કોઇપણ ગુન્હામાં સંડોવાયેલા લોકોને રાજકીય ગતિવિધીમાં પ્રવેશવા અથવા પાર્ટી રચવા પર રોક લગાવવા ભાજપના નેતા અશ્ર્વિનકુમાર ઉપાઘ્યાયે વર્ષ ૨૦૧૭ માં સુપ્રીમમાં કરેલી અરજીનો કેન્દ્ર સરકાર દ્વારા વિરોધ
રાજકીય પક્ષોની અંદર કોઇ નેતા કે ઉમેદવાર ગુનેગાર હોય તો પણ તેને હોદા પરથી દુર ન કરી શકાય તેમ સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે કહ્યું કે ક્રીમીનલ બેકગ્રાઉન્ડ ધરાવતા એટલે કે કોઇ ગુનામાં સંડોવાયેલા લોકોનું રાજનીતીક પદ પર રહેવા અથવા કોઇ રાજકીય પાર્ટી રચવા પર પ્રતિબંધ લગાવવા સુપ્રીમ કોર્ટમાં એક અરજીથઇ હતી જેનો વિરોધ કરી કેન્દ્ર સરકારે કહ્યું કે, ગુનેગાર કોઇપણ લોકોને રાજનીતીક ગતિવિધીઓમાં સામેલ થવાથી રોકી ન શકાય.
જણાવી દઇએ કે, ભાજપના નેતા અશ્ર્વિની કુમાર ઉપાઘ્યાયે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી જેમાં ચુંટણી પંચને નિર્દેશો અપાયા હતા. કે તે એવી કોઇ પાર્ટીને માન્યતા ન આપે જેનું નેતૃત્વ કોઇ ગુનેગાર લોકો કરતા હોય, કેન્દ્ર સરકારે કોર્ટમાં કહ્યું કે, અમને ખબર છે કે રાજનીતીમાં ગુનાઓ રોકવા ચુંટણી પ્રક્રિયામાં સુધારઓની આવશ્યફકતા છે પરંતુ આવા પ્રકારના કોઇ નિર્દેશનું પાલન કરવું જોઇએ નહીં. સરકારે વધુમાં કહ્યું હતું કે,
હાલના કાયદા કાનુન હેઠળ થતા રાજનીતીક દળોના રજીસ્ટ્રેશની પ્રક્રિયાને સઁપૂર્ણ સન્માન મળવું જોઇએ. અને આ કાનુન અંતર્ગત એવો ઉલ્લેખ નથી કે કોઇ ગુનામાં સંડોવાયેલા લોકો સઁસદ અથવા રાજયોની વિધાનસભા ચુંટણી લડવા માટે અયોગ્ય છે.
જણાવી દઇએ કે અશ્ર્વિની કુમારે આ અરજી વર્ષ ૨૦૧૭માં કરી હતી અને દાગીનેતાઓને પાટી રચવા પર રોક લગાવવા માંગ કરી હતી જેના પગલે સુપ્રીમ કોર્ટે ડિસેમ્બર ૨૦૧૭માં કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો હતો. જેમાં સરકારે કહ્યું કે, આવા ગુનાહિત લોકોના રાજકીય ગતિવિધી ના પ્રવેશવા પર રોક ન લગાવી શકાય કારણ કે બંધારણમાં કોઇ પણ વ્યકિતને આ માટે સંપૂર્ણ હકક પ્રાપ્ત છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,