- રાજકોટના વેપાર ઉઘોગના વિકાસ માટે કાર્યરત ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એનડ ઇન્ડસ્ટ્રીઝદ્વારા 1 માર્ચ શનિવારે લધુ ઉઘોગ શેરબજાર આઇપીઓ
- માર્ગદર્શન અને આઇકોન એવોર્ડ સમારોહના ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું છે.
ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને સોનમ કલોક તથા શેર ઇન્ડિયાના સંયુકત તા. 1/3 ને શનિવારના રોજ લભુ ઉઘોગ આઇપીઓ અને શેરબજારના વિશ્લેષણ અન્વયેનો મહત્વનો સેમીનાર અને ગ્રેટર ચેમ્બર બિઝનેશ આઇકોન એવોર્ડ અને ભોજન સમારોહના ત્રિવેણી કાર્યક્રમનું ભવ્ય આયોજન કરેલ છે.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનપદે ગુજરાતના માજી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા અતિથી વિશેષ પદે રાજકોટ શહેરના પોલીસ કમીશ્નર બ્રજેશ ઝા IPS ખાસ ઉપસ્થિત રહેશે.
સૌરાષ્ટ્રના એસ.એમ.ઇ. એન્ટરપ્રાઇઝ વિકાસની હરણફાળ ભરી રહ્યા છે. નાના અને મધ્યમ કદના એન્ટરપ્રાઇઝને આઇપીઓ મારફત શેરભંડોળ ઉભુ કરવાની એક ઉમદા તક રહેલી છે. જે અન્વયે એસએમઇ આઇપીઓ ની કાયદાકીય રીકવાયરમેન્ટ શું છે?, તેના શેરનું વેલ્યુએશન કેવી રીતે કરવામાં આવે છે?, એસએમઇ આઇપીઓ લાવવાનો ખર્ચ કેટલો થાય છે?, લીસ્ટીંગ થઇ ગયા બાદ કંપનીની શું જવાબદારીઓ છે? જેવા મહત્વના મુદ્દાઓનું વિશ્લેષણ આ સેમીનારમાં કરવામાં આવશે. તદઉપરાંત એસએમઇ આઇપીઓ ની શેર માર્કેટમાં લીસ્ટીંગની કોમ્પલાયન્સની મેઇન બોર્ડ આઇ.પી.ઓ. કરતા ઘણી ઓછી છે. નાની સાઇઝનો ઇસ્યુ પણ એસએમઇ આઇપીઓ માં લાવી શકાય છે. લીસ્ટીંગના કારણે કંપનીના શેરનું વેલ્યુએશન યોગ્ય રીતે થાય છે. અને ભવિષ્યના વિકાસ માટે શેરભંડોળ મારફત નાણા ઉભા કરી શકે છે. અને નવા ઇન્વેસ્ટરોને પણ લીસ્ટીંગ શેરમાં વધુ વિશ્વાસ બેસે છે.
શેર હોલ્ડરોને પોતાના રોકાણની લીકવીડીટી પણ મળી રહે છે. આવા મહત્વના વિષય પર હાલમાં એમએસએમઇ ઉદ્યોગકારોને પોતાની પેઢીનો આઇ.પી.ઓ. લાવવા માટેની માહિતીના સ્ત્રોત ઘણા જ ઓછા પ્રમાણમાં છે. જેથી આ બાબતે જાગૃતિ લાવવાનો અમારી સંસ્થાનો ઉમદા પ્રયાસ હાથ ધરેલ છે. આ સેમીનારના મુખ્ય વકતા શ્રી અભિનવ ગુપ્તા જે પ્રેસીડેન્ટ, કેપીટલ માર્કેટ, શેર ઇન્ડિયા સીકયુરીટીઝ લી. સાથે દસ વર્ષથી સંકળાયેલા છે. શેર ઇન્ડિયા સીકયુરીટીઝ લી. ઞજઉ 1 ઇશહહશજ્ઞક્ષ ની સંસ્થામાં તેઓ જખઊ ઈંઙઘ હેન્ડલ કરે છે. અને તેમના માર્ગદર્શન હેઠળ મોટી સંખ્યામાં એસએમઇ આઇપીઓ સકસેસફુલ માર્કેટમાં આવેલ છે. ઉદ્યોગકારો પાંચમા સમારંભમાં વિનેશ પટેલ – ઓરબીટ વેરિંગ્સ પ્રા. લી. તથા શ્રી મનોજ મનસુખાણી – ડાયરેકટર રીશી શીપીંગ પ્રા. લી. (રૂષી ગ્રુપ) ના ઓને ગ્રેટર ચેમ્બર બિઝનેશ આઇકોન એવોર્ડથી સન્માનીત કરવા જઇ રહ્યા છીએ. આ કાર્યક્રમમાં હાજર રહેવા માટે કોઇ ફી નથી. પરંતુ રજીસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય છે. આ કાર્યક્રમ શનિવાર તારીખ 1-03-2025 ના રોજ સયાજી હોટલ ખાતે બપોરે 4:30 કલાકે આયોજન કરવામાં આવ્યું છે. ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન ધનસુખભાઇ વોરા તથા ઉપપ્રમુખ રમેશભાઇ ઝાલાવડીયા દ્વારા જણાવવામાં આવેલ છે.