પ્રદેશ ભાજપ પ્રવકતા ભરતભાઈ પંડ્યા સહિત અનેક આગેવાનો ઉપસ્થિતિ રહી પ્રબુધ્ધ નાગરિકો અને કાર્યકર્તાઓને આપ્યું માર્ગદર્શન
દેશભરમાં જ્યારી નાગરિક સંશોધન કાયદો અમલી બન્યો છે. તે સમયી જ સમગ્ર દેશમાં કાયદાને લઈ ઉહાપો મચવા પામ્યો છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે તમામ વિપક્ષો સરકારને જાણે આડે હાથ લીધી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ભાજપ પક્ષ દ્વારા સમગ્ર ભારતમાં નાગરિક સંશોધન કાયદાને ઉજાગર કરવા અને તેનું મહત્વ સમજાવવા માટે ઠેર-ઠેર માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેવી જ રીતે રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા સ્વામી નારાયણ ગુરૂકુળ ખાતે પ્રદેશ ભાજપ પ્રવકતા ભરતભાઈ પંડ્યાની અધ્યક્ષતામાં નાગરિક સંશોધન કાયદા અંતર્ગત પ્રબુધ્ધ નાગરિક અને કાર્યકર્તાઓને માર્ગદર્શન આપતા સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
સીએએ જન જાગરણ અભિયાન કાર્યક્રમ હેઠળ અનેકવિધ કાર્યક્રમો યોજાવામાં આવી રહ્યાં છે. ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર દ્વારા નાગરિકતા સુધારા કાયદો જે બનાવવામાં આવ્યો છે તેને લઈ દેશભરમાં ભાજપ દ્વારા સીએએ જન જાગરણ અભિયાન સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા આયોજીત કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ પ્રવકતાની સાથે જિલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની, જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયા, સાથો સાથ જિલ્લા ભાજપ મહામંત્રી ભાનુભાઈ મહેતા, જયંતીભાઈ ઢોલ અને ભરત બોઘરા ઉપસ્થિતિ રહ્યાં હતા. આ તકે સાંસદ મોહનભાઈ કુંડારીયા તથા ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા પણ હાજર રહ્યાં હતા.
આ તકે પ્રદેશ ભાજપ પ્રવકતાએ નાગરિક સંશોધન કાયદાના સંદર્ભમાં કોંગ્રેસ પક્ષ જે રીતે જુઠાણાઓ અને અફવાઓ ફેલાવી લોકોને ગેરમાર્ગે દોરવાના કાવતરા અને તોફાનો કોંગ્રેસી નેતાઓ દ્વારા કરવામાં આવી રહ્યાં છે. તેને ન કરવા ભરતભાઈ પંડ્યાએ આહવાન પણ કર્યું હતું. આ તકે તેઓએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ ભાજપની માનસીકતા સાથે સહેજ પણ સહમત નથી. તે ભાજપ બખુબી જાણે છે. પરંતુ કોંગ્રેસ જે રીતે લોકોને ભ્રામક વાતો કરી ભ્રમીત કરે છે તે તેને ન કરવું જોઈએ. આ ઉપરાંત તેઓએ બિન સચિવાલય પરિક્ષામાં વિદ્યાર્થીઓની લાગણી અને માંગણીના નામે જે કોંગ્રેસ રાજકારણ રમી રહ્યું છે તેમાં તેને જણાવ્યું હતું કે, હર કોઈ લોકોને તેની ખોરી માનસીકતા ઉજાગર થઈ છે. સમગ્ર રાજ્યમાં જે રીતે તોફાનો નાગરિક સંશોધન કાયદાને અમલી થયા બાદ થયા છે તેમાં તપાસમાં કોંગી કાર્યકરોનું નામ ખુલ્યું છે.
અંતમાં તેઓએ જણાવ્યું હતું કે, નાગરિક સંશોધન કાયદો ભારતમાં વસતા લોકોને સહેજ પણ બંધનકર્તા નથી. માત્રને માત્ર જે પાકિસ્તાન કે અરબમાં વસતા માઈનોરીટીવાળા લોકો છે તેને આશ્રય આપવા માટે અને તેઓને નાગરિકતા પૂરી પાડવા માટે આ કાયદો ભારત સરકાર દ્વારા બનાવવામાં આવ્યો છે. જેનું પૃથકરણ કોંગ્રેસ પક્ષ દ્વારા ખોટી રીતે કરવામાં આવી રહ્યું છે.
નાગરિકતાને લઇ કોંગ્રેસ અરાજકતા ફેલાવે છે: ભરત પંડયા
નાગરિક સંશોધન કાયદા અંગે માર્ગદર્શન આપતા સેમીનારમાં ઉપસ્થિતિ રહેલા પ્રદેશ ભાજપ પ્રવકતા ભરતભાઈ પંડ્યાએ ‘અબતક’ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, નાગરિક સંશોધન કાયદા અંગે કોંગ્રેસ જે રીતે જુઠાણુ અને અરાજકતા ફેલાવી રહ્યું છે તેનાથી તે લોકો અને તેમની લાગણી સાથે રમી રહ્યું છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આ કાયદો દેશના નાગરિકોને સહેજ પણ નડતરરૂપ નથી અને હાલ નાગરિકતાને લઈ અસમંજસની વાતો ફેલાઈ રહી છે તે પણ નિરર્થક છે. આ તકે તેઓએ જણાવ્યું હતું કે, દેશમાં જે અશાંતિનો માહોલ ફેલાયો છે તેમાં કોઈ જ્ઞાતિ, જાતિ નહીં પરંતુ કોંગ્રેસની ખોરી રાજનીતિ મુખ્ય કારણ છે. સીએએ કાયદાને લઈ સમગ્ર ભારતમાં લોકો કાયદાની તરફેણમાં રેલીઓ પણ કાઢી રહ્યાં છે અને કાયદાનું સર્મન પણ કરી રહ્યાં છે. વિપક્ષી પાસે કોઈ નક્કર મુદ્દો ન હોવાના કારણે તેઓ ભાજપ દ્વારા લોકહિતમાં લેવામાં આવતા તમામ નિર્ણયો અને તેને અનુસાંગીક જે કાયદાઓ બનાવવામાં આવે છે તેના પર અનેકવિધ વખત પ્રશ્નો ઉભો કરી રહ્યાં છે. પરંતુ દેશની જનતા આ અંગે પુર્ણત: માહિતગાર છે. ભરતભાઈ પંડયાએ જણાવતા કહ્યું હતું કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ પણ વિદેશમાં રહેતા આશ્રીતોને જણાવ્યું હતું કે, જ્યારે પણ તેઓ તેમના દેશમાં કે તેઓના પ્રાંતમાં અસુરક્ષીત મહેસુસ કરે ત્યારે તેઓને ભારત શરણાગતિ આપશે. સાથો સાથ તેઓએ જવાહરલાલ નહેરૂની પણ ટાંકી જણાવ્યું હતું કે, કોંગ્રેસના જ નેતાઓને ખ્યાલ નથી કે, તેમના જ પક્ષના માંધાતાઓ દ્વારા આ અંગે અનેકવિધ વખત પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. ત્યારે આ નાગરિક સંશોધન કાયદામાં ભાજપને સફળતા મળી છે તે કોંગ્રેસ પચાવી શકતું નથી.