મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીની અધ્યક્ષતામાં સૌરાષ્ટ્ર-કચ્છની તમામ નગરપાલિકાઓના પ્રમુખ અને ચિફ ઓફિસરોનો વર્કશોપ યોજાયો
વર્ષ ૨૦૧૭-૧૮માં ૧૪માં નાણાપંચની પરફોર્મન્સ ગ્રાન્ટ તૈયાર કરવા માટે આજે મ્યુનિ.ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીએ સૌરાષ્ટ્ર-કચ્છની તમામ નગરપાલિકાના પ્રમુખ તથા ચિફ ઓફિસરને માર્ગદર્શન આપ્યું હતું.
આજે રાજકોટ ખાતે નગરપાલિકાઓના પ્રમુખ અને ચિફ ઓફીસરો સો મ્યુનિ.ફાઈનાન્સના અધ્યક્ષ ધનસુખભાઈ ભંડેરીએ એક વર્કશોપ યોજયો હતો. જેમાં અલગ અલગ જાણકારી આપી હતી. નાણાપંચની પરફોર્મન્સ ગ્રાન્ટ માટે ચાલુ નાણાકીય વર્ષમાં કરવાની રહેશે તે ઉપરાંત હવે પછી નાણાકીય વર્ષમાં દરખાસ્ત કરવી પડશે જે મહાપાલિકા દ્વારા તેમને મુલ્યાંકન વિશેની વિગતો સારી રીતે રજૂ કરવામાં આવી હશે તે પ્રમાણે ગ્રાન્ટ આપવામાં આવશે.
રાજયની નગરપાલિકાઓને ૧૪માં કેન્દ્રીય નાણાપંચની યોજના હેઠળ પરફોર્મન્સ ગ્રાન્ટ મેળવવા માટે જરૂરી શરતો પરીપૂર્ણ કરવાની રહેશે. સાથે સાથે આ ગ્રાન્ટ માટે સનિક સંસઓએ સ્વ મુલ્યાંકન સો દર વર્ષે ૩૦મી સપ્ટેમ્બર સુધીમાં દરખાસ્ત તૈયાર કરી રાજય સરકાર સમક્ષ રજૂ કરી દેવાની રહે છે.
ધનસુખભાઈ ભંડેરીએ જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા આવી દરખાસ્તની ચકાસણી કરી શહેરી સનિક કક્ષાના કલેઈમ વેરીફાઈ કરી પરફોર્મન્સ ગ્રાન્ટનો કલેઈમ દર વર્ષના ઓકટોમ્બર માસમાં ભારત સરકારના શહેરી વિકાસ મંત્રાલયને મોકલવામાં આવે છે. ત્યારબાદ શહેરી વિકાસ મંત્રાલય તરફી ઝડપી મુલ્યાંકન કરી ર્ડપાર્ટી ઈન્ફેકશન બાદ નાણા વિભાગની ગ્રાન્ટ રીલીઝ કરવા માટે દરખાસ્ત મોકલવામાં આવે છે. પરર્ફોમન્સ ગ્રાન્ટ મેળવવા માટે ત્રણ શરતોનું પાલન કરવું પડે છે. જેમાં વાર્ષિક હિસાબોનું ઓડિટ કરાવવું. સ્વભંડોળની આવકમાં વધારો યેલો હોવો જોઈએ અને સર્વિસ લેવલ બેંચમાર્કની જાહેરાત પ્રસિધ્ધ કરવાની રહે છે.