વિવિધ ક્ષેત્રના નામાંકિત તજજ્ઞો દ્વારા પ્રવાહ પસંદગી અંગે માર્ગદર્શન અપાશે
રાજકોટના જાણીતા જીનિયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂશન્સ દ્વારા ધોરણ 10 બાદ વિદ્યાર્થીઓ માટે પ્રવાહની પસંદગી અને કારકિર્દી ઘડતર માટે તારીખ અને રોવવાર ના રોજ સાંજે 4 થી 7 કલાક દરમિયાન પ્રમુખસ્વામી ઓડિટોરિયમ રૈયા રોડ ખાતે એમ્પ્લોર કોમર્સ એન્ડ આર્ટસ આફ્ટર ટેન્થ વિષય સાથે વિવિધ ક્ષેત્રના નામાંકિત નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે. આ સેમિનાર અંગે વધુ જણાવતા જીનીયસ ગ્રુપના ચેરમેન ડી.વી મહેતા જણાવે છે કે તારીખ 06 જુનના રોજ જાહેર થનાર ધોરણ 10 ના પરિણામ બાદ બાળકો અને વાલીઓ માટે કયા પ્રવાહની પસંદગી કરવી એ ખૂબ મોટો યક્ષપ્રશ્ન બની રહેતો હોય છે .
સમાજમાં બાળકો ઉપર વિજ્ઞાન પ્રવાહની પસંદગી માટે ખૂબ દબાણ રહેતું હોય છે . પરંતુ બાળકની રુચી , તેની ક્ષમતા , કૌશલ્યો , સામાજીક અને આર્થિક પ્રવાહો વગેરે ઘણી બાબતોને લક્ષમાં રાખી બાળકના સફળ ભવિષ્યની પસંદગી કરવાની થતી હોય છે . આજના સમયમાં કોમર્સ અને આર્ટસ પ્રવાહ પસંદ કરી અને ઘણા ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકીર્દિ ધડવાના વિકલ્પો ઉપલબ્ધ છે . આ મુંજવણ ભરેલા સમયમાં વિવિધ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી ટોચ પર રહેલા નિષ્ણાતોનો અભિપ્રાય , તેમના જીવનના ચડાવ – ઉતાર જેવી બાબતો જો વાલીઓ અને બાળકો સાંભળે તો તેમને પોતાના માટે નિર્ણય લેવો ખૂબ સરળ બની રહે છે .
આ પ્રશ્નોના સમાધાન માટે વાણિજય અને આર્ટસ પ્રવાહમાં અભ્યાસ કર્યા બાદ હાલમાં ઉચ્ચ હોદ્દા પર બિસજમાન એવા નિષ્ણાતોને આ કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવ્યા છે , કે જેઓ વિધાર્થીઓને પ્રવાહની પસંદગી માટે સાચું અને યોગ્ય માર્ગદર્શન પૂરુંપાડશે . આ માર્ગદર્શન સેમિનારમાં બેંગ્લોરથી ખાસ ઉપસ્થિત રહેનાર બેંગ્લોરની પ્રખ્યાત ક્રાઈસ્ટ યુનિવર્સિટીના એસોસીએટ પ્રોફેસર અને હોલિસ્ટિક એજ્યુકેશન ડેવલપમેન્ટ કોર્ડિનેટર ડો . વી મુથુ રૂબેન કે જેઓ કોલેજ કક્ષાએ શિક્ષણ આપવાનો 22 વર્ષનો અનુભવ ધરાવે છે . તેઓ શિક્ષકોને પ્રશિક્ષિત કરવા ઉપરાંત 45 થી વધુ સંસ્થાઓમાં વિઝીંટીંગ ફેકલ્ટી તરીકે , ઉપરાંત ઇન્ફોસીસ અને વિપ્રો જેવી કોર્પોરેટ કંપનીઓમાં પણ લેકચર અને સેમિનાર આપવા જાય છે .
આ સાથે પેનલના નિષ્ણાતોમાં પી.જી.વી.સી. એલ ના જોઇન્ટ એમડી પ્રીતિ શર્મા , સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મેનેજમેન્ટ વિભાગના વડા અને ફેમિલી બિઝનેસ થેરપિસ્ટ ડો . હિતેશ શુક્લ , એક સફળ ઉધોગ સાહસી અને જાણીતી બ્રાન્ડ ટી – પોસ્ટના ફાઉન્ડર જી દર્શન દાસાણી , સ્કાય બ્લુ ગ્રુપના ડાયરેક્ટર અને માલીક શૈલેષ પીઠડીયા , સીએ – સીએસ અને સીએમએનું શિક્ષણ આપતી જે . કે . શાહ ક્લાસીસના ઇન્સ્ટ્રકટર જ કેતન વ્યાસ અને જીનિયસ ગ્રુપના ચેરમેન અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ શ્રી ડી વી મહેતા સાહેબ આ સેમિનારમાં ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને કોમર્સ અને આર્ટસ માં અભ્યાસ થકી ભવિષ્યમાં કારકિર્દી ની ઉજ્જવળ તકો વિશે જણાવશે આ સેમિનાર આયોજકો દ્વારા નિ:શુલ્ક રાખવામાં આવ્યો છે , પરંતુ રજીસ્ટ્રેશન કરાવવુ જરુરી છે .
વધુ વિગત માટે મો . નં . 78743302 30 અથવા 9409102796 ઉપર સંપર્ક કરી શકાશે. કાર્યક્રમની સફળતા માટે સંસ્થાના ચેરમેન ડી . વી મહેતા , સીઇઓ ડમ્પલબેન મહેતાના માર્ગદર્શનમાં જીનિયસ સ્કૂલના વાઈસ પ્રિન્સિપાલ કાજલ શુકલ અને જય ઈન્ટરનેશનલ સ્કૂલના વાઈસ પ્રિન્સિપાલ ચાર્મી જસાણી સાથે જીનિયસ સ્કૂલ અને જય ઇન્ટરનેશનલ સ્કૂલની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.