારા સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યા હતા.
અજમેરા શાસ્ત્રીનગર ગ્રુપના લિટર રેખાબા તખ્તસિંહ જાડેજાને સર્ટીફીકેટ આપી સન્માન કરવામાં આવ્યુંહતુ. ત્યારે ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
આ તકકે પૂર્વ કોર્પોરેટર અને મહિલા આગેવાન ગાયત્રીબા વાઘેલા, ઉપસ્થિત રહ્યા હતા.
તલવાર રાસને ગિનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન આપવા માટે રાણી સાહેબા કાદમ્બરીદેવી, રાજકુમારી મુદુલાકુમારી જાડેજા, ભગીનીસેવા ફાઉન્ડેશનના બિન્દુબા રાણા, પુજાબા જાડેજા, ડીમ્પલબા જાડેજા, રેખાબા જાડેજા, મમતાબા ગોહિલ, ચંદ્રાબા પરમાર અને સ્નેહલબા ગોહિલ,હાર્દિકાબા જાડેજા, અને હેમીક્ષાબા ગોહિલના સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.