સુરેન્દ્રનગર જિલ્લામાં પોષણ માસ અભિયાન અંતર્ગત બાળકોમાં ચેપ નિવારણ અને નિયંત્રણ માટે લોકોને માહિતગાર કરાયા
સુરેન્દ્રનગર સંકલિત બાળ વિકાસ યોજનાના પ્રોગ્રામ ઓફિસરશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગર દ્વારા પોષણ માસની ઉજવણી અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં આંગણવાડી કેન્દ્રો ખાતે બાળકોમા ચેપ નિવારણ અને નિયંત્રણ માટે પ્રોગ્રામ ઓફિસરશ્રી આઈ.સી.ડી.એસ. દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
જે અન્વયે બાળકોને લગતા વિવિધ રોગોના ચેપ તેમજ તેને નિવારવા માટે અસરકારક પગલાંઓ અંગે વિસ્તૃત જાણકારી આપી લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.