લોકોના પ્રશ્ર્નો સાંભળી તંત્રને પણ મુંઝવણ
ઘણા સમયથી જીએસટીની મુંઝવણ લોકોમાં જોવા મળી રહી છે. જેના કારણે વિરોધ પ્રદર્શન પણ થઈ રહ્યા છે. જીએસટી કાયદાને સમજાવવા તંત્ર દ્વારા અવાર નવાર પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તે જ સંદર્ભે ગત તા.૧૩ જુલાઈના રોજ સાંજે ૫ કલાકે રાજકોટ ખાતે જીલ્લા સેવા સદન-૧ (કલેકટર ઓફિસ) મુકામે એક વીડીયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતુ આ વિડીયો કોન્ફરન્સમાં નવી દિલ્હીથી કોમર્સ ડિપાર્ટમેન્ટનાં જોઈન્ટ સેક્રેટરી રજનીશજી દ્વારા લાઈવ વિડિયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યુંં હતુ જેમાં રાજકોટના કલેકટર વિક્રાંત પાંડે, એડિશનલ કલેકટર હર્ષદ એમ. વોરા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા ત્યાં રાજકોટ માર્કેટ યાર્ડના એજન્ટ એસો. પ્રમુખ અતુલ કમાણી સહિતના સભ્યોએ પણ હાજરી આપી હતી.
આ સંદર્ભે અતુલ કમાણીએ જણાવ્યું હતુ કે છેલ્લા ૧૩ દિવસથી સૌરાષ્ટ્રના તમામ માર્કેટ યાર્ડો બંધ હતા તેનો સુખદ અંત આવ્યો છે. તથા ગત તા.૧૨ જુલાઈના રોજ અમને અમદાવાદ ખાતે જીએસટીની પૂરેપૂરી સમજણ આપી છે. જેનાથી અમને જીએસટીની સમજણ મળી છે. તેમણે વિડિયો કોન્ફરન્સ વિશે પૂછતા તેમણે જણાવ્યું હતુ કે જીએસટીને લઈને મુંઝવણો તથા પ્રશ્ર્નો અંગે ચર્ચા કરવા માટે આ વિડિયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે.
માર્કેટ યાર્ડના કમિશન એજન્ટ રમેશભાઈ ગોંડલીયાને આ ૧૩ દિવસોમાં થયેલી નુકશાની વિશે પૂછતા તેમણે જણાવ્યું હતુ કે હાલ સીઝન નથી છતા પણ બંધ ઉપર ઉતરેલા બધા જ યાર્ડની વાત કરીએ તો દરરોજનું કુલ ૨૫ થી ૩૦ કરોડનું ટર્નઓવર છે. એટલે કે ૧૩ દિવસમાં અબજો ‚પીયાની નુકશાની થઈ છે.તેમણે વધુમાં જણાવ્યું હતુ કે ખેડુતોનો માલ પડતર જ પડેલો રહી ગયો છે. જેના કારણે ખેડુતોને પણ હાલાકી ભોગવવી પડી છે. પરંતુ હવે યાર્ડો શ‚ થઈ જતા ફરીથી બધુ જ રાબેતા મુજબ શ‚ થઈ જશે
ત્યારબાદ યાર્ડના કમિશન એજન્ટો હાલ જે ‘કિશાન’ સોફટવેર વાપરે છે તેના નિર્માણકર્તા ચંદ્રેશ કોઠારીએ પી.ડી. વાઘેલા તથા તેમની ટીમનો આભાર માન્યો હતો તથા તેમણે જણાવ્યા મુજબ એમ સોફટવેરમાં ફેરફાર કરી નાખ્યો છે. તથા હવે યાર્ડો શ‚ થઈ જશે.