- વેપારી ઉદ્યોગપતિઓ અને નિકાસકારોને મુંબઇના નિષ્ણાંત મિહિરભાઇ શાહે આપ્યું માર્ગદર્શન
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી જોઈન્ટ ડીજીએફટી રાજકોટ તથા ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્ષપોર્ટ ઓર્ગેનાઇઝેશનના સંયુક્ત ઉપક્રમે અન્ડરસ્ટેન્ડિંગ ન્યૂ ઇબીઆરસી મોડ્યુલ ઓન ડીજીએફટી વેબસાઇટ અંગે તા.20-06-2024ના રોજ અવરનેશ યોજવામાં આવેલ. જેમાં બહોળી સંખ્યામાં નિકાસકારો ઉપસ્થિત રહેલ.
સેમિનારના પ્રારંભે રાજકોટ ચેમ્બરના પ્રમુખ વી.પી. વૈષ્ણવ તથા ઉપપ્રમુખ પાર્થભાઈ ગણાત્રાએ સૌને આવકારી રાજકોટ ચેમ્બર અવાર-નવાર વિવિધ સેક્ટરને લગતા સેમિનારો યોજે છે. ત્યારે નિકાસકારોને ન્યૂ ઇબીઆરસી મોડ્યુલની સંપૂર્ણ જાણકારી મળી રહે તે તેમજ ન્યુ ઇબીઆરસીમાં જે ફેસેલીટી છે. તેમાં તેને કઇ રીતે જનરેટ કરી શકાય અને તેમાં કઇ કઇ મુશ્કેલીઓ પડી રહી છે. તેનું યોગ્ય નિરાકરણ લાવવા માટે આ સેમિનાર યોજેલ છે. જે ખૂબ જ ઉપયોગી બની રહેશે. વધુમાં સરકાર દ્વારા નિકાસકારોને ઘણી સુવિધાઓ આપવામાં આવી રહી છે. જેમાં ઇન્ડિયા માર્ટમાં રજીસ્ટ્રેશન તથા નાના વેપારીઓ માટે ઇ-કોમર્સ માર્કેટ પ્લેસ પણ ખૂબ જ ઉપયોગી બની રહ્યું છે. રાજકોટ ચેમ્બર વેપાર-ઉદ્યોગકારોના દરેક પ્રશ્ર્નોને વાચા આપવા હમેંશા તત્પર રહે છે ત્યારે કોઇપણ પ્રશ્ર્નો-સમસ્યા હોય તો જાણ કરવા અનુરોધ કરેલ. જોઈન્ટ ડીજીએફટી રોહિત સોની દ્વારા નિકાસકારો માટે ઇબીઆરસી જનરેટ કરવા માટે બેન્કો દ્વારા રૂા.500થી 1000 જેટલો ચાર્જ વસુલ કરવામાં આવે છે. તેથી નિકાસકારો ઉપર આર્થિક ભારણ ન પડે તે માટે તેઓ પોતે જ ઇબીઆરસી જનરેટ કરી શકે તેવી સુવિધા ઉપલબ્ધ કરેલ છે. પરંતુ તેમાં ઇડીપીએમએસ એન્ટ્રી કલોઝ કરાવવી પડશે તેની જાણકારી આપેલ.
મુંબઈ સ્થિત ખાસ વક્તા મિહીરભાઈ શાહએ ઈલેક્ટ્રોનિક બેન્ક રિયલાઈઝેનશ સર્ટીફિકેટ કે જેને ઇબીઆરસી તરીકે ઓળવામાં આવે છે. જે બેન્કો દ્વારા ઈશ્યુ કરવામાં આવતું ડિઝીટલ સર્ટીફિકેટ છે અને આ સર્ટીફિકેટ ક્ધફર્મ કરે છે કે નિકાસકારે નિકાસ કરેલ માલના આયાતકાર પાસેથી પેમેન્ટની ચુકવણી પ્રાપ્ત ક2ી છે. વધુમાં વિવિધ મુદ્દાઓ જેવા કે નવા ઇ-બેન્કિંગ અધિનિયન અંગે સમજણ અને જાગૃત્તિથી આર્થિક વ્યવસ્થા સુદ્રઢ બનાવવાના પ્રયાસો માટે ઇલેક્ટ્રોનિક્સ બેન્કિંગ અધિનિયમ મોડ્યુલ ઇબીઆરએસને સમજાવા માટે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા માહિતી આપવામાં આવી હતી.
ત્યારબાદ ન્યુદિલ્હી ડીજીએફટી હેડ ઓફિસના ટેકનિકલ ઓફિસર દ્વારા ઓનલાઈન જોડાઈને નિકાસકારો દ્વારા પૂછાયેલ પ્રશ્ર્નો અંગે યોગ્ય પ્રત્યુતર પાઠવેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભાર વ્યક્ત રાજકોટ ચેમ્બરના માનદમંત્રી નૌતમભાઇ બારસીયાએ કરેલ. તેમ રાજકોટ ચેમ્બરએ જણાવેલ છે.