ટેકનિકલ કોર્સ અંગેની માહિતી સાથોસાથ ભવિષ્યમાં રોજગારીની તકો સહિતના મુદ્દે જાગૃતતા કેળવવામાં આવશે
સરકાર સ્કીલ ઇન્ડિયા મોમેન્ટ ને વધુ તીવ્રવેગે આગળ ધપાવી રહી છે ત્યારે કૌશલ્ય વર્ધક શૈક્ષણિક કોર્ષમાં વિદ્યાર્થીઓનો વધારો થાય અને આ કોર્સનું ચલણ વધે તે માટે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ દ્વારા તારીખ 6 મેથી 28 મે દરમિયાન રાજ્યના 33 જિલ્લાઓમાં 57 જેટલા માર્ગદર્શન સેમિનારનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. એસીપીસી દ્વારા બીઈ, બીટેક, બીફાર્મ, હોટલ મેનેજમેન્ટ અને બીઆર્કના કોર્સ માટે ગાઈડન્સ કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવશે અને વિદ્યાર્થીઓને માહિતગાર પણ કરાશે.
6 મેના રોજ એસીપીસી કમિટી દ્વારા અમદાવાદ,દાહોદ,ગોધરા, મોડાસા ,હિંમતનગર ,ભરૂચ, સુરત ,પોરબંદર, ભાવનગર અને વડોદરા ખાતે આ કાર્યક્રમ યોજાશે. આ સમયગાળા દરમિયાન શૈક્ષણિક ક્ષેત્ર સાથે સંકળાયેલા શિક્ષણ વિદદો વિદ્યાર્થીઓને આ કોર્સમાં કઈ રીતે અપ્લાય કરવું એટલું જ નહીં આ ટેકનિકલ કોર્સની શું મહત્વ હતા અને ભવિષ્યમાં આ કોર્સ કર્યા બાદ રોજગારીની કઈ પ્રકારની તક ઉદભવિત થશે તે અંગે જાગૃતા અંગેનો સેમીનાર યોજાશે. હાલ સરકાર કૌશલ્ય વર્ધક કોષ નો પ્રચાર પ્રસાર ખૂબ વેદથી કરી રહ્યું છે કારણ કે સરકારી છે કે વધુને વધુ લોકો આ કોર્સમાં સહભાગી થાય અને તેઓ પોતાનો કારકિર્દી ઘડતર ખૂબ સારી રીતે કરી શકે. સરકાર વધુને વધુ ટેકનિકલ કોર્સ ની મહત્વતા વિદ્યાર્થીઓ ને સમજાવી રહી છે અને આ કોર્સમાં ભવિષ્ય ખૂબ હોવા છતાં જે યોગ્ય રીતે વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવવો જોઈ તે હજુ સુધી મેળવવામાં આવ્યો નથી પરિણામે આ કોષની જાગૃતતા અંગે 57 જેટલા સેમીનાર યોજાશે.