ફિઓના ઝોનલ હેડ જયપ્રકાશ ગોયલ, ડિજીએફટીના આઈટીએસ જોઈન્ટ ડાયરેકટર અભિષેક શર્મા, ફેકલ્ટી નિષ્ણાંત ડો.દર્શન મશરૂ (અમદાવાદ) દ્વારા પત્રકાર પરિષદમાં લોજીસ્ટીકસ-શિપિંગ સહિતની બાબતે માર્ગદર્શન અપાયું
ફિઓ ફેડરેશન અને ચેમ્બર ઓફ કોમર્સનાં સંયુકત ઉપક્રમે
ફિઓ ફેડરેશન ઓફ ઈન્ડીયન એકસપોર્ટ ઓર્ગેનાઈઝેશન તથા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સનાં સંયુકત ઉપક્રમે અત્રેનાં ચેમ્બર ઓફ કોમર્સનાં કોન્ફરન્સ હોલ ખાતે નિકાસ શિપિંગ અને લોજીસ્ટીકસ માટે વિવિધ માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
સેમિનાર ફિઓનાં જયપ્રકાશ ગોયલનાં અધ્યક્ષતામાં આ સેમિનાર યોજવામાં આવ્યો હતો. આ તકે જોઈન્ટ ડાયરેકટર જનરલ ઓફ ફોરન્ટ્રેડ (આઈટીએસ) રાજકોટ કચેરીનાં અભિષેક શર્માએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા વિદેશ વ્યાપાર નીતિને લઈને ઘણી ખરી પોન્સેનાઈઝીંગ સ્કીમો આયાતકારો માટે લાગુ હોય છે પરંતુ ઘટતી માહિતી અને આ વિશે ચોકકસ માહિતી ન હોવાનાં અભાવે સરકાર દ્વારા આપવામાં આવતા વિદેશ વ્યાપાર અને શિપિંગને લગતા બેનીફીટ એકસપોર્ટરો-ઈમ્પોર્ટરો મેળવી શકતા નથી. આથી વિદેશ વ્યાપાર નીતિમાં લોજીસ્ટીકસ અને શિપિંગ મહત્વનું પાસુ છે. આ માટે વાણીજય મંત્રાલય દ્વારા નિકાસને વધુમાં વધુ પ્રોત્સાહન મળે તે હેતુથી છેલ્લા કેટલાક વર્ષોથી ડીજીએફટી દ્વારા ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ખાસ કરીને વિદેશ વેપાર નીતિમાં નિકાસને પ્રોત્સાહન આપવા માટે તેમજ નિકાસ હેતુ માટે કર મુકિત અને આયાત માટેની માફી આપવાની પણ ઘણી યોજનાઓ કાર્યરત છે.
સેમીનારમાં અમદાવાદથી પધારેલા ફેકલ્ટીનાં નિષ્ણાંત ડો.દર્શન મશ‚એ જણાવ્યું હતું કે, લોજીસ્ટીકસ અને શિપિંગનો વ્યવસાય સરળ અને સમયની બચત થાય તે માટેની પહેલ પણ કરવામાં આવી છે. એમઈઆઈએસ, એસઈઆઈએસ એડવાન્સ ઓર્થોરાઈઝેશન, ઈપીસીજી, પ્રતિબંધિત આઈટમ્સ વગેરે સહિતની તમામ અધિકૃતતા માટે ઓનલાઈન એપ્લીકેશન બનાવવામાં આવી છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં સરકાર તરફથી કરમુકિત, શિપિંગ માટેના ફ્રેડ ફોરવર્ડીંગ, એકસપોર્ટરો માટે ડોકયુમેન્ટ સબમીટ કરવાની સરળ પ્રોસેસ, જીએસટી રેલીટેડ ફાયદાઓ અને બેનીફીટ સહિતની બાબતે એકસપોર્ટરોને માહિતી પ્રદાન કરવામાં આવી હતી અને વધુમાં વધુ એકસપોર્ટરો સરકારની વિદેશ વ્યાપાર નીતિની સ્કીમોનો લાભ લે તેમ અંતમાં કહ્યું હતું.
સેમીનારને સફળ બનાવવા માટે ચેમ્બર ઓફ કોમર્સનાં પ્રમુખ વી.પી.વૈષ્ણવ તથા પાર્થ ગણાત્રાએ જહેમત ઉઠાવી હતી. સેમીનારમાં મોટી સંખ્યામાં એકસપોર્ટરો, ઈમ્પોર્ટરો, કોર્પોરેટર ક્ષેત્રનાં બિઝનેસમેન, સીએએ સહિતનાં ઉપસ્થિત રહ્યા હતા.