સ્કુલ, શિક્ષકો અને વિઘાર્થીઓ માટે ડુ એન્ડ ડોન્ટની સુચી બનાવાઇ
સાયબર ક્રાઇમ લોકોની એક મોટી ચિંતા બની ગયું છે જેનો કુમળા વિઘાર્થીઓ ભોગ ન બને તેને લઇ એનસીઇઆરટીએ ગાઇડલાઇન જાહેર કરી છે. સ્કુલોમાં સાયબર સેકયુરીટીને લઇ સંસ્થાઓ પાસે લાઇસન્સ ધરાવતાું સોફટવેર, વાઇ-ફાઇમાં પાસવકર્ડ, અને કમ્પ્યુટરોની સમયાંતરે ચકાસણી જરુરીછે. એનસીઇઆરટી દ્વારા પ્રથમ વખત જાહેર કરાયેલી ગાઇડલાઇન સ્કુલ, શિક્ષકો અને વિઘાર્થીઓ માટે તેમ ત્રણ ભાગમાં વિભાજીત કરવામાં આવી છે.
જેમાં પોલીસી પ્રમાટે ‘ડુ એન્ડ ડોન્ટ’એટલે કરવું અને શું ન કરવા અંગેની માહીતી આપવામાં આવી છે. વિઘાર્થીઓને ઓનલાઇન કોઇપણ ગડબડી જણાતા સંસ્થામાં જાણ કરવા પ્રોત્સાહિત કરાયા છે. જો તેમને અભદ્ર ભાષા, છેતરણી, અથવા અયોગ્ય ટિપ્પણી અથવા પ્રોફાઇલ દર્શાય તો લોગ ઇન નહી કરવાનું જણાવાયું છે. મંગળવારે જાહેર કરાયેલી ગાઇડ લાઇન લાઇનમાં શિક્ષકોએ વિઘાર્થીઓ દ્વારા ઉપયોગ થતી મોનીટર સિસ્ટમની બ્રાઉઝર હિસ્ટ્રીની નિયમિત સંભાળ લેવી અને સાયબર અટેકથી વિઘાર્થીઓને બચાવવા સતત પ્રયત્નશીલ રહેવાની જાણ કરાઇ છે. ફેબ્રુઆરીમાં સાયબર બુલીંગના કિસ્સામાં ગુરુગ્રામની સ્કુલની ૮ માં ધોરણમાં અભ્યાસ કરતા વિઘાર્થીઓ તેની શિક્ષિકાનો રેપ કરી તેની પુત્રીને ઇન્સ્ટાગ્રામ ઉપર હેરાન કરી હતી. તેથી વાલી અને સ્કુલો વચ્ચે ઘર્ષણ થયું હતું.
આ તમામ ગાઇડ લાઇન પોલીસી, પ્રમાણે તૈયાર કરાઇ છે. થય ઇન્ડિયન સ્કુલના પ્રિન્સીપાલ જણાવે છે કે તેમણે એન્ટી બુલીંગ માટેની કમિટીની સ્થાપના કરી છે જો સ્કુલમાં કોઇ આ પ્રકારનો બનાવ બને છે તો તેમાં વાલીઓને પણ બોલાવવામાં આવશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com