ભારતમાં એરપોર્ટ પર ચાઈનાથી આવતી ફલાઈટના મુસાફરોનું આરોગ્ય વિભાગ દ્વારા એન્ટ્રી સ્ક્રીનીંગ શરૂ કરેલ છે
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના રીપોર્ટ પ્રમાણ ચાઈના દેશના વૃહાન અને હુબઈ પ્રાંતમાં નોવેલ કોરોના વાયરસના ૩૦૦ થી વધુ કેસ અને ૬ જેટલા મરણ નોંઘવા પામેલ છે. આ ઉપરાંત જાપાન, થાઈલેન્ડ અને સાઉથ કોરીયામાં પણ આરોગનો એક -એક કેસ નોંધાયેલ છે. વિશ્ર્વ આરોગ્ય સંસ્થા પ્રમાણે આ રોગના કેસ ભારત સહીત અન્ય કોઈ પણ દેશમાં હજુ સુધી નોંધાયેલ નથી. હાલ ભારતના જે ઈન્ટનેશનલ એરપોર્ટ પર ચાઈનાથી ફલાઈટ અમદાવાદ કે રાજયના અન્ય કોઈ એરપોર્ટ ખાતે હાલ આ પ્રકારનું સ્ક્રીનીંગ કરવાની સુચના નથી જો આ પ્રકારનો કોઈ પણ દર્દી નોંધાશે તો ભારત સરકાર દ્વારા તેની તાત્કાલીક જાણ કરવામાં આવશે. આ રોગના લક્ષણોમાં ભારે તાવ, કફ, શરદી, શ્ર્વાસ લેવામાં તકલીફ વગેરે જોવા મળે છે. આ લક્ષણો એકયુટ રેસ્પીરેટરી ઈન્ફેકશન કે ઈન્ફલુએન્ઝા લાઈફ ઈલનેસને મળતા આવતા હોઈ તેનું સર્વેલન્સ સુદ્રઢ કરવું જરૂરી છે.નોવેલ કોરોના વાયરસ રોગ અંગે તકેદારી રાખવા માર્ગદર્શન સુચનાઓ જાહેર કરવામાં આવી છે.