રાષ્ટ્રીય કામધેનુ આયોગ દ્વારા “ગોબરમાંથી ગણેશ નિર્માણ વિષયક ઓનલાઈન વર્કશોપ યોજાઈ ગયો. ગુગલ મીટ પર થયેલ આ વેબીનારમાં સ્વાનંદ ગૌ વિજ્ઞાન અનુસંધાન કેન્દ્ર, નાગપુરથી દિલ્હી ખાતે રૂબરૂ આવેલ પ્રશિક્ષક ડો. જીતેન્દ્ર ભકનેએ ’ગોમય ગણેશ’ની મૂર્તિ પ્રત્યક્ષ નિર્માણ કરીને બતાવી. દો. ભક્તો આ માટેના તેના માટે દરેક ચરણ ને વિસ્તારપૂર્વક સમજાવ્યા. આ વેબીનારમાં ગણેશ નિર્માણ માટે જરૂરી તમામ વસ્તુઓ જેવી કે ડાઈ ઈત્યાદી, જે ગો ઉદ્યમીઓ પાસે ઉપલબ્ધ છે એમના નામ અને એમનો સંપર્ક નંબર પણ સૌને આપવામાં આવ્યો. ખૂબ મોટી સંખ્યામાં ગૌ ઉદ્યમીઓ આ ઓનલાઇન વર્કશોપ માં ભાગ લીધો હતો. આ અંગેના તમામ ટેકનોલોજીને લગતા પ્રશ્નોના જવાબ ડો.જીતેન્દ્ર ભકનેએ આપ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ડો. જીતેન્દ્ર ભકને બહુ રાષ્ટ્રીય કંપની એકસેન્ચર છોડી ૨૦૧૧ થી સ્વાનંદ ગૌ વિજ્ઞાન અનુસંધાન કેન્દ્ર સાથે પોતાના પ્રેરણાદાયક સફરની શરૂઆત કરી ગૌ ઉદ્યમ ક્ષેત્રમાં આગળ વધી રહયાં છે. આ વેબીનારમાં બંસી ગોધામ ગૌશાળા, કાશીપુર, ઉતરાખંડ થી ખાસ દિલ્હી રાષ્ટ્રીય કામધેનુ આયોગના કાર્યાલય ખાતે આવેલ નીરજ ચૌધરી કે જેમના ગૌમયથી બનાવેલા વસ્તુઓની દેશભરમાં ચર્ચાઓ થઈ રહી છે અને પૂર્વમાં પ્રધાનમંત્રીએ નીરજ ચૌધરીના કાર્યો ઉપર પ્રસન્નતા પણ વ્યકત કરી હતી, એવા નીરજ ચૌધરી સૌને માર્ગદર્શન આપ્યું હતું. આ વેબિનાર માં નીરજ ચૌધરીએ ગૌમયથી બનાવેલ ચાલતી ઘડીયાળ અને ઘણી બધી અન્ય મૂર્તિઓ પણ લાઈવ બનાવીને સૌને બનાવી હતી. આ રાષ્ટ્રીય વેબિનારમાં ડો. વલ્લભભાઈ કથીરિયાએ પણ ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. વેબીનાર નું સુંદર સંચાલન રાષ્ટ્રીય કામધેનુ આયોગ તરફથી પૂરી શકે મારે એ કર્યું હતું. જે મિત્રો કોઈ કારણોસર આ વેબીનારનો લાભ ન લઈ શકતા હોય તેમને પણ આ વેબીનાર નું રેકોર્ડીંગ સ્વાનંદ ગૌવિજ્ઞાનની યુ ટયુબ ચેનલ પર નિહાળવા રાષ્ટ્રીય કામધેનુ આયોગ ની મીડિયા ટીમના મિતલ ખેતાણી અપીલ કરી છે. વિશેષ માહિતી માટે રાષ્ટ્રીય કામધેન આયોગના ફેસબુક પેઈઝ www.facebook.com/RKamdhenuAayog લાઈક કરવા અને આ પેઈઝ નીહાળતા રહેવા યાદીમાં જણાવાયું છે.