• વાહનના દસ્તાવેજ એપ્લીકેશના માઘ્યમથી મોબાઇલમાં રાખી શકાશે
  • સગીર વાહન ચલાવે, રજીસ્ટ્રેશન નંબર ન હોય, પરમીટ વિના ટ્રાન્સપોર્ટ વાહન ચલાવવા અને વેલીડ ફીટનેસ ન હોય ત્યારે પી.એસ.આઇ. વાહન ડીટેઇન કરી શકે

ટ્રાફીક નિયમન અંગે પોલીસ અને આર.ટી.ઓ.  દ્વારા થતી કાર્યવાહી અંગે કેટલીક ગુચવણ રહી હોવાથી વાહન વ્યવહાર કમિશના ગાંધીનગર ખાતે મળેલી બેઠકમાં વાહનને લગતા દસ્તાવેજ મોબાઇલની ડીજી લોકર અને એમ પરિવહન એપ રાખી ચેકીંગ દરમિયાન બતાવવામાં  આવે તો તે માન્ય રાખવા, વાહન ડીટેઇન કોણ કરી શકે અને ટ્રાફીકનો કેસ કોણ માંડવાળ કરી શકે તે અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે.

મોટક વ્હિકલ એકટ 1988 હેઠળના ગુન્હાઓના ચેકીગ, માંડવાળ પ્રક્રિયા તથા વાહન ડિટેઇન કરવા બાબતે વિગતવાર સ્પષ્ટતા કરવા તા. 25-5-22 ના રોજ મળેલ જાહેર હિસાબી સમીતીની બેઠકમાં સુચના આપવામાં આવેલી હતી.

પોલીસ અધિકારીના ટ્રાફીક ગુન્હાઓ માટે ચેકીંગ દરમ્યાન જો વાહન માલીક-ડ્રાઇવર દ્વારા ગુનો આચરવામાં આવેલો હોય અને દસ્તાવેજો કબજે લેવાની જરુરીયાત ઉભી થાય તેવા કિસ્સામાં કેન્દ્રીય મોટર વાહન નિયમો 1989 ની નિયમ 139 મુજબ 1પ દિવસમાં દસ્તાવેજો રજુ કરી શકાય છે અથવા ઇલેકટ્રોનીક ફોર્મમાં પણ રજુ કરી શકાય છે. આ નિયમના વધુ સ્પષ્ટીકરણ માટે કેન્દ્ર સરકારે તા. 8-8-2018 થથા 19-11-2018 થી સુચનાઓ પણ આપી છે.

કોઇપણ નાગરીક પાસે ગણવેશમાં હોય તેવા પોલીસ અધિકારી અથવા રાજયસરકારે ચેકીંગ માટે અધિકૃત કરેલા હોય તેવા અધિકારી દ્વારા માંગવામાં આવે ત્યારે તે નાગરીક રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ, વીમો, ફીટનેસ પરમીટ, પીયુસી સર્ટીફીકેટ ભૌતિક સ્વરુપમાં અથવા ઇલેકટ્રોનીક સ્વરુપમાં રજુ કરી શકે છે. વધુમાં કેન્દ્ર સરકારના મીનીસ્ટ્રી ઓફ રોડ, ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેના તા. 8-8-2018 ના પત્રથી ડીજીલોકર અથવા એમ પરિવહન એપ પ્લેટમફોર્મથી રજુ થયેલી ડ્રાઇવીંગ લાયસન્સ અને રજીસ્ટ્રેશન વગેરે દસ્તાવેજો કાયદાકીય અધિકૃતતા આપવામાં આવી છે. અને ડિજીલોકર અને એમ પરિવહન એપનો વધુમાં વધુ ઉપયોગ થાય તે માટે સુચનાઓ આપી છે.

જો વાહન માલીક-ડ્રાઇવર દ્વારા ગુનો આચરવામાં આવે અને દસ્તાવેજો કબ્જે લેવાની જરુરીયાત ઉભી થાય તેવા કિસ્સામાં એન્ફોર્સમેન્ટ એજન્સી આ દસ્તાવેજોને ટઅઇંઅગઅ/જઅછઅઝઇંઈં  સગીર હોવા છતા વાહન ચલાવવું, વાહનની નોંધણી ન હોવા છતાં વાહનનો ઉપયોગ કરવો., પરમીટ વગર ટ્રાન્સપોર્ટ વાહન ચલાવવું, ટ્રાન્સપોર્ટ વાહન પરમીટ ધરાવતું હોવા છતાં તેના પરમીટની એરીયા હેતુનો ભંગ કરી ટ્રાન્સપોર્ટ વાહન ચલાવવું અને વેલીડ ફિટનેસ સર્ટીફીકેટ વગર ટ્રાન્સપોર્ટ વાહનનો જાહેર માર્ગ પર ઉપયોગ કરવો.

મોટર વાહન ડિટેઇન કરવા ગુજરાત મોટર વાહન નિયમ 1989 ના નિયમ 235-એ મુજબ સબ ઇન્સ્પેકટર ઓફ પોલીસ કે તેનાથી ઉપરના દરજજાના અધિકારી વાહન ડીટેઇન કરી શકે છે તેમજ ગુજરાત મોટર વાહનનિયમ 1989 નિયમ 239 મુજબ સહાયક મોટર વાહન નીરીક્ષક કે તેનાથી ઉપરના દરજજાના અધિકારી મોટર વાહન ડિટેઇન કરવાની સત્તા ધરાવે છે તેમજ કેસ માંડવાળ અંગે

પોલીસ મેમો આપી શકે અને માંડવાળા કરી શકે તેવા ગુન્હા એનેક્ષર મુજબ સામેલ છે., પોલીસ દ્વારા માંડવાળ ન થઇ શકે પરંતુ આર.ટી.ઓ. કચેરીએથી માંડવાળ થાય તેવા ગુન્હા એનેક્ષર મુજબ સામેલ કરાયા છે.

પોલીસ-આર.ટી.ઓ. બન્ને દ્વારા માંડવાળ ન થઇ શકે પરંતુ ગુન્હાને પ્રોસીકયુશન અર્થે કોર્ટમાં મોકલવા પડે તેવા ગુન્હા એનેક્ષર મુજબ સામેલ કરાયા છે.

ગુજરાત મોટર વાહન વેરા અધિનિયમ 1958 ની કલમ 1ર-બી હેઠળ મોટર વાહન વિભાગના સહાયક મોટર વાહન નીરીક્ષક અને પોલીસ ખાતાના સબ ઇન્સ્પેકટર ઓફ પોલીસ કે તેનાથી ઉપરના દરજજાના અધિકારી મોટર વાહન વેરો ભર્યા વગર વપરાવવામાં આવતા વાહનોને મોટર વાહન વેરાની વસુલાત માટે ડીટેઇન કરી શકે છે. આમ, ઉપરોકત બાબતે આપનાુ તાબાના અધિકારીઓને આ કચેરીની જાણ હેઠળ જરુરી સુચના આપવા પત્રમાં જણાવ્યું છે.

નંબર પ્લેટમાં બીન જરૂરી લખાણ સામે કાર્યવાહી

રાજયમાં મોટી સંખ્યામાં ખાનગી વાનોની નંબર પ્લેટ પર સરકારી વાહનોની જેમ લાલ કલરની પટ્ટી રાખીને વિવિધ લખાણો, નામો લખવામાં આવે છે જેથી ખાનગી વાહન પણ સરકારી વાહન હોવાનો ભ્રમ ઉભો થાય છે તેમજ વાહનો ઉપર પોલીસ- એમએલએ તથા અન્ય હોદા દર્શાવતું બોર્ડ લગાવવામાં આવતું હોય છે. તેવું તા. 25-5-2022 ના રોજ યોજાયેલ જાહેર હિસાબ સમીતી દ્વારા ચિંતા વ્યકત કરી સદર બાબતે યોગ્ય પગલા લેવા જણાવ્યું છે.

વાહનોમાં આ પ્રકારનું અનઅધિકૃત લખાણ પ્રદર્શિત કરવું એ ગુજરાત મોટર વાહન નિયમો 1989 ના નિયમ 1રપ હેઠળની જોગવાઇ વિરુઘ્ધનું છેતેમજ કેન્દ્રીય મોટર વાહન અધિનિયમ 1988 ની કલમ 177 હેઠળ દંડને પાત્ર છે.

આથી રાજયમાં આવા અનઅધિકૃત લખાણ ધરાવતા વાહનોનું ચેકીંગ કરી વાહનો ઉપરના અનઅધિકૃત લખાણ દુર કરવા- કાયદેસરના પગલા લેવા જરુરી કાર્યવાહી કરવા જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.