ગુજરાત રાજય સરકારની મુખ્યમંત્રીની એપ્રેન્ટીસશીપ યોજના અન્વયે સરકાર દ્વારા અપાયેલા ૧ લાખ એપ્રેન્ટીસોની ભરતીની લક્ષ્યાંક સામે સૌ.યુનિ.ને ૨૦૦૦ એપ્રેન્ટીસોની ભરતીનો લક્ષ્યાંક મળેલ છે.
આ અંગે આગામી તા.૭એ સોમવારના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં ખાતે એનએફડીડી હોલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજો માટે માર્ગદર્શન સેમીનારનું આયોજન યુનિવર્સિટીના પ્લેસમેન્ટ સેલ દ્વારા કરવામાં આવ્યું છે.
આ સેમીનારમાં મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજનાી વિર્દ્યાીને નાર લાભો તથા નિયમો વિશે વિસ્તૃત જાણકારી આઈટીઆઈ રાજકોટના આચાર્ય રાજેશભાઈ ત્રિવેદી અને એડવાઈઝર મુકેશભાઈ મુંઝાણી દ્વારા આપવામાં આવશે.
આ સેમીનારમાં સૌ.યુનિ. સંલગ્ન કોલેજોના આચાર્ય, ડાયરેકટરો પણ ઉપસ્તિ રહેનાર છે. જે કોઈને પણ આ માર્ગદર્શન સેમીનારમાં લાભ લેવા માંગતા હોય તેઓને હાજર રહેવા સૌ.યુનિ. દ્વારા અપીલ કરવામાં આવી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,