તા.//૨૦૧૯ના રોજ દિવ્યાંગો માટે કામ કરતી સંસ્થા રચના ફાઉન્ડેશન પાલીતાણાના વર્ષ દરમ્યાન કરેલ કામગીરીના અહેવાલનું વિમોચન અને દિવ્યાંગો માટે ભારત સરકાર દ્વારા આપવામાં આવેલ યુનિક આઈડી કાર્ડનું વિમોચન અને વિતરણ કરવામાં આવેલ હતું. રાજય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા દિવ્યાંગો માટેની યોજનાઓની જાણકારી આપવામાં આવેલ તેમજ દિવ્યાંગ લાભાર્થીઓને સમયસર સહાય મળે તે માટે માર્ગદર્શન પુરુ પાડવામાં આવેલ.

આ પ્રસંગે આપણા ભાવનગરના જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી વૈશાલીબેન જોષી તેમજ પાલીતાણા મામલતદાર વસાવા તેમજ ગુજરાત નગરપાલિકા પરીષદના મંત્રી પ્રવિણભાઈ ગઢવી તેમજ પાલીતાણા નગરપાલિકાના ચેરમેન ઓમદેવસિંહ સરવૈયા તેમજ પાલીતાણા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ કિરીટભાઈ તેમજ ભાવનગર જીલ્લાના આંતરરાષ્ટ્રીય હિન્દુ પરીષદના કાર્યકારી અધ્યક્ષ ભરતભાઈ રાઠોડ તથા નાગરીક શરાફી મંડળીના ઉપપ્રમુખ રમેશભાઈ રાઠોડ તથા ડાયરેકટર મનોજભાઈ દેસાઈ તેમજ રામી માળી ટ્રસ્ટના ઉપપ્રમુખ અને ભાવનગર જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિના સદસ્ય પ્રતાપભાઈ મકવાણા તથા ટ્રસ્ટી જયંતિભાઈ બારડ તથા પાલીતાણા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હેમાબેન કડેલ તથા પાલીતાણાના પત્રકાર મિત્રો આ પ્રસંગે હાજર રહેલ હતા.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન બળવંતભાઈ મકવાણા દ્વારા કરવામાં આવેલ હતું. તેમજ બહોળી સંખ્યામાં દિવ્યાંગ ભાઈઓ/બહેનો હાજર રહેલ હતા. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ પ્રકાશભાઈ એસ.સોલંકી તથા ટ્રસ્ટીગણ સાથે રાખીને સરસ અને સુંદર રીતે કાર્યક્રમ પૂર્ણ કરેલ હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.