આર.ડી.ગારડી કોલેજ ઓફ એજયુકેશનમાં છાત્રોને સંબોધતા ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ વાઈસ ચાન્સલર તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એજયુકેશન ફેકલ્ટીના ડીન ડો.નિદત બારોટે બી.એડ.ના પ્રશિક્ષર્ણાીઓને સંબોધતા જણાવ્યું હતું કે, શિક્ષક પાસે થોડો મિજાજ હોવો જોઈએ તો સાથે સાથે થોડી અહિંસક દાદાગીરી પણ હોવી જોઈએ. શિક્ષક ક્યારેય નમાલો ન હોઈ શકે. આદર્શ શિક્ષક એ હોય કે જે બાળકોમાં સર્જનાત્મકતા લાવે. બાળકો વિકેંદ્રિત ચિંતન કરતા થાય એ દિશામાં શિક્ષકનો પ્રયાસ રહેવો જોઈએ અને આના માટે પ્રશિક્ષર્ણાીઓ તરીકે ચિંતનશીલ બની રહેવું જોઈએ.
વર્તમાન સમય કોઈ એક કૌશલ્યમાં શ્રેષ્ઠતા હોવી એટલું જ પુરતું ની શીખવવાના કૌશલ્યોની સાથે સાથે અન્ય સહઅભ્યાસિક અને ઈત્તર પ્રવૃતિઓમાં પણ શિક્ષક રસ અને કૌશલ્યો ધરાવતો હોવો જોઈએ. પોતાની શૈક્ષણિક સંસી બહાર નીકળી અન્ય તમામ શૈક્ષણિક સંસઓ અને વિશ્ર્વ વિદ્યાલયોથી માહિતીસભર રહેવું પડશે. વોટ્સએપ, ફેસબુક કે સોશ્યલ મીડિયાી બહાર નીકળી માત્ર મનોરંજન માટે જ નહીં પરંતુ જ્ઞાનના સંદર્ભમાં તેનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો પડશે.
ડો.નિદત બારોટના આ ઉદબોધનને પ્રશિર્ક્ષાીઓએ હોંશે હોંશે ઝિલ્યો હતો. પ્રારંભે ગારડી કોલેજના પ્રિન્સીપાલ ડો.ભાવનાબેન મહેતાએ પરિચય આપ્યો હતો. અને સ્વાગત કર્યું હતું. સેમીનારના અંતે તાલીર્માથીઓ દ્વારા પ્રશ્ર્નોતરી પણ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમની વ્યવસ મુકેશ દોશીના નેતૃત્વ હેઠળ શૈલેષ દવે, રૂચિતા રાઠોડ, ડિમ્પલ કાનાણી, સત્યજીતસિંહ જાડેજા, સંજય વસાવા, ગીતાબેન વોરા, માનસીબેન ચૌહાણ, સંદીપ ચૌહાણ, પલ્લવ ભગરિયા, જીવણભાઈ સતાપરાએ જહેમત ઉઠાવી હતી.