રાજસ્વીઓ સહિત અનેક અગ્રણી અને હજારો કૃષિકારોની વિશાળ હાજરી
ગારીયાધાર ના મોર્ડન વિલેઝ પરવડી ખાતે પી એમ ખેની ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત કૃષિ શિબિર ઝીરો બજેટ કૃષિ અંગે માર્ગદર્શન માટે સૌરાષ્ટ્ર ભર ના અનેકો તાલુકા ના ખેડૂતો ની વિશાળ હાજરી માં નિષ્ણાંત વક્તા ઓ દ્વારા ઝીરો બજેટ કૃષિ અને સુંદર માર્ગદર્શન માં કૃષિ ના ઋષિ પ્રફુલભાઈ સેજલિયા પ્રજ્ઞાચક્ષુ પ્રોફેસર દિનેશભાઈ પંડ્યા સહિત કૃષિ ના તજજ્ઞો દ્વારા ઝેર વગર ની ઝીરો બજેટ કૃષિ ઓર્ગેનિમ કૃષિ ના કાયદા ઓ રોગ મુક્ત નિરામય આરોગ્ય પશુપાલન પરમાર્થ સાથે કૃષિ ગૌસંવર્ધન દેશ ની ૧૮૬ ગૌશાળા માં એકત્રિત થતા જીવામૃત ગૌ મૂત્ર દ્વારા કેવી પરિણામ લક્ષી સિદ્ધિ મેળવી શકાય તેના ઉદારણો જણાવ્યા.ગાય ના છાણ અને જમીન તેમાં રહેલ રચનાસંપત્તિ બેકટેરિયા બીજ ફળ ફૂલ અને સુંદર સમજ આપી હતી ભારત ના અનેકો રાજ્ય ના કૃષિ ક્ષેત્રે ક્રાંતિકારી પહેલ ના ઉમદા ઉદરણ સાથે ફાયદા જણાવ્યા હતા સંપૂર્ણ ઓર્ગેનિક કૃષિ કરતા સિક્કિમ રાજ્ય ના આર્થિક ઉન્નતિ અને નિરામય ના આકડા સાથે દ્રષ્ટાંત સાથે વક્તવ્ય આપ્યું હતું ખેડૂત દુનિયા નો સૌથી મોટો વિજ્ઞાનિક છે જરૂર દિશા બદલવા ની જરૂર છે.
આ શિબિર માં બાલકદાસબાપુ નકલંગ આશ્રમ વાલમરામ આશ્રમ ગારીયાધાર ના મહંત ઉદારદિલ દાતા લવજીભાઈ બાદશાહ માધવજીભાઈ લેન્ડ માર્ક પ્રફુલભાઈ સેજલિયા માનવસેવા ટ્રસ્ટ સ્વામી નિર્દોષાનંદ હોસ્પિટલ ના બી એલ રાજપરા ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી જગદીશભાઈ ભીંગરાડીયા માધવજીભાઈ સુતરિયા દિનેશભાઇ સુતરિયા જગદીશભાઈ સુતરિયા સહિત સામાજિક ધાર્મિક સ્વૈચ્છિક શેક્ષણિક સંસ્થા રાજસ્વી ઓ સહિત અનેકો અગ્રણી અને હજારો કૃષિકારો ની વિશાળ હાજરી માં કૃષિશિબિર યોજાય હતી