ખાનગી શાળામાં આર.ટી.ઈ. પ્રવેશ કે.જી.થી ધો.12 સુધી કરવા માંગ
આવનારા વર્ષોમાં શિક્ષણ વિના સંર્વાગી વિકાસ શક્ય નથી, ધો . 12 સુધી આરટીઈ કાયદા મુજબ પ્રવેશ મેળાવવા ઈચ્છતા વાલીઓ અને બાળકોને વ્હારે ગુજરાત એજ્યુકેશન કમિટી અને અખિલ ભારતીય ઓબીસી મહાસભાના કાર્યકર્તાઓ , આરટીઈ કાયદાની જાણકારી મેળવી, માહિતગાર થઈ આપના બાળકને નજદીકની ખાનગી સ્કુલમાં મફત પ્રવેશ મેળવો. આ કાયદો 2009 માં બન્યો, જેની સતત રજુઆત કરી, પાંચમા વર્ષે 2015 માં ગુજરાત સરકાર પાસે અમલીકરણ કરાવ્યું . ત્યારે બાળક એટલે 6 થી 14 વર્ષનું બાળક હતું ,
યુએનઓ દ્વારા થયેલા આંતરરાષ્ટ્રીય ઠરાવ, 1989 મુજબ, હવેથી, બાળક ઍટ્લે 18 વર્ષથી નિચેના તમામ વ્યક્તિ . આ બાબતે ભારત સરકારે અને ગુજરાત સરકારે સ્વિક્રુતી પણ આપેલી છે.આ જ બાબતોને આધીન ગુજરાત સરકારે વર્તમાન બજેટમાં આરટીઈ બાળકોને એજ શાળામાં આગળ ભણવાં માટે રુ . 20000 નુ વાઉચર પ્રથા અમલી કરી , પણ- તે બાળકોના બંધારણીય મૂળભુત અધિકાર એવા ફરજીયાત અને મફત ” શિક્ષણથી વિરુધ્ધ છે . અમારે ધો . 9 થી 12 આરટીઈ હેઠળ મફત પ્રવેશ જોઇએ છે.
અબતકની શુભેચ્છા મુલાકાતે આવેલા મનીષ ઓડેદરાએ જણાવ્યું હતુકે,14 મા વર્ષની યાત્રામાં નવો સંકલ્પ; આરટીઈ ધો . 12 સુધી કરો , કોવિડમાં પિતા ગુમાવેલ બાળકોને ધો.12 સુધીમાં ખાલી પડેલ સીટમાં પ્રવેશ આપો અને કોલેજ કક્ષાએ ક્ધયા કેળવણી ફ્રી કરો . આ બાબતે આગામી પાંચ વર્ષ સુધી સતત કાર્યક્રમો અપાશે અને ગુજરાતમાં વાલીઓને જાગ્રુત કરવા દર વર્ષે પાંચ લાખ પત્રિકાઓનુ વિતરણ કરાશે. ગરીબ – પછાત સમાજના લોકોની પ્રગતી , ઉન્નતિ અને સર્વાંગી વિકાસ માટે આપણને પછાત સમાજને શિક્ષિત અને બાહોશ યુવા વર્ગની જરૂરિયાત આવતીકાલે પડશે . આજના યુવા એ આવતીકાલ છે અને આજના નાના ભૂલકાઓ અને બાળકો આવનારા વર્ષનું ભવિષ્ય છે . આરટીઈ- આર.ટી.ઈ. પ્રચાર – પ્રસાર માટે વાલી માર્ગદર્શન કેમ્પ તા. 19/04/2023 – બુધવાર સમય – સાંજે 5 વાગે સ્થળ- સુગમ બુધ્ધ વિહાર, ડો . આંબેડકર હોલ પાછળ , ઉત્કર્ષ સ્કુલ પાસે , લક્ષ્મી નગર રેલ્વે નાળાની પાસે રાજકોટ.
દરેક સમાજની દીકરી માટે પંરપરાગત ગ્રેજ્યુએટ કોર્સ ; એમકોમ. એમ.એ., એમ.એસ.સી. એમ.ઈ.ડી., હોમ સાયન્સ , પીટીસી તેમજ રોજગારલક્ષી કોર્સ ફી કરો તેમજ શીષ્યવૃતી આપો .આરટીઈ કાયદા મુજબ ફીનો દર રુ . 10,000 થી વધારીને સરેરાશ સરકારી ખર્ચ રુ . 40,000.00 કે શાળાની ફી- જે ઓછું હોય તે. કોઇપણ ખાનગી શાળા 25 % કરતા વધારે બાળકોને આરટીઈ હેઠળ પ્રવેશ આપવા સંમત હોય તો તે સંખ્યા મુજબ પ્રવેશ આપો. બાળકને મળતા રુ . 3000 ને બદલે મોટા શહેરમાં રુ . 12500, નાના શહેરોમાં 10000 અને તાલુકા સેન્ટર – ગ્રામ્યમાં રુ . 7500 કરો, કારણકે , દરેક બાળકને પ્રાથમિક શિક્ષણ મફત આપવાનું છે.
આરટીઈ બાળકનો મૂળભૂત અધિકાર છે.આરટીઈ બાળકોને વધારાના સ્પેશયલ એક્સ્ટ્રા શિક્ષણ – સંલગ્ન પ્રવુતી માટે શાળાને વધારાની ગ્રાન્ટ ચુકવવી, પ્રથમ વર્ષ એક્વાર શાળાને ચુકવવી.આવનારા વર્ષ 2019-20 માટે રાજકોટ શહેર 15,000 અને ગુજરાતનો 2,50,000 ફોર્મ ભરવાનો લક્ષ્યાંક , વાલીઓને જાગૃત કરવા 3 – ત્રણ લાખ પત્રીકાનું વિતરણ સમગ્ર ગુજરાતમાં કરાશે.આ કાર્યક્રમને સફળ બનાવવા અધ્યક્ષ વિપુલભાઈ જાદવ, કાર્યકારી અધ્યક્ષ મોહનભાઈ સોનેગ્રા, પ્રદેશ પ્રમુખ મનીષકુમાર ઓડેદરા, ઉપપ્રમુખ મેરામણભાઈ ગંભીર, મહામંત્રી બાલાભાઈ અમેથીયા, મહામંત્રી મનીષભાઈ સાગઠીયા, સંગઠન મંત્રી કાનાભાઈ ચૌહાણ, વિજયભાઈ પાટડીયા, ઉતમભાઈ રાઠોડ, મયુરભાઈ ખોખર, કૈલાશભાઈજાગાણી, અકતારભાઈ બ્લોચ, અરવિંદભાઈ સરવૈયા, દિનેશભાઈ પ્રજાપતી, યુનુસભાઈ બેલીમ, દિપકભાઈ કાપડીયા, જીવનભાઈદડીયા ઉપસ્થિત રહ્યા હતા.